________________
પ્રાવધ-વિવેચન ભાગ-૧
૩૩૨
અધર્મમાં દિવસો વ્યતીત થયા તે હવે પાછા ક્યાંથી મળી શકે? જો પિતાની સાથે જ દીક્ષા લઈ ધર્મની
આરાધના કરી હોત તો આજે મોક્ષ દૂર હોત નહીં. આ સંસારમાં કોની ભિંગની એટલે કોની બહેન? આ બધા સંબંધો આ ભવ પૂરતા જ છે. બીજા કુટુંબાદિ પણ સર્વ કોણ છે ? ઋણાનુબંધે આવી મળ્યા છે; સર્વ જવાના છે. વળી આ દેહમાં પણ કોઈ સારભૂતતા જણાતી નથી. તે પણ મળમૂત્રની જ ખાણ છે. એમ વૈરાગ્યભાવમાં તેનું મન નિમગ્ન થઈ ગયું. II૩૨)
શ્રી સુજસ કેવી પાસ લઈ દીક્ષા સુમિત્ર મુનિ બર્ન, નવ પૂર્વ ભણી, આશા લઈ એકાર્કો વિચરતા વને; ત્યાં પદ્મકુંવર વેર સ્મરીને ભાઈને બાણે હણે, નિર્વૈર બુદ્ધિ રાખી મુનિ સમતાર્થી કર્મ ખપે ગણે. ૩૩
અર્થ :– ઉપ૨ોક્ત સુવિચારે સુમિત્રરાજા શ્રી સુજસ નામના કેવળી ભગવંત પાસે જઈને મુનિ બની ગયા. નવ પૂર્વ સુથી ભણી શ્રી ગુરુની આજ્ઞા લઈ એકલા જ વનમાં વિચરવા લાગ્યા. એકવાર મુનિ કાયોત્સર્ગ ધ્યાનમાં ઊભા છે ત્યાં અપરમાતાનો પુત્ર પદ્મ આવી ચઢ્યો. તેણે પૂર્વના વેરનું સ્મરણ કરીને ભાઈને બાણથી હણ્યા છતાં મુનિ તો તેના પ્રત્યે નિવૅર બુદ્ધિ રાખી, કર્મ ખપાવવામાં તેને ઉપકારી માની, સમતાને જ સારભૂત માનવા લાગ્યા. ॥૩૩॥
આહાર-ત્યાગ તણી પ્રતિજ્ઞા જીંવન લીની લે મુનિ; શુભ ભાવથી મરી, પાંચમે સ્વર્ગે થયા સુર-સુખ-ઘણી. ને નાગ રાત્રે પદ્મને ડસતાં દુખી થઈ મરી ગયો,
રે! સાતમી નરકે ભયાનક દુઃખભોકતા તે થયો. ૩૪
અર્થ = - સુમિત્ર મુનિ મૃત્યુને સમીપ જાણી સર્વ પ્રકારના આહાર ત્યાગની પ્રતિજ્ઞા જીવન પર્યંત લઈ, શુભ ભાવથી સમાધિમરણ કરી પાંચમા બ્રહ્મદેવલોકમાં ઇન્દ્રના સામાનિક દેવપણે ઉત્પન્ન થયા. ત્યાં ઉત્તમ દેવતાઈ રિદ્ધિને પામી સુખી થયા. તે જ રાત્રે પદ્મકુંવરને નાગ ડસવાથી તે દુઃખી થઈ મરી ગયો અને સાતમી નરકના ભયંકર દુઃખોને તે ભોગવનારો થયો. ।।૩૪।।
સુમિત્ર ઋષિનું મરણ સુીને ચિત્રગતિ દિલગીર થયો, સિન્દ્રાયતનની સુખદ યાત્રા કાજ નિજ જન સહ ગયો; વિદ્યાઘરો બહુ દેશથી યાત્રા વિષે આવ્યા ગણી, ત્યાં રત્નવીનો તાત પૂજા યોજતો વિધિથી ઘણી. ૩૫
અર્થ :– સુમિત્રમુનિનું તેના ભાઈ પદ્મના હાથે મરણ થયું એમ સાંભળીને ચિત્રગતિના મનમાં ઘણું દુ:ખ થયું. તેથી વૈતાઢ્ય પર્વત ઉપર આવેલ સિદ્ધાયતન નામના શાશ્વત તીર્થના દર્શન માટે યાત્રાર્થે પોતાના માણસો સાથે ગયા. બીજા વિદ્યાઘરો પણ ઘણા દેશથી આવ્યા જાણીને ત્યાં રત્નાવતીના પિતાએ વિધિસહિત પૂજા ભણાવવાની યોજના કરી. ।।૩૫।।
સુમિત્ર-જૈવ દેવો સહિત યાત્રા ઉપર ત્યાં આવિયો, ત્યાં ચૈત્યવંદન ચિત્રગતિ કરતો સુણી બહુ ભાવિયો;