________________
૩૩૮
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
ચ્યવીને અહીં મંત્રીપુત્ર મતિપ્રભ નામે થયો. બેઉ જણા સાથે અભ્યાસ કરવા લાગ્યા. તથા સાથે જ સુખે ક્રિીડા કરતા બેઉ જણ યૌવન અવસ્થાને પામ્યા..
એક વખતે પ્રજાજનોએ આવીને રાજા શ્રીષેણને કહ્યું કે પર્વત ઉપરના દુર્ગ એટલે કિલ્લામાં એક સમરકેતુ નામનો પલ્લીપતી રહે છે. જે નિઃશંકપણે અમને લૂંટે છે. માટે હે મહારાજ તેનાથી અમારી રક્ષા કરો. તે સમયે શૂરવીર એવો શંખકુમાર આ શત્રુના ઉપદ્રવને ટાળવા માટે પોતાના પિતા રાજા શ્રીષણને વિનયપૂર્વક કહેવા લાગ્યો કે મહારાજ! મને આજ્ઞા આપો તો હું તેને બાંધીને આપની સમક્ષ લાવું. રાજાએ આજ્ઞા આપતાં સૈન્યસહિત તે કુમાર કાર્ય કરવા માટે રવાના થયો. ૧||
સુણ સમરકેતું તે, કરી દુર્ગ ખાલી ક્રૂર ગયો; તે કપટ સમજી, દુર્ગ કબજે રાખી, શંખ વને રહ્યો.
જ્યાં સમરકેતું દુર્ગ ઘેરે કે કુમારે ઘેરિયો,
બે સૈન્ય વચ્ચે પૂરીને કરી કેદ પાછો ચાલિયો. ૨ અર્થ :- શંખકુમારને આવતો જાણી ચાલાક એવો સમરકેતુ પલ્લીપતિ પોતાનો દુર્ગ ખાલી કરીને દૂર જઈ સંતાઈને તાકી રહ્યો. કુશાગ્ર બુદ્ધિવાળો શંખકુમાર પણ યુક્તિથી તેનું આ કપટ જાણીને એક સામંતને સારભૂત સૈન્ય સાથે દુર્ગમાં પ્રવેશ કરાવ્યો અને પોતે કેટલાક સૈનિકો સાથે વનના લતાગ્રહમાં સંતાઈને રહ્યો. હવે છળ કરનાર પલ્લીપતિ સમરકેતુએ બહારથી કિલ્લાને જેવો ઘેરી લીઘો કે શંખકુમારે પણ સૈન્ય સહિત આવીને બહારથી તેને ઘેરી લીધો. કિલ્લાની અંદર રહેલી સેના તથા બહારની સેના વચ્ચે તે પુરાઈ ગયો. પછી તેને કેદ કરીને રાજા પાસે લઈ આવ્યો. હવે તે રાજાનો દાસ થઈને રહ્યો. તેમજ જેનું જેનું ઘન લૂંટ્યું હતું તે બધું તેના પાસેથી પાછું અપાવ્યું. /રા
રાત્રે વને સૂતા હતા ત્યાં રુદન કુંવર સાંભળે, ઝટ ખગ લઈ તે શબ્દ અનુસાર ગયો, નિર્ભય બળે; રોતી વનિતા દેખીને કુંવર કહે: “છાનાં રહો,”
ઉત્તમ પુરુષ જાણી કહે “હું ભાગ્યહીન ઘણી, અહો! ૩ અર્થ :- પલ્લીપતિને રાજા પાસે લઈ જતાં રાત્રે માર્ગમાં પડાવ નાખ્યો. ત્યાં અર્ધ રાત્રિએ કુમાર વનમાં સૂતા હતા. ત્યાં કરુણ રુદનનો સ્વર તેના સાંભળવામાં આવ્યો. તેથી તુરંત હાથમાં ખડ્ઝ એટલે તરવાર લઈને શબ્દ અનુસાર નિર્ભયપણે તે ચાલ્યો. ત્યાં આધેડ વયની સ્ત્રીને રોતી જોઈને કુંવર કહેવા લાગ્યો કે છાના રહો અને દુઃખનું કારણ શું છે તે કહો. કુમારની ઉત્તમ આકૃતિ અને વાણીથી તેને ઉત્તમ પુરુષ જાણીને તે સ્ત્રી સર્વ હકીકત કહેવા લાગી કે અહો! “હું ઘણી ભાગ્યહીન છું.” ગાયા
ચંપાપુરીમાં જિતઅરિ ગૃપની સુતા જસમર્તી ભલી, યૌવનવયે ગુણ-કીર્તિ શંખકુમારની બહુ સાંભળી, પતિ માની પૂજે પ્રગટ, તેથી જિતઅરિ સંમત થઈ,
શ્રીષેણ નૃપને લગ્નસંબંઘી કહાવે ભેટ દઈ. ૪ અર્થ - અંગદેશના ચંપાપુરીમાં જિતઅરિ નામે રાજા છે. તેને ભલી એવી જસમતી નામની પુત્રી છે. તેણે યૌવનવયમાં શ્રીષેણ રાજાના પુત્ર શંખકુમારના ઘણા ગુણ અને કીર્તિને સાંભળતા તેને જ પતિ