________________
૩૬૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
મારી પ્રતિજ્ઞા સાંભરી, વૈરાગ્યથી આર્યા થઈ,
સંસાર-સુખને છોડતાં, શાંતિ પરમ પામી ગઈ.” ૩૮ અર્થ - પછી દેવલોકથી ચ્યવી સાકેત નગરમાં રાજાને ઘેર હું જન્મી. મોટી થયા પછી મારો સ્વયંવર મંડપ રચાયો. તેમાં જતાં હું જાતિસ્મરણજ્ઞાનને પામી ગઈ. તેથી મારા પૂર્વ જન્મની પ્રતિજ્ઞા સાંભરી આવી અને વૈરાગ્ય પામીને મેં દીક્ષા ગ્રહણ કરી છે. કલ્પિત એવા સંસારસુખને છોડતાં હવે હું આત્માના પરમશાંતિ સુખને પામી છું. //૩૮
સુકમારી આજ્ઞા લઈ સગાંની એકદમ આર્યા થઈ, તપમાં બહુ મન જોડી વનમાં એક દિન પોતે ગઈ; વેશ્યા ફૂપાળી ત્યાં હતી, નર પાંચ તેને વીનવે,
તે દેખી સુકુમારી કરે દુર્ગાન, તેથી આ ભવે- ૩૯ અર્થ - સુકુમારી જે દુર્ગઘથી યુક્ત હતી તેણે ઉપર પ્રમાણે સાંભળીને સગાંની આજ્ઞા લઈ પોતે પણ એકદમ સાધ્વી બની ગઈ. અને તપમાં મન ઘણું જોડી દીધું. પણ એકવાર પોતે વનમાં ગઈ ત્યાં રૂપાળી એવી વસન્તસેના નામની વેશ્યાને દીઠી. જેને પાંચ જણ મોહવશ વીનવી રહ્યા હતા. તે જોઈ સુકુમારી એવી સાથ્વીના મનમાં પણ દુધ્ધન વ્યાપ્યું કે મને દુર્ભાગ્યશાળીને કોઈએ ઈચ્છી નહીં પણ આને તો પાંચ પાંચ જણ વીનવી રહ્યા છે, એવી ભાવનાથી દ્રૌપદીના ભાવમાં સતી હોવા છતાં એના પાંચ પતિ છે એવી લોકવાયકા પ્રસરી. ૩૯
અતિ રૂપ પામી પુણ્યથી, પાળે પતિવ્રત આકરું, પ્રસરી છતાં જન-વાયકા કે પાંચ પતિએ મન હર્યું; વ્રતવંત સુકુમારી મરી થઈ દેવી સોમભૂંતિ તણી,
સુર-આયુ પૂર્ણ થયે થઈ પુત્રી ભારતમાં દ્રુપદની. ૪૦ અર્થ :- ઘણું તપ કરવાથી હવે પુણ્યના પ્રભાવે આ ભવમાં તે અતિ રૂપવાન થઈને દ્રઢ પતિવ્રતને પાળતી હતી. છતાં લોકવાયકા એવી પ્રસરી કે એ તો પાંચ પતિના મનને હરણ કરનારી છે.
વ્રતવંત એવી સુકુમારી જે દુર્ગઘવાળી હતી તે ત્યાંથી મરીને પ્રથમ તો દેવલોકમાં સોમભૂતિની દેવી થઈ. (સોમભૂતિ જે પૂર્વભવમાં એનો પતિ હતો અને ભાવિમાં પણ એ જ એનો પતિ અર્જુન નામે થશે) પછી તે દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરીને ભરતક્ષેત્રમાં દ્રુપદ રાજાની પુત્રી દ્રૌપદીરૂપે અવતરી. ૪૦ના
જ્યાં ઉચ્ચ સ્તંભે ફરતી પેંતળી નાક પર મોતી હતું, તે અર્જુને ગાંડીવચાપે શરવડે વીંથી લીધું; તેથી સ્વયંવર-મંડપે ગઈ દ્રોપદી અર્જુન કને,
મોતી તણી માળા ગળામાં અર્પવા અર્જુનને. ૪૧ અર્થ – ઊંચા થાંભલા ઉપર ફરતી પૂતળીના નાક ઉપર રહેલ મોતીને અને ગાંડીવ ચાપ એટલે ગાંડીવ ઘનુષ્ય ઉપર શર એટલે બાણ ચઢાવીને વીંઘી લીધું. તેથી સ્વયંવર મંડપમાં દ્રૌપદી અર્જુન પાસે તેના ગળામાં મોતીની માળા પહેરાવવા માટે ગઈ. ૪૧ાા