________________
(૨૯) શ્રી નેમિનાથ પ્રભુ ભાગ-૨
૩૪૩
લાગ્યા. તે જોઈને સર્વે લોકો નેમિનાથના બળ વડે હર્ષિત થયા. ગિરનાર ઉપર જળક્રીડા કરવા એક દિવસ યાદવો ગયા. ત્યાં નિષ્કામ ભાવથી કરેલી શ્રી નેમિનાથની ક્રીડા જોઈને સર્વે રાજી થયા. ૨૦ાા
નિજ ઘોતિયું ઘોવા પ્રભુ જાંબુવતીને સુચવે, કે તે કહે ગર્વે ભરી “મુજ પતિ ફણી-શયા સ્વે; વળી પંચમુખ શંખે ધ્વનિ ઘનગર્જના સમ જે કરે,
જે શાર્ગ નામ ઘનુષ્ય દેવી એક હાથે ઉદ્ધરે, ૨૧ અર્થ :- શ્રી નેમિનાથે સ્નાન કર્યા પછી પોતાનું ધોતિયું ધોવા માટે શ્રી કૃષ્ણની સ્ત્રી જાંબુવતીને સૂચન કર્યું. તે સાંભળી ગર્વથી બોલી કે મારા પતિ શ્રી કૃષ્ણ નાગની શય્યા ઉપર સૂવે છે અને વળી પાંચ મુખવાળા શંખથી વાદળા જેવી ઘોર ગર્જનાનો ધ્વનિ પ્રસરાવી દે છે, તેમજ જે શાહુર્ગ નામના દૈવી ઘનુષ્યને એક હાથે ઉપાડી લે એવા છે, તે તમે જાણો છો. ૨૧
તોપણ કદી નથી તેમણે આજ્ઞા કરી આવી મને; દિયેર થઈ મુજને કહ્યું તે છાજતું નથી આપને.” ભગવાન કહે: “તારો પતિ અદ્ભુત પુરુષાર્થી લવે,
આણી દયા, ના અન્ય નિજ બલ જ્યાં સુધી કેં દાખવે.” ૨૨ અર્થ - તો પણ મારા પતિ શ્રી કૃષ્ણ આવી આજ્ઞા ઘોતીયું ઘોવા જેવી મને કદી કરી નથી, અને તમે દિયર થઈને મને ઘોતીયું ઘોવા કહ્યું તે આપને છાજતું નથી. જવાબમાં શ્રી નેમિનાથે કહ્યું કે તારો પતિ બળવાન અદ્ભુત પુરુષાર્થી કહેવાય છે પણ તે તો જ્યાં સુધી દયા લાવીને બીજા પોતાનું બળ કોઈ બતાવતા નથી ત્યાં સુધી જ સમજવું. રરા
કહીં એમ પ્રાસાદે જઈ લઈ શંખ શસ્ત્રાગારથી, તે નાગ શય્યા પર સેંતા ને શંખ ફૂંક્યો નાકથી કે કૃષ્ણ આદિક ક્ષોભ પામી શસ્ત્ર-શાળામાં ગયા;
તેવું પરાક્રમ નેમિનિનું જોઈ સૌ હર્ષિત થયા. ૨૩ અર્થ - એમ કહીને શ્રી નેમિનાથ, પ્રાસાદ એટલે મહેલમાં જઈ શસ્ત્રાગાર એટલે આયુઘશાળામાંથી શંખ લઈને નાગ-શપ્યા ઉપર સૂતા, અને તે શંખને મોંઢેથી નહીં પણ નાકથી જ ફંક્યો.
તેનો અવાજ સાંભળીને શ્રી કૃષ્ણ આદિ ક્ષોભ પામી ગયા અને તુરન્ત શસ્ત્રશાળામાં આવ્યા. ત્યાં આ શંખ ફૂંકવાનું પરાક્રમ શ્રી નેમિનાથનું જ છે એમ જાણીને સૌ હર્ષ પામ્યા. ર૩યા
શંકા કરે શ્રી કૃષ્ણ કે “એ રાજ્ય મારું પડાવી લે?” બળરામ મન-સાંત્વન કરેઃ “જિન જન્મત્યાગી માની લે.” “પણ ત્રઋષભદેવાદિ જિનેશ્વર રાજ્ય-ભોગ કરી ગયા-”
બળરામ દે ઉત્તર: “પ્રભુ દીક્ષિત થશે અણ-પરણિયા.” ૨૪ અર્થ:- પણ શ્રી કૃષ્ણ શંકા કરવા લાગ્યા કે આ નેમિનાથ મારાથી વિશેષ બળવાન છે માટે મારું રાજ્ય પડાવી લેશે. ત્યારે શ્રી બળરામ તેમના મનને સાંત્વના આપે છે કે શ્રી નેમિનાથ એ તો રાગદ્વેષને