________________
(૨૮) શ્રી નેમિનાથ પ્રભુ ભાગ-૧
૩૨ ૯
બે ભેદ આત્યંતર વિષે ય: પ્રશસ્ત, અપ્રશસ્ત એ; રક્ષી પ્રથમ આ પુણ્યકૅપને, પાપડૅપ કર અસ્ત તે. ચારિત્ર-ઘર્મ સુભૂપ છે, તપ આદિ સામંતો પેંડા;
ને મોહ રાજા દુષ્ટ છે, છલ આદિ સામંતો કૂંડા. ૨૨ અર્થ - અંતરના રાજ્ય વિષે જણાવવું છે. તેના વળી બે ભેદ છે. એક પ્રશસ્ત અને બીજાં અપ્રશસ્ત રાજ્ય. પ્રથમ આ પ્રશસ્તભાવના ફળમાં થતા પુણ્યરૂપ રાજ્યની રક્ષા કર અને પાપરૂપ રાજ્યનો અંત આણ.
પ્રશસ્ત રાજ્યમાં પુણ્યના ફળથી યુક્ત ચારિત્રઘર્મરૂપ રાજા છે, તપ વગેરે તેના રૂડા સામંતો છે. જ્યારે અપ્રશસ્ત રાજ્યમાં પાપના ફળથી યુક્ત એવો મોહ રાજા છે. તે દુષ્ટ છે અને છલકપટ આદિ તેના બઘા કૂડા સામંતો છે. રા.
વિષયાભિલાષા મંત્રી માનો કુવિવેક સહિત જે મિથ્યાભિમાન નડે નકામું, શુભ શક્તિરહિત છે, આ મોહસૈન્ય નડે બઘાને, જીતજો શૂરવીર જો,
સૌ બાહ્ય શત્રુ બાપડા છે; શત્રુ આંતર ચીરજો. ૨૩ અર્થ :- આ મોહરાજાનો વિષયાભિલાષરૂપ મંત્રી છે. તે સદા કુવિવેકથી યુક્ત છે. તે જીવને સદા ખોટા અભિમાનમાં ઘકેલી જઈ નકામા નડ્યા કરે છે. તથા પોતામાં રહેલી શુભ આત્મિક શક્તિઓથી પણ તેને વંચિત રાખે છે. આ મોહરાજાના રાજ્યની સેના અંતરમાં બઘાને નડે છે. માટે શૂરવીર થઈને હવે તેને જરૂર જીતી લેજો. તેના આગળ બાહ્ય શત્રુઓ તો બાપડા કાંઈ ગણતરીમાં નથી. માટે પોતાના જ અંતરમાં રહેલા આ વિષયકષાયરૂપ શત્રુઓને ચીરવાનો પ્રયત્ન કરજો, બહારના નહીં. ર૩ાા
તે રાણી વિષ દેનારી ડરીને નાસતાં થાકી ગઈ, ચોરે અલંકારો લઈ વેચી, વણિક-ઘરમાં રહી; નાસી છૂટી અટવી વિષે દાવાનળે બળીને મરે,
પીડા પ્રથમ નરકે ખમી, ચંડાલણી બનશે, અરે! ૨૪ અર્થ - ભદ્રા નામની રાણીએ જેણે સુમિત્રને વિષ આપ્યું તે વાત બહાર આવતાં ડરીને તે નાસી ગઈ. નાસતાં થાકી અને ચોરોના હાથે પકડાઈ ગઈ. તેઓએ તેના બઘા આભૂષણો લઈ તેને એક વણિકને વેચી દીધી. તેના ઘરમાંથી નાસી છૂટી અને જંગલમાં દાવાનળમાં બળીને મરી ગઈ. તે રૌદ્રધ્યાન વડે મરણ પામીને પહેલી નરકમાં ગઈ. ત્યાં અત્યંત પીડા ખમીને પછી ચંડાલણી બનશે. અરે આશ્ચર્ય છે કે પાપોના કેવા ભયંકર ફળ જીવને ભોગવવા પડે છે. ૨૪
તે શોક્ય સાથે લડી મરી, જાશે ય બીજી નરકમાં, પીડા સહી, પશુયોનિ પામી, ભટકશે વળી નરકમાં; વળી નર, પર્શી ગતિમાં ભવોભવ શસ્ત્ર, વિષ, દાહે મરે,
સમકિતીની ઉપઘાત ભાવે ચિંતવ્ય ભવમાં ફરે. ૨૫ અર્થ :- ચંડાલણના ભવમાં ગર્ભવતી થતાં તેની શોક્ય સાથે લડશે. તે તેને કાતી એટલે છરી વડે