________________
૩૩૦
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
મારી નાખશે. ત્યાંથી મરણ પામી તે બીજી નરકમાં જશે. ત્યાં અતિ પીડા ભોગવીને તિર્યંચ યોનિ પામશે. ત્યાંથી ફરી નરકમાં ભટકશે. ત્યાંથી વળી મનુષ્ય કે પશુગતિમાં જઈ ભવોભવ શસ્ત્ર કે વિષ વડે અથવા બળીને મરશે. સમકિતી પુરુષને ઝેર આપી ઘાત કરવાના ભાવ ચિંતવનથી તે સંસારમાં અનંતદુઃખને પામશે. ૨પા
કર્મો કરેલાં સેંકડો કલ્પે ય ભોગવવાં પડે, જો, સેંકડો ગાયો વિષેથી વત્સને જનની જડે; તેવી રીતે જે કર્મ કરશો, પરભવે સાથે જશે,
ક્ષય કર્મનો જ્ઞાન કરે તે મોક્ષ લહીં સુખી થશે.” ૨૬ અર્થ - કરેલાં કર્મો સેંકડો કલ્પ વીતી જાય તો પણ ભોગવવા પડે છે. ચાર અબજ બત્રીસ કરોડ વર્ષનો એક કલ્પકાળ કહેવાય છે. જેમાં સેંકડો ગાયો વચ્ચેથી વાછરડું પોતાની માતાને શોધી કાઢે છે તેમ જે કર્મો કરીશું તે સાથે આવશે અને અબાઘાકાળ પૂરો થયે તે કર્મ આપણને શોધી કાઢી જરૂર ફળ આપશે. પણ જે સમ્યજ્ઞાન વડે તે કર્મોનો ક્ષય કરી દેશે તે ઉત્તમ પુરુષ મુક્તિને પામી શાશ્વત સુખનો ભોક્તા થશે. સરકા
સુમિત્ર તે સુણીને કહે: નિમિત્ત હું તેને થયો, ગૃહવાસ મારે ના ઘટે, મુજ ભોગ-રાગ ગળી ગયો; દ્યો અનુમતિ હે! તાત, તો દીક્ષા ગ્રહું હું ભગવતી,
ક્ષય કર્મનો કરી, કોઈને ના કર્મ બંઘાવું કદી.” ૨૭ અર્થ :- સજ્જન એવો સુમિત્ર આ વાત સાંભળીને કહેવા લાગ્યો કે મારી અપરમાતાની દુર્ગતિનું હું નિમિત્ત બન્યો. માટે મારે હવે આ ઘરવાસમાં રહેવું ઘટતું નથી. મારો ભોગો પ્રત્યેનો રાગ આ સાંભળીને ગળી ગયો છે. હે તાત! હવે મને આપ આજ્ઞા આપો જેથી હું ભગવતી દીક્ષા ગ્રહણ કરી સર્વ કર્મનો અંત આણી ભવિષ્યમાં કોઈને પણ કર્મબંધનનું કારણ થાઉં નહીં એમ કરું. ગારશા
આગ્રહ કરી તેના પિતાએ નૃપતિ-પદ આરોપિયું, દીક્ષા ગ્રહી કેવળી કને મન આત્મહિતે રોકિયું; પછી ચિત્રગતિ કહે : “મિત્ર, મુજને થર્મ-હેતું તું થયો;
મુજ તાત મારી વાટ જાએ છે” કહી નિજ પુર ગયો. ૨૮ અર્થ - તે સાંભળી પિતાએ વળી પુત્રને આગ્રહ કરી પોતાનું રાજ-પદ તેને આપ્યું; અને પોતે કેવળી ભગવાન પાસે જઈ દીક્ષા ગ્રહણ કરીને પોતાના મનને આત્મહિત કરવામાં રોક્યું.
સુમિત્રે પોતાની અપરમાતા ભદ્રા કે જેણે વિષ આપ્યું હતું તેના પુત્ર પદ્મને પણ કેટલાક ગામો આપ્યા છતાં તે દુર્વિનીત તેટલાથી અસંતુષ્ટ થઈને ત્યાંથી કોઈ ઠેકાણે ચાલ્યો ગયો.
પછી ચિત્રગતિ જે નેમિનાથ ભગવાનનો જીવ છે તે કહેવા લાગ્યો કે હે મિત્ર! કેવળી ભગવાનના દર્શન કરાવીને મને તું ઘર્મવૃદ્ધિનું કારણ બન્યો છે. હવે મારા પિતા મારી વાટ જોઈ રહ્યા છે એમ કહી પોતાના નગરમાં ગયો. ત્યાં પણ ચિત્રગતિ દેવપૂજા, ગુરુની ઉપાસના, તપ, સ્વાધ્યાય અને સંયમાદિકમાં નિરંતર તત્પર રહેવાથી તે તેના માતાપિતાને અત્યંત સુખદાયક થઈ પડ્યો. ૨૮ાા