________________
(૨૮) શ્રી નેમિનાથ પ્રભુ ભાગ-૧
૩૩ ૫
હવે કંડપુરી નામના ઉદ્યાનમાં કેવળીમુનિને દેશના આપતા જોઈ તેમના દર્શન કરીને ખૂબ આનંદિત થયા. તેથી ભગવંતની ભાવપૂર્વક અપરાજિત કુંવર નીચે પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા. ૪૩ણા
“વિદેશ-વાસ ફળ્યો, પ્રભુ, તુમ દર્શનાનંદે ભલો, ભવ સફળ આપ સમાગમે, મુજ એક અરજી સાંભળોઃ હું ભવ્ય છું કે ભવ્ય નથ? મિથ્યામતિ કે સમકિતી?”
તો કેવળી કહે: “ભવ્ય છો, સમકિત ને બહુ ભવ નથી. ૪૪ અર્થ - હે પ્રભુ! મારો આ વિદેશમાં વાસ આજે આપના દર્શનનો લાભ મળતા ફળવાન થઈ ગયો તથા આપના સમાગમે મારો આ મનુષ્યભવ પણ સફળ થયો. હવે હે પ્રભુ! મારી એક અરજી સાંભળો કે હું ભવ્ય છું કે અભવ્ય છું? મિથ્યાત્વી છું કે સમકિતી છું. ત્યારે કેવળી પ્રભુએ જવાબમાં કહ્યું કે તમે ભવ્ય છો અને સમકિતી છો તથા મોક્ષનગરે જવામાં હવે તમને બહુ ભવ પણ બાકી નથી. II૪૪
ભવ પાંચમે બાવીસમો અરિહંત ભરતે તું થશે, તુજ મિત્ર આ ગણઘર થશે;” સુણી બેઉનાં ઉર ઉલ્લશે. તે નિકટના નગરે ગયા, જ્યાં સ્વયંવર રચના હતી,
ત્યાં રત્નપતીનો જીવ જાણો નૃપસુતા પ્રીતિમતી. ૪૫ અર્થ - અપરાજીતને ઉદ્દેશી કેવળી ભગવંતે કહ્યું કે આજથી પાંચમે ભવે તું ભરતક્ષેત્રમાં બાવીસમો અરિહંત થઈશ અને આ તારો મિત્ર વિમળબોઘ તે ગણધર પદવીને પામશે. એમ સાંભળી બેઉના હૃદય ખૂબ ઉલ્લાસભાવને પામ્યા. હવે ત્યાંથી પાસે રહેલ નગરમાં જ્યાં સ્વયંવરની રચના થઈ હતી ત્યાં બેઉ જણ ગયા. પૂર્વભવમાં રનવતીનો જીવ જે સ્વર્ગમાંથી ઍવી રાજા જિતશત્રુની પુત્રી પ્રીતીમતિ નામે થયો હતો, તેનો જ આ સ્વયંવર હતો. ૪પા.
તેણે પ્રતિજ્ઞા એ કરી છે : “વર વરું જીંતનાર જે; નહિ તો કુમારી હું રહું, કદી ના ચહું ભરતારને.” વરવા ઘણા સુકુમાર વિદ્યાવંત આવ્યા હોંસથી,
પણ કુંવરીના પ્રશ્નનો ઉત્તર હજી મળતો નથી. ૪૬ અર્થ :- પ્રીતીમતિએ એવી પ્રતિજ્ઞા કરી કે મને જે જીતે તેને જ હું વરુ; નહીં તો જીવનભર કુમારી જ રહીશ, કદી ભરતારને ઇચ્છીશ નહીં. ત્યાં સ્વયંવરમાં ઘણા વિદ્યાવંત સુકુમારો હોંસથી તેને વરવા માટે આવ્યા પણ કુંવરીએ પૂછેલ પ્રશ્નનો ઉત્તર હજુ સુધી કોઈ આપી શક્યું નહીં ૪૬.
અપરાજિત ઊઠીને હવે દે ઉત્તરો સૌ સહજમાં : પ્રશ્નોત્તરો સાથે કહ્યું, લ્યો એક શબ્દ સમજમાં; કર ઉપર “રક્ષા” બાંધતા તો બાળને મન ભાવતી,
યોગી-શરીરે શોભતી “રક્ષા” વિરાગ બતાવતી.”૪૭ અર્થ :- અપરાજિત કુંવર જે ભગવાન નેમિનાથનો જીવ છે તે ઊઠીને સહજમાં સર્વના ઉત્તરો આપવા લાગ્યો. વળી કહ્યું કે સર્વ પ્રશ્નના ઉત્તરો એક શબ્દમાં સાથે કહું છું તે તમો સમજમાં લો.
હાથ ઉપર “રક્ષા' એટલે રાખડી બાંઘતા તે બાળકને મન ભાવે છે અર્થાત ગમે છે અને “રક્ષા”નો