________________
(૩૦) શ્રી નેમિનાથ પ્રભુ ભાગ-૩
૩૬ ૧
તેથી મરી ચંપાપુરીમાં પુત્રી થઈ ઘનવંતની,
ને નામ સુકુમારી ઘર્યું, પણ પાર નહિ દુર્ગઘની. ૩૪ અર્થ :- બીજી નરકથી નીકળી એકેન્દ્રિય પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિકાયની સ્થાવર યોનિઓમાં બે સાગરોપમ સુધી ભમીને પછી તે ચંડાલણ થઈ. તે ભવમાં એકવાર વનમાં મુનિ મહાત્મા મળતાં તેની શિખામણ સાંભળીને દારૂ અને માંસનો ત્યાગ કર્યો. તેથી ત્યાંથી મરીને ચંપાપુરીમાં સુબન્ધ નામના ઘનવંત શેઠને ઘેર પુત્રીરૂપે અવતરી. ત્યાં તેનું નામ સુકુમારી રાખવામાં આવ્યું. (આ દ્રૌપદીનો જીવ છે.) તેના શરીરમાંથી નીકળતી દુર્ગઘનો પાર નથી. ૩૪
પિતા સ્વકારે જ્યાં સગાઈ, દુષ્ટ દુર્ગઘા ગણી જિનદેવ તો મુનિ પાસ જઈ વ્રત ઘારીને બનતો મુનિ; દીધું વચન ઘનવંતને લોપાય નહિ એવું લહે,
જિનદત્ત લઘુ સુત કાજ આગ્રહવશ સુકુમારી ગ્રહે. ૩૫ અર્થ - પિતાએ જ્યારે સગાઈ સ્વીકારી કે આ દુર્ગઘાને દુષ્ટ જાણી જિનદેવ નામના મોટા પુત્રે તો મુનિ પાસે જઈ વ્રત ઘારણ કરી દીક્ષા લઈ લીધી. પછી પિતાએ નાના પુત્ર જિનદત્તને કહ્યું કે આપણે ઘનવાન એવા સુબન્ધ શેઠને વચન આપેલું છે તે લોપાય નહીં. તેથી પિતાના આગ્રહથી નાના ભાઈ જિનદત્તને તે સુકુમારી સાથે લગ્ન કરવા પડ્યા. રૂપા
સાપણ સમી ગણ સમીપ પણ જિનદત્ત કદી જાતો નથી, દુર્ગધ પૂર્વિક પાપની જાણી નસીબ નિજ નિંદતી.
ત્યાં એકદા આહાર અર્થે આર્થિકાગણ આવતાં,
આહાર દઈ સુકુમારી પૂંછતી, “કેમ દીક્ષા ઘારતાં?” ૩૬ અર્થ :- સુકુમારીને સાપણ સમાન જાણીને જિનદત્ત કદી તેની સમીપ પણ જતો નથી. પૂર્વે કરેલા પાપના કારણે મારા શરીરમાં આવી દુર્ગધ વ્યાપેલ છે. એમ વિચારી સુકુમારી પોતાના નસીબનીજ નિંદા કરતી હતી. એકવાર આહારને માટે આર્થિકાગણ એટલે સાધ્વીઓનો સમૂહ આવતા તેમને આહાર દઈને સુકુમારી પૂછવા લાગી કે તમે દીક્ષા કેમ ઘારણ કરી? કપા કરી તેનું કારણ કહો. ૩૬
આર્યા કહેઃ “કલ્યાણી, સુણ પૂર્વે હતી ઇંદ્રાણી હું; સૌઘર્મ ઇન્દ્ર સહિત જઈ નંદીશ્વરે ભક્તિ કરું; વૈરાગ્ય વથતાં સત્ય મનથી મેં પ્રતિજ્ઞા એ કરી,
કે મનુજ ભવ પામ્યા પછી દીક્ષા ગ્રહીશ હું આકરી. ૩૭ અર્થ :- તેના પ્રત્યુત્તરમાં સાધ્વી બોલી કે હે કલ્યાણી! તું સાંભળ. હું પૂર્વભવમાં ઇન્દ્રાણી હતી. સૌઘર્મેન્દ્ર સાથે નંદીશ્વર દ્વીપમાં જઈ હું ભક્તિ કરતી. એકવાર વૈરાગ્ય વધતાં મેં સત્ય મનથી એવી પ્રતિજ્ઞા કરી કે હું મનુષ્ય જન્મ પામ્યા પછી દીક્ષા ગ્રહણ કરીને આકરી ચર્યા પાળીશ. II૩૭ળા
સાકેત નગરે નૃપઘરે જન્મી અને મોટી થઈ, જાતાં સ્વયંવર-મંડપે જાતિસ્મરણ પામી ગઈ;