________________
પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૧
૩૪૪
જીતનાર જિન છે, તેથી જન્મથી જ તે ત્યાગી જેવા છે એમ તું માની છે, તેમને રાજ્ય કરવાની ઇચ્છા બિલકુલ છે નહીં. ત્યારે શ્રી કૃષ્ણ કહે કે શ્રી ઋષભદેવ આદિ જિનેશ્વરે પણ રાજ્યને ભોગવીને પછી દીક્ષા લીધી છે. ઉત્ત૨માં બળરામ કહે કે આ જિનેશ્વર તો પરણ્યા વગર જ દીક્ષા લેશે. ।।૨૪।।
શ્રી કૃષ્ણ યાગે તોય કન્યા ઉગ્રસેનની રૂપવતી, જે જસમતીનો જીવ સુર થઈ પછી થયો રાજીમતી. પૂર્વભવના પ્રેમથી અતિ રાğમી રાજી થઈ, વરને વરાવા જાન પણ તૈયારી તુર્ત કરી ગઈ. ૨૫
અર્થ :— તો પણ શ્રી કૃષ્ણ શ્રી નેમિનાથને પરણાવવા માટે ઉગ્રસેન રાજાની રૂપવતી કન્યાની માગણી કરે છે. જે પૂર્વભવમાં જસમતીનો જીવ પાંચ અનુત્તર વિમાનમાંના જયંત વિમાનમાંથી ચ્યવીને હવે તે રાજીમતી નામે ઉગ્રસેનની પુત્રી રૂપે જન્મેલ છે.
શ્રી નેમિનાથ સાથે લગ્નની વાત જાણીને પૂર્વભવના પ્રેમને કારણે રાજીમતિ અતિ આનંદ પામી. તથા શ્રી નેમિનાથને વર બનાવી વરાવા માટે જાનની તૈયારી પણ તુર્ત થઈ ગઈ. ।।૨૫।।
ઘેરી પશુગણ માર્ગમાં બેઠા દીઠા રક્ષક-ગણો,
તે દેખી પ્રભુ પૂછે : ‘“અરે ! શો વાંક આ પશુઓ તણો ?’’
ત્યાં વિનય કરી રક્ષક કહે : “યાદવ અભક્ષ્ય જમે નહીં; પણ જાનમાં ભીલરાજ આવ્યા, માંસભક્ષી તે સહી.' ૨૬
અર્થ :– જાન જાતાં રસ્તામાં પશુના સમૂહોને ઘેરીને તેના રક્ષકોને બેઠેલા દીઠા. તે જોઈને પ્રભુ પુછવા લાગ્યા કે અરે! આ પશુઓનો શો વાંક છે કે એને પકડીને લાવ્યા છો? ત્યાં વિનયપૂર્વક રક્ષકે જવાબ આપ્યો કે સાહેબ યાદવો તો અભક્ષ્ય ભોજન જમતા નથી પણ જાનમાં ભીલના રાજાઓ પણ આવ્યા છે, તે માંસભક્ષી છે. તેના ભોજન માટે આ પશુઓને આણ્યા છે. ।।૨૬ા
કેવળ કરુણામૂર્તિ નેમિ-હ્રદય થરથર પિયું, છોડાવી મૂકી સર્વ પશુ, મન ભવ-દુખોમાં પ્રેરિયું ઃ “આશ્ચર્ય કે વિસ્તીર્ણ રાજ્યાદિ ચહે પ્રાણી છતાં,
હિંસા કરી નિર્દોષ પશુની, દુર્ગતિ-પથ પર જતાં. ૨૭
અર્થ :– કેવળ કરુણામૂર્તિ એવા શ્રી નેમિનાથ પ્રભુનું હૃદય આ સાંભળીને થરથર કંપી ઊઠ્યું અને તુરંત તે સર્વ પશુઓને છોડાવી મૂક્યા, અને પોતાનું મન હવે આવા તિર્યંચાદિ ચાર ગતિરૂપ સંસારના દુઃખો વિચારવામાં પ્રેરાઈ ગયું. ભગવાન ચિંતવવા લાગ્યા કે અહો! આશ્ચર્ય છે કે પોતાની પાસે રાજ્યાદિ કે સંપત્તિ હોવા છતાં પણ જીવ તેને વિસ્તારવા ઇચ્છે છે. વળી તે રાજ્યવૃદ્ધિ માટે ભીલ રાજાઓને પણ રંજિત કરવા નિર્દોષ પ્રાણીની હિંસા કરતાં પણ તેને વિચાર આવતો નથી અને તેમ કરી પોતાના આત્માને પણ દુર્ગતિના માર્ગ ઉપર ચઢાવી દે છે. ।।૨૭।।
વિષયો વિષે આસક્ત બીને ભવ વિષે બહુ હું ભમ્યો, નરભવ મળ્યો તોયે ન તેથી છૂટીને જૈવ વિરમ્યો;