________________
૩૬૪
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
ભાણેજ દુર્યોધન તણો ગિરિ પર જતાં ઓળખેં ગયો, મામા હણી ધ્યાને ઊભા ગણી, તે અતિ નિર્દય થયો; તેણે તપાવ્યાં લાલ લોઢાં વિવિઘ ભૂષણના ફૂપે,
પાંચે ય પાંડવને શરીરે જડી કહે : “કેવાં દીપે?” ૪૬ અર્થ - દુર્યોઘનનો ભાણેજ પાલિતાણાના ગિરી ઉપર જતાં પાંડવોને જોઈ ઓળખી ગયો અને વિચારવા લાગ્યો કે મારા મામા દુર્યોધનને યુદ્ધમાં હણીને હવે અહીં ધ્યાનમાં ઊભા છે. પણ તે હવે દિક્ષિત હોવાથી કંઈ કરશે નહીં. માટે તેનો બદલો લઉં, એમ વિચારી તે અતિ નિર્દય પરિણામને પામ્યો.
તેણે લોઢાના વિવિધ આભૂષણો બનાવી અગ્નિમાં ઘમીને લાલચોળ કરી પાંચેય પાંડવોના શરીર ઉપર પહેરાવી દીધા. અને કહેવા લાગ્યો કે જાઓ એ કેવાં દીપે છે અર્થાત્ શોભે છે. I૪૬ાા
મુનિ ઘર્મ, અર્જુન ને ભીમે શ્રેણી ક્ષપકૉપ આગથી બાળી દીઘાં કમ બઘાં; પણ ભાઈ બે શુભ રાગથી શ્રેણિ ઉપશમ માંડી મારી ઉત્તમ વિમાને સુર થયા;
નેમિ પ્રભુ, શૈલેશી પદમાં સ્થિર થઈ શોભી રહ્યા. ૪૭ અર્થ - મુનિ ઘર્મરાજા યુધિષ્ઠિર, અર્જુન અને ભીમ તો તે જ સમયે ક્ષપકશ્રેણીરૂપ આગથી અર્થાત્ શુક્લધ્યાનરૂપ હોળી વડે સર્વ કમોને બાળી ભસ્મીભૂત કરી મુક્તિપુરીએ પહોંચ્યા. પણ નકુલ અને સહદેવ એ બે નાના ભાઈઓને યુધિષ્ઠિર પ્રત્યે મનમાં શુભ રાગ પ્રગટ્યો કે ઘર્મરાજા કોમળ છે તે કેવી રીતે આ સહન કરી શકશે, તેથી તે બેય જણા ઉપશમ શ્રેણી માંડી ત્યાંથી દેહ ત્યજીને ઉત્તમ સર્વાર્થસિદ્ધિ વિમાનમાં દેવરૂપે અવતર્યા. ત્યારે શ્રી નેમિનાથ પ્રભુ શૈલેશીકરણ એટલે પર્વત જેવી અડોલ સ્થિરતા કિરીને ધ્યાનમાં શોભી રહ્યા હતા. //૪થી
અંતિમ માસે યોગ તર્જી આષાઢ શુક્લા સાતમે, શુભ રાતની શરૅઆતમાં પ્રભુ શિવપુર જઈ વિરમે. મુનિ પંચશત તેત્રીસ પ્રભુ સાથે કરે આરાઘના,
તે સર્વ મુનિવર મુક્તિ પામ્યા; ઘન્ય તે બુદ્ધિઘના!૪૮ અર્થ - અંતિમ મહિનામાં અષાઢ સુદી સાતમના દિવસે ભગવંત શ્રી નેમિનાથ મન વચન કાયાના સર્વ યોગને તજી દઈ, શુભ રાત્રિની શરૂઆતમાં મોક્ષનગરે જઈ, શુદ્ધ આત્મસ્વરૂપમાં સ્થિરતા કરીને સર્વકાળને માટે પ્રભુ ત્યાં વિરામ પામી ગયા. પ્રભુની સાથે પંચશત એટલે પાંચસો અને તેત્રીસ મુનિઓએ પણ આરાધના કરેલ. તે સર્વ મુનિવરો મુક્તિને પામ્યા. સમ્યબુદ્ધિના ઘનરૂપ એવા સર્વ મુનિ મહાત્માઓ ઘન્યવાદને પાત્ર છે. ૪૮.
અંતિમ કલ્યાણક કરે ઇન્દ્રાદિ દેવો ભાવથી; ગિરનાર ગિરિ મેરું થકી શોભે વિશેષ પ્રભાવથી. જો જન્મ-કલ્યાણક વડે મેરું ગિરિ મહા તીર્થ છે,
તો જ્ઞાન, તપ, નિર્વાણ ત્રણ કલ્યાણકે ગિરનાર, રે!૪૯ અર્થ :- ભગવાનનું અંતિમ નિર્વાણ કલ્યાણક ઇન્દ્રાદિ દેવોએ ભાવપૂર્વક કર્યું. ગિરનાર ગિરી,