________________
(૨૯)શ્રી નેમિનાથ પ્રભુ ભાગ-૨
૩૫ ૧
પોતાના સ્વભાવમાં રહે છે, ત્યાં નવીન કર્મનો આસ્રવ તથા તેથી થતો બંઘ રોકાઈ જાય છે અને જુના બાંધેલા કર્મ પણ સમયે સમયે બળીને ભસ્મ થાય છે. ૪૮.
શુદ્ધ સ્વભાવે બે ઘડી લગ ઑવ રહે તલ્લીન જો, ઘનઘાત ચારે કર્મ જાતાં, થાય કેવળજ્ઞાન તો; પછી યત્ન વિના સર્વ કર્મો જાય, મોક્ષ વરાય, રે!
સુણતાં ય શિવ-સુખ-હર્ષ ઊપજે ઘન્ય ભાગ્ય ગણાય છે. ૪૯ અર્થ - પોતાના શુદ્ધ આત્મસ્વભાવમાં જો જીવ બે ઘડી એટલે અડતાલીસ મિનિટ સુઘી તલ્લીન રહે તો ચારે ઘનઘાતી એવા જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાયકર્મનો ક્ષય થઈ જીવને કેવળજ્ઞાન ઉપજે, અને પછી પ્રયત્ન કર્યા વિના જ આપોઆપ અઘાતી એવા નામ, ગોત્ર, આયુષ્ય અને વેદનીય કર્મનો નાશ થઈ જીવને શાશ્વત સુખરૂપ એવા મોક્ષની પ્રાપ્તિ થાય છે. તે મોક્ષના પરમસુખને સાંભળતા જ મનમાં હર્ષ ઊપજે છે તો જેને એની પ્રાપ્તિ થાય તે તો ઘન્ય એવો ભાગ્યશાળી પુરુષ જ ગણવા યોગ્ય છે. ૪૯ો.
જીવાદિ આ તત્ત્વો તણી શ્રદ્ધા કરો, સમકિત તે, ને જ્ઞાન સમ્યક તત્ત્વ સમયે, આ સનાતન રીત છે; તે સહિત તજતાં અશુભ વર્તન, રત્નફૅપ અનુભવ ગણ્યો;
ભેદરૃપ આ રત્નત્રયી પણ મોક્ષમાર્ગ ભલો ભણ્યો. ૫૦ અર્થ:- જીવ, અજીવ, આસ્રવ, સંવર, બંધ, મોક્ષ, નિર્જરા આદિ આ તત્ત્વોની તમે શ્રદ્ધા કરો એ જ સમકિત છે. તથા ભગવાને કહેલા સમ્યક તત્ત્વને યથાર્થ સમજવું તેને ભગવંતે સમ્યજ્ઞાન કહ્યું છે. આજ સનાતન એટલે અનાદિકાળની ચાલી આવતી રીત છે.
જે સમ્યજ્ઞાન સહિત અશુભ વર્તનને તજી દઈ શુદ્ધ ભાવના લક્ષે શુભ વર્તન આચરે છે, તેને સમ્યગ્યારિત્ર ભગવંતે કહ્યું છે. આ ત્રણેયને રત્નસમાન ગણીને રત્નત્રયની ઉપમા આપી છે. આ રત્નત્રયની એકતા સહિત આત્મ અનુભવને સાચો અનુભવ ગણ્યો છે. ભગવાનના ઉપદેશને જાણવો, શ્રદ્ધવો અને તે પ્રમાણે વર્તવું એવા ભેદરૂપ સમ્યક્દર્શનજ્ઞાનચારિત્રને પણ મોક્ષમાર્ગ પામવા માટે ભલો અર્થાત્ કલ્યાણકારક ગણવામાં આવેલ છે. ૫૦ના
રત્નત્રયી કહીં અભેદ ત્યાં છે શુદ્ધ ભાવની મુખ્યતા, આરાઘતાં ઉત્કૃષ્ટતાથી તે જ ભવમાં મુક્તતા; આરાઘના મધ્યમ કરી જીંવ મોક્ષ ત્રણ ભવમાં ય લે;
પણ ભેદ રત્નત્રય વિષે શુભ ભાવ મુખે સ્વર્ગ દે; ૫૧ અર્થ - જ્યાં સમ્યક્દર્શનજ્ઞાનચારિત્રની અભેદતા કહી છે ત્યાં તો આત્માના શુદ્ધભાવની જ મુખ્યતા છે, અર્થાત્ આત્માની શ્રદ્ધા, આત્માનું જ જ્ઞાન અને આત્મામાં જ જ્યાં રમણતા છે તે નિશ્ચય રત્નત્રયી છે. તેને ઉત્કૃષ્ટભાવે આરાઘવાથી તે જ ભવમાં જીવ મોક્ષને પામે છે. તેની મધ્યમ રીતે આરાધના કરે તો ત્રણ ભવમાં પણ જીવ મોક્ષને મેળવી શકે છે. પણ ભેદ રત્નત્રયમાં મુખ્ય શુભભાવ હોવાથી તે સ્વર્ગને આપનાર થાય છે. આપણા