________________
(૨૭) આરંભ-પરિગ્રહની નિવૃત્તિ ઉપર જ્ઞાનીએ આપેલો ઘણો ભાર
૩૧ ૩
'अर्थमनर्थं भावय नित्यं, नास्ति ततः सुख लेशः सत्यं;
પુત્રાડપિ થનમાનામ્ પતિ; સર્વગ્રેષા વિહિતા રીતિ.” -મોહમુદ્ગર અર્થ - અર્થ એટલે ઘન પરિગ્રહ એ જ અનર્થ છે. તેથી લેશ પણ સાચું સુખ નથી. તે પરિગ્રહ પ્રત્યેની મૂર્છાના કારણે જીવને પોતાના પુત્ર પ્રત્યે પણ અવિશ્વાસ આવે છે કે કદાચ એ ઘન વાપરી નાખે તો. જગતમાં તૃષ્ણાવશ જીવોની આજ સ્થિતિ છે. માટે અસંતોષ એટલે તૃષ્ણાને જ દુઃખનું બીજ ગણી ખાસ કરી પરિગ્રહનો તમે ત્યાગ કરો.
જે પ્રાણીને પરિગ્રહની મર્યાદા નથી, તે પ્રાણી સુખી નથી. તેને જે મળ્યું તે ઓછું છે કારણ જેટલું મળતું જાય તેટલાથી વિશેષ પ્રાપ્ત કરવા તેની ઇચ્છા થાય છે.” (વ.પૃ.૭૬)
આરંભ પરિગ્રહને વારંવારના પ્રસંગે વિચારી વિચારી પોતાના થતાં અટકાવવાં; ત્યારે મુમુક્ષુતા નિર્મળ હોય છે.” (વ.પૃ.૩૧૮) “તૃષ્ણા આકાશ જેવી અનંત છે.” (વ.પૃ.૪૨)
નમિરાજ :- (હેતુ કારણ પ્રે.) મેરુ પર્વત જેવા કદાચિત સોનારૂપાના અસંખ્યાત પર્વત હોય તોપણ લોભી મનુષ્યની તૃષ્ણા છીપતી નથી. કિંચિત્ માત્ર તે સંતોષ પામતો નથી. તૃષ્ણા આકાશના જેવી અનંત છે. ઘન, સુવર્ણ, ચતુષ્પાદ ઇત્યાદિક સકળ લોક ભરાય એટલું લોભી મનુષ્યની તૃષ્ણા ટાળવા સમર્થ નથી. લોભની એવી કનિષ્ઠતા છે. માટે સંતોષનિવૃત્તિરૂપ તપને વિવેકી પુરુષો આચરે છે.” (વ.પૃ.૪૨) IIકા
રજરેણું સમ પણ નહીં ગુણ પરિગ્રહમાંય,
દોષો મેરુ સમ મહા; ઠરે ન વૃત્તિ ક્યાંય. ૭ અર્થ - રજરેણુ એટલે ધૂળના કણ જેટલો પણ ગુણ પરિગ્રહમાં નથી, પણ દોષો તો મેરુ પર્વત જેટલા મહાન છે. પરિગ્રહરાગી પુરુષનું મન કોઈ ઠેકાણે સ્થિરતા પામતું નથી. નિરંતર ચળવિચળ પરિણામ રહે છે. સીતાનું મન રામમાં વસે છે. તેમ તેનું મન દામમાં વસે છે.
પરિગ્રહથી નિરંતર ચળવિચળ પરિણામ અને પાપભાવના રહે છે; અકસ્માત યોગથી એવી પાપભાવનામાં આયુષ્ય પૂર્ણ થાય તો બહુઘા અઘોગતિનું કારણ થઈ પડે.” (વ.પૃ.૭૬) IIણા
પરિગ્રહ-ચિંતન માત્રથી તંદુલ મત્સ્ય, વિચાર,
છેલ્લી નરકે જઈ પડે, ત્યાગ-ભાવ છે સાર. ૮ અર્થ - પરિગ્રહ પ્રત્યેના વિચાર કરવા માત્રથી જેનું આયુષ્ય કેવળ એક અંતર્મુહર્તનું છે એવો તંદુલ એટલે ચોખાના દાણા જેટલો મત્સ્ય એટલે માછલું ભાવ કરીને સાતમી નરકે ચાલ્યું જાય છે. માટે મૂછ સહિત બાહ્ય પરિગ્રહનો ત્યાગ કરવો એ જ સારરૂપ છે.
કેવળ પરિગ્રહ તો મુનીશ્વરો ત્યાગી શકે; પણ ગૃહસ્થો એની અમુક મર્યાદા કરી શકે. મર્યાદા થવાથી ઉપરાંત પરિગ્રહની ઉત્પત્તિ નથી; અને એથી કરીને વિશેષ ભાવના પણ બહુઘા થતી નથી; અને વળી જે મળ્યું છે તેમાં સંતોષ રાખવાની પ્રથા પડે છે, એથી સુખમાં કાળ જાય છે.” (વ.પૃ.૭૬)
તંદલ મનું દ્રષ્ટાંત - મોટા માછલાની આંખની પાંપણ ઉપર બેઠેલ આ તંદુલ મત્સ્ય વિચારે છે કે આ મોટા માછલાના મોઢામાંથી સેંકડો માછલાઓ આવ જાવ કરે તો પણ તે તેને ખાતો નથી. પણ જો એના ઠેકાણે હું હોઉં તો એક પણ માછલાને જીવતું જવા દઉં નહીં, બઘાને ખાઈ જાઉં. એમ માત્ર ભાવ કરી કરીને અંતર્મુહૂર્ત માત્રમાં જ મરી જઈ સાતમી નરકે જઈ પડે છે. માટે સદૈવ પરપદાર્થ પ્રત્યેની મૂછ