________________
૩૬૬
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
ભગવાન નેમિનાથે દીક્ષા લેતા પહેલા એક વર્ષ વર્ષીદાન આપ્યું. તથા કેવળજ્ઞાન પામ્યા પછી પણ સાતસો વર્ષ સુધી ભવ્યોને આત્મા સંબંધીનું જ્ઞાનદાન આપી, લાખો જીવોનો ઉદ્ધાર કર્યો. તેમ ગૃહસ્થને પણ સંસારના દુઃખોથી છૂટવા માટે દાન એ ઘર્મનો એક પ્રકાર છે. તે વિષેના અનેક પ્રકાર નીચેના પાઠમાં વિસ્તારથી જણાવવામાં આવે છે :
(૩૧)
દાન (મનમંદિર આવો રે કહ્યું એક વાતલડી–એ રાગ)
* જ્ઞાની મહાદાની રે સદાવ્રત જેનું સદા,
એવું સંતથી સુણી રે ગ્રહું રાજ-પાય મુદી.
- જ્ઞાની મહાદાની રે સદાવ્રત એનું સદી. ૧ અર્થ - જ્ઞાની પુરુષો સદા જ્ઞાનદાન આપનાર હોવાથી મહાદાની છે. જ્ઞાનદાન સર્વોપરી છે. જ્ઞાનદાન વડે જ સઘળા દાનોના પ્રકારની જીવને ખબર પડે છે. એના વડે સાચી સમજ આવે છે, હિતાહિતનું ભાન થાય છે, તેમજ વિવેક પ્રગટાવી જીવોને સાચા સુખના માર્ગે વાળનાર એ જ્ઞાન જ છે.
સદાવ્રત એટલે રોજ દીનદુઃખીયાઓને અન્નદાન આપવાનું વ્રત. અથવા જ્યાં રોજ અન્નદાન અપાય છે તે સ્થળ. તેની જેમ જ્ઞાની પુરુષનું જ્ઞાનદાનરૂપ સદાવ્રત હમેશાં ચાલું છે, તે કદી પણ બંધ થતું નથી. છઠ્ઠા આરામાં ભરત કે ઐરાવત ક્ષેત્રોમાં જ્ઞાની નહીં હોવાથી જ્ઞાનદાન આપનાર કોઈ નથી. છતાં તે સમયે પણ મહાવિદેહ ક્ષેત્રમાં તો સદા તીર્થકરોની હાજરી હોવાથી જ્ઞાનીઓના જ્ઞાનદાનનો પ્રવાહ સદા ચાલુ જ હોય છે. એવું પ.પૂ.પ્રભુશ્રીજી જેવા સંતથી સાંભળીને જ્ઞાનીપુરુષ શ્રી રાજપ્રભુના આનંદ આપનાર ચરણકમળનો સદા આશ્રય ગ્રહણ કરું. કેમકે જ્ઞાનદાન આપવાનું જેને સદાવ્રત હોવાથી તે જ મને જ્ઞાન પમાડવા સમર્થ છે. તેના
વચનામૃત પાતા રે, પીતાં સહુ પોષ લહે,
ભવ-દવમાં બળતાં રે બચી પ્રભુ પાસ રહે. જ્ઞાની૨ અર્થ - જ્ઞાની પુરુષ ભવ્યાત્માઓને સદા વચનરૂપ અમૃત પાવીને અમર બનાવે છે. એ જ્ઞાની પુરુષોનું જ્ઞાનદાન છે. તે પીને મુમુક્ષુ પુરુષો પરમ આત્મસંતોષને પામે છે. તે બોઘબળે જીવો સંસારરૂપી દાવાનલમાં ત્રિવિધ તાપથી બળતા બચી જાય છે અને ભાવથી તે હમેશાં પ્રભુની પાસે રહે છે. પ્રત્યેક કાર્યના પ્રારંભમાં તે પુરુષને સંભારવો, સમીપે જ છે.” -શ્રીમદ્ રાજચંદ્ર રા
પ્રેમ-પાયસ પરસે રે વળી ઉત્સાહ-પૅરી,
સત્ત્વશીલની સુખડી રે જમાડતા પેટ ભરી. જ્ઞાની ૩ અર્થ – જ્ઞાની મહાદાની હોવાથી મુમુક્ષુ પુરુષો પ્રત્યે નિઃસ્વાર્થ પ્રેમરૂપ પાયસ એટલે ખીર-દૂઘપાક પીરસે છે. તથા આત્માર્થ સાધવામાં ઉત્સાહરૂપ પૂરીનું દાન કરે છે. તેમજ સતુ એટલે આત્મા અને શીલ એટલે સદાચારનો ઉપદેશ આપવારૂપ સુખડી ખવરાવે છે. એમ આત્મા સંબંધી પુષ્કળ બોઘ આપી ભવ્યોને પેટ ભરી જમાડે છે. “આશ્રમનો પાયો સત્ અને શીલ છે. સત્ એટલે આત્મા અને શીલ એટલે મુખ્યત્વે બ્રહ્મચર્ય.' -ઉપદેશામૃત વા