________________
૩૮૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
આવે. જ્યારે પુણ્ય તો પરભવનું ભાથું છે. તે પુણ્ય હાથે દાન આપીને કંઈક ઉપાર્જન કરી લે, નહીં તો અંતે પસ્તાવું પડશે.
બોઘામૃત ભાગ : ૧' માંથી :
સિકંદરનું દ્રષ્ટાંત - “સિકંદરે ઘણી લડાઈઓ કરી, દેશો જીત્યા, અઢળક ઘન એકઠું કર્યું. છેવટે રોગ થયો. કેટલાય વૈદ્યો આવ્યા, કોઈ મટાડી ન શક્યા. પછી તેણે પશ્ચાત્તાપ કર્યો. આવું થવાનું જાયું નહોતું, નહીં તો હું આટલું બધું શા માટે કરત? સાથે આવે એવું કંઈ ન કર્યું! પછી ભંડારીને બોલાવી હીરા માણેક બધું કઢાવ્યું. સિકંદરની આંખોમાંથી આંસુ આવવા લાગ્યાં. પછી તેણે વિચાર્યું કે મારે તો એવું થયું, પણ હવે બીજા જીવો ન ભૂલે એવું કરવું. તે માટે તેણે રાજ્યના માણસોને કહ્યું કે હું મરું ત્યારે મને સ્મશાને લઈ જતી વખતે મારા હાથ બહાર રાખજો, જેથી લોકોને લાગે કે બાદશાહ ખાલી હાથે આવ્યો અને ખાલી હાથે ગયો. અને વળી કહ્યું કે હકીમો હોય તેનાં ખભા ઉપર મારી ઠાઠડી મૂકજો જેથી લોકોને લાગે કે આટલા બઘા હકીમો હોવા છતાં મરી ગયો, હકીમો કંઈ ન કરી શક્યા. એથી વૈરાગ્ય થશે. પણ અનાર્ય દેશ એટલે કોઈને એવું ન લાગ્યું. એવું આપણું ન થાય એ સાચવવું.” (પૃ.૧૯૫)
“આ મનુષ્યભવ મળ્યો છે તે દુર્લભ છે, શ્રુતિ દુર્લભ છે, શ્રદ્ધા દુર્લભ છે અને ચારિત્ર એટલે સ્વરૂપમાં સ્થિર થવું એ તો બહુ દુર્લભ છે. પૂર્વે કંઈ દાનપુણ્ય કર્યું તેથી મનુષ્યભવ પામ્યો છે. હવે કરશે તો ફરી મનુષ્યભવ પામશે. જે અત્યારે કરતો નથી તેને ભવિષ્યમાં મળવાનું નથી. કરશે તો પામશે. મરી જાય ત્યારે બાળી મૂકે છે. ભાઈઓ તો સ્મશાનમાં મૂકી આવે છે, પણ ઘર્મ તો સાથે જ આવે છે.” (પૃ.૧૪૨) Iકરા.
ઉત્તમ કુળ, ઘર, ઘન રે વિવેક, પ્રભાવ વળી,
વિદ્યા, આરોગ્યાદિ રે સુખ-સામગ્રી મળી. જ્ઞાની૬૩ અર્થ :- ઉત્તમ કુળ, ઘર, ઘન, વિવેકની પ્રાપ્તિ, વળી પોતાનો બીજા ઉપર પ્રભાવ પડવો, કે વિદ્યા, આરોગ્ય આદિ સુખ સામગ્રી મળવી એ બઘો પૂર્વ પુણ્યનો પ્રભાવ છે. પૂર્વે કયા પ્રકારનું પુણ્ય ઉપાર્જન કર્યું કે જેથી આવી સામગ્રી મળી તે હવે જણાવે છે. ૧૬૩.
તેનું કારણ જાણો રે પૂર્વે સુદાન દીધું,
તે તરુને પોષો રે રહસ્ય આ ગુણ કીધું. જ્ઞાની૬૪ અર્થ – તેનું કારણ પૂર્વે તમે સત્પાત્રે દાન કર્યું છે એમ જાણો. તે દાનરૂપ કલ્પવૃક્ષને પોષણ આપતા રહો. આ ગુપ્ત રહસ્ય તમને આજે જણાવ્યું
બોઘામૃત ભાગ : ૧' માંથી – “પ્રશ્ર–ગુપ્તદાન એટલે શું?
પૂજ્યશ્રી-કોઈ જાણે નહીં એવી રીતે દાન દેવું કે જેથી પોતાનો લોભ છૂટે અને અભિમાન ન થાય. દાન લેનારને પણ પરાધીનતા, દીનતા ન થાય એ ગુપ્તદાન છે. લોભ છોડવા માટે દાન કરવાનું છે. દેવલોકની ઇચ્છા વગર દાન કરવું.” (પૃ.૧૪૮)
જેમ આંબો સાચવી રે મધુર ફળ ખાયા કરો,
તેમ દાનાદિ ઘર્મે રે ઘરી મન સુખ વરો. જ્ઞાની ૬૫ અર્થ :- જેમ આંબાની દેખભાળ કરીને તેના મીઠા ફળ પ્રતિવર્ષ ખાયા કરો. તેમ દાનાદિ ઘર્મમાં ઘનનો યથાશક્તિ વ્યય કરી સદૈવ સુખશાંતિને પામો. ૬૫ના