________________
૩૧૮
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
ક્રોઘ ઉત્પન્ન કરાવી તેના ગુણની પણ વાત કરે છે, એમ અશુભ કર્મની જાળ જીવ ઊભી કરે છે.
“પરિગ્રહની બળતરા કષાયની પોષણાનું કારણ છે. આખું જગત અને વ્યક્તિગત જીવો પરિગ્રહની જાળમાં ફસાઈ માછલાની પેઠે તડફડે છે. અનેક કુતર્કો, અનાચાર અને અશાંતિને અનુભવે છે. તે બળતી હોળીમાંથી સત્પરુષના આશ્રિત જીવો બચવા પ્રયત્ન નહીં કરે તો બીજા શું કરી શકશે?”ઓ. ભાગ-૩/૨૪
નરકગતિ તેથી થતી ત્યાં દુખ સહે અપાર,
વાણી વર્ણવી ના શકે; પરિગ્રહ-ફળ વિચાર. ૨૫ અર્થ - અશુભ કર્મોના જાળમાં ફસાવાથી જીવની નરકગતિ થાય છે. ત્યાં અપાર દુઃખોને તે ભોગવે છે. નરકના દુઃખોનું વર્ણન વાણી દ્વારા કહી શકાય એમ નથી. તે પરિગ્રહ પ્રત્યેની આસક્તિનું ફળ છે. એમ તું વિચાર કર. તેના ઉપર સાગરશેઠનું દ્રષ્ટાંત નીચે મુજબ છે –
સાગરશેઠનું દ્રષ્ટાંત – સાગરશેઠ ઘણા કંજૂસ હતા. ઘરમાં ઘણું ઘન હોવા છતાં બઘાને ખાવામાં ચોળા અને તેલ આપે. ચારેય વહુઓ બહુ કંટાળી ગઈ. ચારેય વહુઓ એકવાર ઉદાસ થઈ અગાસી ઉપર બેઠી હતી. ત્યાં થઈને જતી એક યોગીનીએ તેમને દીઠી. પૂછતાં સર્વ વિગત જાણી યોગીનીએ ખુશ થઈ તેમને આકાશગામિની વિદ્યા આપી. તેથી રોજ રાત્રે લાકડા ઉપર બેસી રત્નદીપ વગેરેમાં ફરવા માટે તે જવા લાગી. ઘરના નોકરે તે લાકડું આઘું પાછું મૂકેલ જોઈ રાત્રે તપાસ રાખતા વહુઓને જતા જોઈ પોતે તે લાકડાની અંદર રહેલા પોલાણમાં પેસી ગયો. પોતે પણ રત્નદીપથી રત્નો લાવી સુખી થયો અને હવે તે શેઠની સામે જવાબ આપવા લાગ્યો. તેથી શેઠે નોકરને પૂછતા વહુની બધી વિગત જાણી. પોતે પણ એક દિવસ લાકડાના પોલાણમાં પેઠો. રત્નદીપમાંથી જેટલા રત્નો લાકડાના પોલાણમાં ભરી શકાય તેટલા પૂરેપૂરા ભરી દીધા. વહુઓ ઉપર બેઠી ઊડીને પાછી ઘરે આવતાં રસ્તામાં લાકડું આજે બહુ ભારે જણાય છે, ઘીમે ચાલે છે. તો શું એને સમુદ્રમાં નાખી દઈએ? એમ બોલવા લાગી. તે સાંભળી અંદર પ્રવેશેલ સાગરશેઠ બોલી ઊઠ્યા કે તમારો સસરો હું અંદર છું. ત્યારે વહુઓએ વિચાર કર્યો કે આ લોભી સસરો ઘરમાં ઘણુંયે હોવા છતાં પોતે પણ ખાતો નથી અને બીજાને પણ વાપરવા દેતો નથી. માટે આ લાગ આવ્યો છે એમ જાણી જે ચાદર પર તે બેઠી હતી, તે ચાદરના છેડા પકડી લઈ તે લાકડાને સમુદ્રમાં નાખી દીધું. તેથી પરિગ્રહની આસક્તિના ફળમાં મરીને તે શેઠ નરકે ગયો. રપા
ઇંદ્રિય-ગણ ગણ રાક્ષસો, કષાય શસ્ત્ર વિચાર;
ગ્રહી વિત્તરૂપ માંસ તે બને નિરંકુશ ઘાર. ૨૬ અર્થ - પાંચ ઇન્દ્રિયોના સમુહને તું રાક્ષસ સમાન ગણ તથા ક્રોઘ, માન, માયા, લોભરૂપ કષાયને તે રાક્ષસના શસ્ત્ર સમાન જાણ. તે ઘનરૂપી માંસને પામી ઇન્દ્રિયોરૂપી રાક્ષસ નિરંકુશ બની જઈ પરવસ્તુમાં જીવને રાગ કરાવી સંસાર સમુદ્રમાં ઘકેલી દે છે.
“यौवनम्, धनसंपत्ति, अधिकारम्, अविवेकीता;
ओक्केकम् अपि अनर्थाय, किम यत्र चतुष्टयम्." અર્થ - યૌવન, ઘનસંપત્તિ, સત્તા અને મોહના ગાંડપણરૂપ અવિવેકીતા. આમાનું એક પણ હોય તો અનર્થકારક છે. તો પછી જ્યાં ચારેય હોય તેનું કહેવું જ શું? અર્થાત્ અનર્થનો ત્યાં પાર નથી. સરકા