________________
(૨૮) શ્રી નેમિનાથ પ્રભુ ભાગ-૧
૩૩૩
કરી કુસુમવૃષ્ટિ ચિત્રગતિ પર દેવલોકે તે ગયો,
ને રત્નવતી આદિ ઘણાંને હર્ષ આશ્ચર્યે થયો. ૩૬ અર્થ :- સુમિત્રનો જીવ જે હવે દેવ થયો છે તે પણ અવધિજ્ઞાનથી જાણીને સિદ્ધાયતનમાં યાત્રા કરવા આવ્યો. ત્યાં ચિત્રગતિને ખૂબ ભાવપૂર્વક ચૈત્યવંદન કરતો જોઈ સુમિત્ર દેવના મનમાં ઘણો આનંદ થયો. તેથી ચિત્રગતિના ઉપર ફૂલોની વૃષ્ટિ કરીને પછી દેવલોકમાં ગયો. આ દ્રશ્ય જોઈને રત્નવતી આદિ ઘણાને સહર્ષ આશ્ચર્ય ઊપજ્યુ. ૩૬ાા
ત્યાં ચિત્રગતિ ને રત્નવતનો લગ્ન-ઉત્સવ ઊજવ્યો, પછી ચિત્રગતિને ભૂપ કરી મુનિભૂપ તે પિતા થયો ન્યાયનતિથી ચિત્રગતિએ સંત, જનગણ સુખ કર્યા,
કુમાર બે પરરાજ્યમાં નિજ તાત મરતાં લડી મર્યા- ૩૭ અર્થ :- હવે ચિત્રગતિ અને રત્નપતીનો લગ્ન ઉત્સવ ઊજવીને પિતા શૂર ચક્રવર્તીએ પોતાના પુત્ર આ ચિત્રગતિને રાજ્ય સોંપી પોતે મુનિઓમાં રાજા જેવા થયા. ન્યાયનીતિથી ચિત્રગતિએ રાજ્યનું પાલન કરી સંતપુરુષો અને પ્રજાજનોને ખૂબ સુખી કર્યા. એક દિવસે પરરાજ્યમાં પોતાના પિતાનું મરણ થતાં બે કુમારો રાજ્ય માટે લડીને મરી ગયા. [૩ળા
તે સંણતાં સંસ્કાર નપતિ ચિત્રગતિ પણ ચિંતવે : “સામ્રાજ્ય છોડી ચક્રવર્તી એક આત્મા સાચવે; ના વિષય-વિષચુત ભોગમાં લવ આત્મસુખ-અમ સંભવે,
હું નૃપ થયો બહુ વાર તોયે ના ઘરાયો આ ભવે.”૩૮ અર્થ :- સાંભળીને રાજા ચિત્રગતિ સંસ્કારી હોવાથી ચિંતવવા લાગ્યા કે અહો! પોતાનું છે ખંડનું મોટું સામ્રાજ્ય છોડીને ચક્રવર્તી પણ પોતાના એક આત્માને સાચવે છે. પણ અઘમ એવો હું વિષયરૂપ વિષથી યુક્ત એવા ભોગમાં લવ માત્ર પણ આત્મસુખરૂપી અમૃતનો સંભવ જોતો નથી છતાં; તેમજ રાજ્યસુખને અનેકવાર ભોગવ્યા છતાં પણ આ ભવમાં હું હજી ઘરાતો નથી એ જ મારી વિવેકની ખામી જણાય છે. (૩૮
તે જીર્ણ તૃણ સમ રાજ્ય તર્જી નિજ સંતને સોંપી ગયો, દમઘર સૅરિ પાસે લઈ દીક્ષા મુનિવર તે થયો; દીક્ષા લઈને રત્નવત આદિ તપોઘન બહુ થયાં,
પાદોપગમ અનશન કરીને સ્વર્ગ ચોથે સૌ ગયાં. ૩૯ અર્થ:- ઉપર પ્રમાણે વિચારી રાજ્યને જીર્ણ તણખલા સમાન ગણીને, પોતાના પુત્ર પુરંદરને તે સોંપી દઈ, દમધર નામના આચાર્ય પાસે જઈને દીક્ષા ગ્રહણ કરી પોતે મુનિ બની ગયા.
રત્નવતી સાથે ચિત્રગતિના બે ભાઈ મનોગતિ અને ચપલગતિ જે પૂર્વભવમાં પણ ઘનદેવ અને ઘનદત્ત નામે બંધુ હતા. તેમણે પણ દીક્ષા અંગીકાર કરી અને તપ તપવા લાગ્યા. અંતે પાદોગમન એટલે પોતાની સેવા પોતે પણ નહીં કરે એવું અનશન વ્રત સ્વીકારીને દેહત્યાગી સર્વે ચોથા માહેન્દ્ર નામના દેવલોકમાં દેવતા તરીકે ઉત્પન્ન થયા. ૩૯ો.