________________
(૨૯) શ્રી નેમિનાથ પ્રભુ ભાગ-૧
૩૩૭
ત્યાં રાય વૈરાગ્યે વદે : “રે! આમ સૌને ચાલવું માથે મરણ નૃપ-રાંકને નિરાંતથી શું હાલવું? ઉપચાર બીજા સૌ જૂઠા, નહિ જન્મ-મરણો તે હરે,
સઘર્મ માત્ર ઉપાસતાં જીંવ, શિવપદ સહજે વરે.”૫૧ અર્થ - ત્યાં તો રાજા વૈરાગ્ય પામી બોલવા લાગ્યા કે –અરે! આમ આપણા બધાને એક દિવસ બધું મૂકીને ચાલ્યા જવાનું છે. રાજા હો કે રંક હો, સહુને માથે આ મરણ તાકીને જ ઊભું છે, ત્યાં નિરાંતથી ભોગોમાં શું હાલવું અર્થાત્ શું આનંદ માનવો.
સુખ પ્રાપ્ત કરવાના બીજા બધાં ઉપાયો જૂઠા છે. તે જન્મજરામરણના દુઃખને નિવારવા સમર્થ નથી. માત્ર એક સઘર્મ જ શરણરૂપ છે કે જેની ઉપાસના કરતાં જીવ મોક્ષપદને સહેજે પામે છે. ૫૧|
વળી કુડપુરથી કેવળી મુનિ સિંહપુર આવ્યા સુણી, યુવરાજને દઈ રાજ્ય નૃપ આદિ ઘરે દીક્ષા ગુણી. પછી આરણે સુર ઊપજે ચારિત્ર પાળી નિર્મળું,
ને દેવભવ પૂરો કરી તે ભરત શોભાવે ભલું. પર અર્થ :- કુડપુરમાં રહેલ કેવળી ભગવંતને સિંહપુરમાં આવ્યા જાણી અપરાજીત રાજાએ પોતાની પટરાણી પ્રીતિમતિથી ઉત્પન્ન થયેલ પા નામના યુવરાજ પુત્રને રાજ્ય આપી પોતે દીક્ષા ગ્રહણ કરી. સાથે પ્રીતિમતિ તથા પૂર્વભવના ભાઈ જે અહીં સૂર અને સોમરૂપે અવતર્યા હતા તેણે તથા વિમળબોઘ મંત્રીએ પણ ભગવતી દીક્ષાને અંગીકાર કરી. બઘાએ તપસ્યા કરી નિર્મળ ચારિત્ર પાળીને આરણ નામના અગ્યારમાં દેવલોકમાં પરસ્પર પ્રીતિવાળા ઇન્દ્રના સામાનિક દેવતા થયા. પછી દેવલોકનું આયુષ્ય પૂરું થયે જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં જન્મી તેને શોભાવવા લાગ્યા. //પરા
(૨૯) શ્રી નેમિનાથ પ્રભુ
ભાગ - ૨ (હરિગીત)
વળ હસ્તિનાપુરે શ્રીષેણ નૃપાળ-કુળ અવતરે, | ઘરી નામ શંખકુમાર અપરાજિત-જીંવ જન-મન હરે, તે મંત્ર-પુત્ર મતિપ્રભ સહ ભર્ણ ગણી સુખ ભોગવે;
શત્રુ-ઉપદ્રવ ટાળવા શૂર શંખ નૃપને વીનવે. ૧ અર્થ :- જંબદ્વીપના ભરતક્ષેત્રમાં હસ્તિનાપુર નામનું નગર છે. તેમના કુળમાં અગ્યારમા દેવલોકથી ચ્યવીને પૂર્વભવનો અપરાજિત નામનો જીવ અવતર્યો. તેનું અહીં શંખકુમાર નામ રાખવામાં આવ્યું. તે લોકોના મનને હરણ કરનાર થયો. તથા પૂર્વભવમાં વિમળબોઘ મંત્રીનો જીવ પણ અગ્યારમાં દેવલોકથી