________________
પ્રાવોધ વિવેચન ભાગ-૧
જ્ઞાનની મોટી મોટી વાતો કરો કે ગમે તેટલી કાયક્લેશવાળી ક્રિયા કરો પણ હજી સુધી તેણે ગુણોના પિંડ એવા પરમકૃપાળુનાથને ભાવભક્તિપૂર્વક દીઠા નથી, એમ જ્ઞાનીપુરુષો કહે છે.
૨૬૨
“સંસાર સ્પષ્ટ પ્રીતિથી કરવાની ઇચ્છા થતી હોય તો તે પુરુષે જ્ઞાનીનાં વચન સાંભળ્યાં નથી; અથવા જ્ઞાનીપુરુષના દર્શન પણ તેણે કર્યા નથી, એમ તીર્થંકર કહે છે.’” (પૃ. ૩૭૬) ૫૪૯।। સુવૃષ્ટિથી દેખ્યું રે રે સિદ્ધસ્વરૂપ – મણિ, ભોગ રોગ મનાયે રે તજે રાજ્ય નૃણ ગણી. મન ૫૦
અર્થ :- સમ્યગ્દષ્ટિ જો જીવની થાય તો સિદ્ધ ભગવંતનું પરમોત્કૃષ્ટ શુદ્ધ સ્વરૂપ તેને કૌસ્તુભમણિ કરતાં પણ વિશેષ મૂલ્યવાન જણાય. તથા સંસારના ભોગ તેને રોગ સમાન ભાસે. એવા જીવો રાજ્યને પણ તૃણ સમાન ગણીને તજી દે છે. પા
દેશ ભિન્ન જ ભાસે રે પારકી વેઠ ગો,
રહે નિત્ય ઉદાસીન રે મુર્ખ સિદ્ઘ-ગુણ ભણે. મન ૫૧
અર્થ :– સમ્યગ્દષ્ટિ મહાત્માને તો પોતાનો દેહ પણ પોતાના આત્મસ્વરૂપથી ભિન્ન ભાસે છે. જેથી ભોજન, સ્નાન આદિ દેવની ક્રિયા કરવી કે ઘરના કામકાજ કરવા તે તેમને પારકી વેઠ કરવા જેવાં લાગે છે. “જાલસી જગબિલાસ, ભાલસી ભુવનવાસ,
કાલસી કુટુંબકાજ, લોકલાજ લારસી;'' બનારસીદાસ
તે તો હંમેશાં ઉદાસીનભાવે જગતમાં નિર્લેપ રહે છે અને મુખથી હમેશાં સિદ્ધનો મુખ્યગુણ જે સહાજાત્મસ્વરૂપ છે તેને ભણ્યા કરે છે અર્થાત્ તેનો લક્ષ રહ્યાં કરે છે. ।।૫૧।।
અર્થ :
=
એવી સિદ્ધની ભક્તિ રે સિદ્ધિની સીડી ખરી,
તેવા ભક્તના સંગે રે લો સત્ય રંગ જરી. મન પર
સહજાત્મસ્વરૂપને નિરંતર ભજવારૂપ જે સિદ્ધની ભક્તિ છે, તે જ સર્વોત્કૃષ્ટ આત્મસિદ્ધિ પ્રાપ્ત કરવાની સાચી સીડી અર્થાત્ નિસરણી છે.
તેવા ભગવાનના સ્વરૂપને ભજવાવાળા ભક્તના સંગે તમે પણ જરા સાચા ધર્મના રંગને પામો.
‘સાચો રંગ તે ધર્મનો સાહેલડીયા, બીજો રંગ પતંગ રે ગુણવેલડિયા;
થર્મ રંગ જીરણ નહીં સાહેલડીયા, દે તે જીરણ થાય રે ગુણવેલડિયા.' ||૫||
સર્વોત્કૃષ્ટ શુદ્ધિનું કારણ ભગવાન વીતરાગ દ્વારા ઉપદિષ્ટ સ્યાદ્વાદયુક્ત સિદ્ધાંત છે. પ્રત્યેક વસ્તુ પોતાના ગુણોથી ઓળખાય છે. અનંત ગુણધર્મોથી યુક્ત વસ્તુના સ્વરૂપને સમજાવનારી અપેક્ષા સહિત કથન પદ્ધતિને સ્યાદ્વાદ, અપેક્ષાવાદ અથવા અનેકાન્તવાદ કહે છે. એ જૈનધર્મનો પ્રાણ છે. અનેકાન્તવાદથી યુક્ત વાર્તા પ્રમાણભૂત છે, સત્ય છે. તેથી વિપરીત કોઈ પણ વાતને એકાન્તે કહેવી તે મિથ્યા છે. આ પાઠમાં અનેકાન્તવાદની પ્રામાણિકતા એટલે સત્યતાને અનેક દૃષ્ટાંતોથી સમજાવવાનો પ્રયત્ન કરેલ છે, જે નીચે પ્રમાણે છે :—
=