________________
૩૫૨
પ્રાવધ-વિવેચન ભાગ-૧
તે પણ ગણી આરાધના અતિ મંદ ભાવે જો ટકે, તો સાત સુરના, આઠ નરના ભવ ક૨ી શિવ જઈ શકે.’’ પ્રભુવાર્ણીથી સમકિત પામ્યા સુર, નર, પશુ તે સ્થળે, વ્રત હો પશુ ને માનવી, મુનિમાર્ગમાં વીર નર ભળે. ૫૨
અર્થ :– ભેદ રત્નત્રયને પણ આરાધનાની કોટીમાં જ ગણેલ છે. જો મંદભાવે પણ તે આરાધના
-
ટકી રહે તો સાત ભવ દેવના અને આઠ ભવ મનુષ્યના કરીને તે જીવ મોક્ષને પામી શકે છે.
શ્રી નેમિનાથ પ્રભુની આવી દિવ્ય વાણી સાંભળીને ઘણા દેવ, મનુષ્ય અને પશુઓ પણ તે સ્થળે સમકિતને પામ્યા. તેમાં પશુઓ અને માનવીઓએ શ્રાવકના વ્રત ગ્રહણ કર્યા અને જે મનુષ્યો શુરવીર હતા તેમણે તો મુનિધર્મ અંગીકાર કરીને પોતાનું જાવન ધન્ય બનાવી દીધું. પરા
(૩૦)
શ્રી નેમિનાથ પ્રભુ
ભાગ - ૩
(હરિગીત)
*
શ્રી કૃષ્ણ વાસુદેવ સુણી હર્ષ ઘરી મધુરી ધ્વનિ, પૂછે વિનય કરી પૂર્વ ભવ નિજ ત્યાં કહે કરુણા-ઘણી :
“છે હસ્તિપુર આ ભરતમાં ને શ્વેતવાહન શેઠ જ્યાં, બંઘુમતી શેઠાણી-ખોળે શંખ પુત્ર સુાય ત્યાં. ૧
અર્થ :— શ્રી નેમિનાથ ભગવાનની મીઠી વાણી સાંભળીને શ્રી કૃષ્ણ વાસુદેવ ઘણા હર્ષિત થયા
=
અને વિનયપૂર્વક પોતાના પૂર્વભવનું વૃત્તાંત પૂછવા લાગ્યા. તે વિષે કરુણા ઘણી ભગવાન નેમિનાથ કહેવા લાગ્યા કે :— આ ભરતક્ષેત્રમાં હસ્તિપુર નગરમાં શ્વેતવાહન નામનો શેઠ તથા બંધુમતી નામની શેઠાણીના કુર્ખ શંખ નામનો પુત્ર થયો. (તે આ ભવમાં તમારો ભાઈ બળરામ થયેલ છે.) ।।૧।।
નંદીયશા રાણી અને નૃપ ગંગ હસ્તિપુરમાં, કો પૂર્વભવનો વૈરી પીડે સાતમો શિશુ ગર્ભમાં; નૃપને થઈ અણમાનીતી તેથી તજે શિશુ જન્મતાં, ધાયમાતા રૈવતી ઉછેરતી એકાન્તમાં. ૨
પણ થાયમાતા
અર્થ :— તે જ હસ્તિપુર નગરમાં ગેંગ નામે રાજા અને નંદીયશા નામે રાણી છે. કોઈ પૂર્વભવનો વૈરી સાતમા ગર્ભરૂપે તેમને કૂખે આવવાથી તે રાજાને અણમાનીતી થઈ. જેથી માતાએ બાળકનો જન્મ થતાં જ તેને તજી દીધો; પણ ધાવમાતા રેવતી એકાન્તમાં તેને ઉછેરવા લાગી. (તેનું નામ ન પાડવાથી તે નિનમિક કહેવાયો. તે આ તમારો જ જીવ છે એમ શ્રી કૃષ્ણને ભગવંતે કહ્યું.) IRI