________________
(૩૧) દાન
૩૭૯
જેમ દરિયો ડોળતાં રે ગુમાવેલ રત્ન જડે,
તેમ નરભવ, ઘન, ઘર્મ રે લહી હજીયે રખડે. જ્ઞાની. ૫૧ અર્થ :- જેમ દરિયો ડોળતા ગુમાવેલ રત્ન પણ જડી જાય છે; તેમ ઉત્તમ મનુષ્યભવમાં ઘન અને ઘર્મનો જોગ પામી પુરુષાર્થ વડે આત્મરત્ન મેળવી શકે છે. પણ જીવ હજી સંસારમાં જ રઝળ્યા કરે છે, એ જ જીવની મૂઢતા છે.
દાન-બુદ્ધિ ન જાગી રે તે નર રત્ન ભરે
કાણી નાવમાં મૂરખ રે, દરિયો કહો કેમ તરે? જ્ઞાની પર અર્થ – ઘનનો યોગ હોવા છતાં પણ જો દાન દેવાની બુદ્ધિ જાગૃત નહીં થઈ તો તે મૂરખ એવો મનુષ્ય કાણી નાવમાં રત્ન ભરવા સમાન કામ કરે છે; તો કહો તે દરિયાને પાર કેમ જઈ શકે, અધવચ્ચે જ બૂડી મરે. કહેવાનું તાત્પર્ય કે ઘનનો સદુઉપયોગ જીવ ન કરે તો તે ઘન બધું અહીં જ પડ્યું રહે; અને પોતે ઘનની મૂર્છાને કારણે સંસાર સમુદ્રમાં બૂડી મરી દુર્ગતિએ ચાલ્યો જાય. પરા
યશ જે આ ભવે દે રે, સુખી પરલોકે કરે,
એવું દાન સુપાત્રે રે કરે ન ઘનિક અરે!- જ્ઞાની પ૩ અર્થ :- દાન કરનાર જીવ આ ભવમાં યશ પામે, તેનો સંગ કરવા લોકો ઇચ્છે અને પરલોકમાં પણ પુણ્યના પ્રભાવે તે સુખી થાય, એવો એ દાનધર્મનો મહિમા છે. તો જે ઘનિક છે તે શું અરે! સુપાત્રે દાન ન કરે? માપવા
ખરે! તે ઘન-રક્ષક રે ખર સમ ભાર ઘરે,
પુત્રાદિનો નોકર રે મરી જશે ખાલી કરે. જ્ઞાની ૫૪ અર્થ - જો સુપાત્રે દાન ન કરે તો ખરેખર! તે ઘનનો માત્ર રક્ષક છે. જેમ પોલીસ બેંક તિજોરીની રક્ષા કરે તેવો છે. અથવા બેંકમાં લાખો રૂપિયાના નાણા ગણનાર ક્લાર્ક જેવો છે. જેમ ગઘેડો ભાર ઉપાડીને ફરે છે તેની જેમ માત્ર ઘનના ભારને ઉપાથિરૂપે તે વહન કરે છે. પોતે તો જાણે પુત્ર સ્ત્રી આદિનો નોકર છે. તેમના અર્થે ઘનની રખવાળી કરી અંતે મરી જઈ ખાલી હાથે અહીંથી દુર્ગતિમાં ચાલ્યો જશે.
કંજૂસ વણિકનું દ્રષ્ટાંત - મહીસુર નામના નગરમાં મોહનદાસ નામનો વણિક ઘણો કંજૂસ હતો. તે દિવસમાં એકવાર જમતો અને આહાર પણ ઘી વિનાનો લૂખો લેતો હતો. તેણે ચોરીના ભયથી દ્રવ્યને જમીનમાં દાટી દીધું હતું. રાત્રે પોતે તે ઘનની ચોકી કરતો. જાડા અને મલિન વસ્ત્રો પહેરતો. ઘરમાં મહેમાન આવે તો તેને ગમે નહીં. આવી ઘનની મૂચ્છના કારણે મારું મારું કરતાં બધું અહીં જ પડી મૂકી મરીને એકેન્દ્રિય પૃથ્વીકાયમાં ઉત્પન્ન થયો. ત્યાંથી ઘણો કાળ સંસારમાં ભટકશે. એમ જ્ઞાની ભગવંતે ઉપદેશમાં જણાવ્યું. -ગૌતમપૃચ્છા (પૃ.૩૩૮) //પ૪ો.
| જિનમંદિર અર્થે રે ગુરુ-દેવ-પૂજા વિષે,
જ્ઞાન-દાને, દુખીને રે આહારાદિ દે હર્ષે- જ્ઞાની ૫૫ અર્થ - જિન મંદિર માટે કે સદૈવ, સદ્ગુરુની પૂજા પ્રભાવના અર્થે કે જ્ઞાનદાનમાં કે દુઃખી જીવોને આહારાદિ આપવામાં હર્ષપૂર્વક જે ઘન વપરાય તે જ કાર્યકારી છે; અન્યથા માત્ર ઉપાધિરૂપ છે.