________________
(૩૧) દાન
૩૮૩
મતિ મૂખની એવી રે બહુ ભંડાર ભરું,
ઘર સુંદર બાંઘુ રે, પુત્ર-વિવાહ કરું. જ્ઞાની ૬૬ અર્થ - મૂર્ખ એવા માણસની મતિ એવી હોય છે કે ઘનના ઘણા ભંડાર ભરું. પછી સુંદર ઘર બાંધુ અને ખૂબ ઘામધૂમથી પુત્ર પુત્રી આદિનો વિવાહ કરી સમાજમાં માન મોટાઈ મેળવું. ૬૬ાા.
પછી જો ઘન વઘશે રે કંઈ ઘર્મ-દાન થશે,
કરે જૂઠા મનોરથ રે, અરે! યમ ઝડપી જશે. જ્ઞાની ૬૭ અર્થ :- પછી જો ઘન વઘશે તો કંઈ દાનપુણ્ય કરીશું. એમ જીવ જૂઠા મનોરથ કરે છે. પણ જ્ઞાની પુરુષો કહે છે કે જ્યારે તને જમ આવીને ઝડપી જશે તેની કંઈ ખબર પડશે નહીં. માટે દાનપુણ્ય કરવું હોય તો યથાશક્તિ વર્તમાનમાં જ કરી લે. ભવિષ્યની કલ્પના કરી તેને મૂકી દે નહીં. ૬થી
દાન-શૂરા જનોને રે કરે ચઢ થાક ગઈ.
લક્ષ્મી અતિ અથડાતાં રે જરા નવરી ન થઈ. જ્ઞાની. ૬૮ અર્થ :- લક્ષ્મી તો દાનમાં શુરવીર એવા લોકોના હાથમાં આવીને થાકી ગઈ. તે લક્ષ્મી અનેક જીવોના કામ કાઢતી જુદા જુદા હાથોમાં અથડાતાં જરા પણ નવરી થઈ નહીં, અર્થાત્ અનેક જીવોને તે ઉપયોગી થઈ પડી.
જગતમાં દાનના બીજી રીતે પાંચ પ્રકાર ગણવામાં આવ્યા છે તે આ પ્રમાણે :–અભયદાન, સુપાત્રદાન, અનુકંપાદાન, ઉચિતદાન અને કીર્તિદાન. અભયદાન અને સુપાત્રદાને વિષે કહેવાઈ ગયું છે.
હવે ત્રીજાં અનુકંપાદાન એટલે દીન અને દુઃખી લોકોને પાત્ર અપાત્રનો વિચાર કર્યા વિના માત્ર દયા વડે અન્નાદિક આપવું તે અનુકંપાદાન છે. જેમકે ભગવાન મહાવીરે કૃપા કરી અર્થે દેવદુષ્ય ગરીબ બ્રાહ્મણને આપ્યું હતું.
જગડુશાહનું દ્રષ્ટાંત – જગડુશાહે દુષ્કાળના વખતમાં વિસલરાજાને આઠ હજાર મુંડા, હમીર રાજાને બાર હજાર મુંડા અને દિલ્લીના સુલ્તાનને એકવીશ હજાર મુંડા ઘાન્ય આપ્યું હતું. પોતે તે સમયે એકસો બાર દાનશાળાઓ સ્થાપી હતી. તથા પોતે પણ પરદો રાખીને લોકોને દાન આપતા હતા. એક દિવસ વિસલરાજાએ પોતાના ભાગ્યની પરીક્ષા કરવા સારું પરદા નીચેથી હાથ લંબાવ્યો. તે હાથ જોઈ કોઈ ઉત્તમ પુરુષનો આ હાથ છે એમ ઘારી જગડુશાહે પોતાની મણિજડિત વીંટી આપી. બીજો હાથ ઘર્યો તો તેમાં પણ બીજી એવી જ વીંટી મૂકી દીધી. રાજાએ જગડુશાને રાજમહેલમાં બોલાવી તેમને પ્રણામ કરવાનું નિષેધ કરી હાથી પર બેસાડી માનભેર ઘેર મોકલ્યા. આ ઉપરોક્ત દાન તે અનુકંપાદાન જાણવું.
ચોથું ઉચિતદાન. તેમાં કોઈ દેવગુરુના આગમનની કે નવા કરેલા જિનમંદિરની કે જિનબિંબની વઘામણી આપે તેને જે દાન આપવામાં આવે છે, તે ઉચિતદાન તેમજ પાંચમું કીર્તિદાન.
- કુમારપાળનું દ્રષ્ટાંત :- એકવાર કુમારપાળ રાજાએ દિવિજય મેળવવા ચઢાઈ કરી. બોતેર સામંત રાજાઓએ મશ્કરી કરી કે આ વાણિયા જેવો કુમારપાળ લડાઈમાં શું કરશે? તેમનો અભિપ્રાય જાણી કુમારપાળે સોળમણ સોપારીની ગુણી માર્ગમાં પડી હતી તેને ભાલાના અગ્રભાગ વડે ઊંચી કરી ઉછાળી દીધી. તેમનું આ પરાક્રમ જોઈ ચતુર એવા આમભટ્ટ કાવ્યમાં રાજાની ખૂબ પ્રશંસા કરી. તે સાંભળી રાજાએ જેટલા તે કાવ્યમાં અક્ષર હતા તેટલા ઘોડા તેને દાનમાં આપી દીઘા. તેને કીર્તિદાન માનવું.