________________
(૨૮) શ્રી નેમિનાથ પ્રભુ ભાગ-૧
૩ ૨ ૫.
આપી નૃપે અનુમતિ સુણી તે ઘનકુમાર વિચારતો,
“દંત લોક મીઠી વાણી પીરસે, વાત આ ગંભીર જો – ૬ અર્થ - વર્તમાનમાં પરસ્પર સ્નેહ તો છે જ, પણ આ સગપણથી તે અતિ વૃદ્ધિ પામશે. જેમ સોનાના કુંડળમાં મણિ જડવામાં આવે તો તે અતિશય શોભાને પામે છે, તેના જેવું થશે.
વિક્રમથન રાજાએ ઘનવતીકુમારી સાથે પોતાના પુત્ર ઘનકુમારના લગ્ન માટેની અનુમતિ આપી દીધી. તે સાંભળી ઘનકુમાર વિચારવા લાગ્યો કે દૂત લોકો તો મીઠી વાણીમાં વાતને પીરસી દે છે પણ આ વાત તો ઘણી ગંભીર છે. કા.
દુખમૂળ નારી દુષ્ટ છે; કદી કૃપણ, કદરૂપી હશે, ગુરુ-દેવ-ભક્તિ-હીન ભાર્યા ભારરૂપ અરે! થશે.” એવું વિચારી રાજકુંવર જાય નિજ હર્પે ભલો,
દંત પત્ર દે ત્યાં આવી ઘનવતી કુંવરીનો સાંભળોઃ ૭ અર્થ - આ સંસારના દુઃખનું મૂળ એવી નારી દુષ્ટ છે, જો તે કૃપણ હશે તો. વળી કદરૂપી હશે કે ગુરુ અથવા દેવભક્તિથી હીન હૃદયવાળી તે સ્ત્રી હશે તો જીવનમાં ભારરૂપ થઈ પડશે. જેમકે પરદેશી રાજાની સ્ત્રી સૂર્યકાન્તા હતી તેમ. એમ વિચાર કરીને રાજકુંવર પોતાના હર્મ્સ એટલે મહેલમાં ગયો. ત્યાં દૂતે પણ આવીને ઘનવતી કુંવરીનો પત્ર ઘનકુમારના હાથમાં આપ્યો. આશા
“કરમાયેલી આ કમલિની યૌવન-શરદ ઋતુ-રાતમાં, ઇચ્છી રહી રવિ-કરગ્રહણ-ઉષા સુરમ્ય પ્રભાતમાં.” વાણી-વિલાસે કુંવરીનું ઉર ઝટ પરખી લીધું;
જો ભાવ સુંદર ઉરમાં નથી રૂપ જોવાનું કીધું. ૮ અર્થ - તે પત્રમાં ઘનકુંવરીએ એમ લખ્યું કે યૌવનરૂપી શરદઋતુની રાતમાં કરમાયેલી એવી કમલિની તે એ ઇચ્છી રહી છે કે ક્યારે સૂર્યનો ઉદય થાય અને હું તેના કિરણોને ગ્રહણ કરી ખીલીને સુંદર બનું. એમ વાણીના વિલાસથી કુંવરીનું હૃદય કુંવરે ઝટ પરખી લીધું, અને વિચાર્યું કે જો ભાવ સુંદર હૃદયમાં છે તો રૂપ જોવાનું કહ્યું નથી. ll
પછી પત્ર ઉત્તરરૂપ કુંવર કુંવરીને પણ લખે : “જો, કર વડે કમલિની વિકસાવી રવિ ઉર ઓળખે, તે તો સ્વાભાવિક ઘર્મ છે; ત્યાં ના કૃપા કે યાચના;”
દે ઘનવતી પ્રતિ મોતમાળા પત્રસહ ગૂઢ સૂચના. ૯ અર્થ - પછી તે પત્રના ઉત્તરરૂપે કુંવરે કુંવરીને પણ લખ્યું કે જો સૂર્ય કમલિનીના હૃદયને ઓળખીને પોતાના કિરણો વડે તેને વિકસાવે અર્થાત્ પ્રફુલ્લિત કરે તો તેનો તે સ્વભાવિક ઘર્મ છે. ત્યાં કોઈ કૃપા કે યાચના કરવાની જરૂર નથી. એમ ઉત્તર લખી, ઘનવતી માટે મોતીની માળા સાથે ગૂઢ સૂચનાઓ લખી, તે પત્ર મંત્રીને આપી વિદાય કર્યો. ગાલા