________________
(૨૭) આરંભ-પરિગ્રહની નિવૃત્તિ ઉપર જ્ઞાનીએ આપેલો ઘણો ભાર
૩૧ ૫
આ અજ્ઞાની જીવ જડ એવા હીન પૌગલિક ઇન્દ્રિય વિષયોમાં સુખને શોધે છે પણ તે જડમાં મળી શકે એમ નથી, કારણ કે સુખગુણ તે આત્માનો છે પણ જડનો નથી.
“વિષયથી જેની ઇન્દ્રિયો આર્ત છે તેને શીતળ એવું આત્મસુખ (આત્મતત્ત્વ) ક્યાંથી પ્રતીતિમાં આવે. -શ્રીમદ્ રાજચંદ્ર પુગલ અનુભવ ત્યાગથી કરવી જસુ પરતીત હો મિત્ત.” ચૈત્યવંદન ચોવીશી /૧૨ા.
મિથ્યા માર્ગ તજી ગ્રહે મહપુરુષનો પંથ;
છૂટે પરિગ્રહ-કલ્પના પામે સુખ અનંત. ૧૩ અર્થ - સંસારસુખનો કે ઇન્દ્રિયસુખનો જે મિથ્યામાર્ગ છે, તે તજી દઈ મહાપુરુષના બતાવેલ માર્ગે જે ચાલશે, તે ભવ્યાત્માની પરિગ્રહમાં સુખની કલ્પના છૂટી જશે અને કાલાંતરે મોક્ષના અનંતસુખને પામશે. I૧૩ના
વિષયે સુખની કલ્પના આરૅભમૂળ જણાય;
બાહ્ય ઉપાયો આદરી પાપે જીંવ અવરાય. ૧૪ અર્થ - પાંચ ઇન્દ્રિયના ભોગમાં સુખની કલ્પનાને લીધે જગતવાસી જીવો સર્વ પ્રકારના આરંભના કામો કરતા જણાય છે. તે ભોગાદિને અર્થે બાહ્ય પરિગ્રહ ભેગો કરી જીવ પાપથી અવરાય છે. ૧૪.
ભવનું મૅળ આરંભ, જો મમતા તેનું મૂળ;
મમતા અલ્પ કરાય તો મુમુક્ષુને અનુકૂળ. ૧૫ અર્થ - સંસારવૃદ્ધિનું મૂળ કારણ આરંભ એટલે હિંસાના કામો છે, અને આરંભનું મૂળકારણ પરિગ્રહ પ્રત્યેની મમતા છે. પુરુષના બોઘે કરીને જો પરિગ્રહ પ્રત્યેની મમતા એટલે મૂર્છાભાવને ઘટાડવામાં આવે તો મુમુક્ષજીવને સંસારના બંધન તોડવામાં તે અનુકૂળ છે.
મમતાથી બંધાય છે, નિર્મમ જીવ મૂકાય;
યા તે ગાઢ પ્રયત્ન સે, નિર્મમ કરો ઉપાય.”-ઇબ્દોપદેશ //૧૫ના. પરિચરાગી પુરુષને વિષય-ઠગો ઠગી જાય,
કામવિકારો બાળતા, નારી શિકારી થાય. ૧૬ અર્થ – ઘનાદિ પરિગ્રહ પ્રત્યે જેની આસક્તિ છે તેવા પુરુષને પાંચ ઇન્દ્રિયના વિષયો છેતરી જાય છે અર્થાત તે તેમાં લોભાય છે. તેવા જીવને કામ-વિકારો બાળે છે, અને તે નારીનો શિકાર થાય છે અર્થાત કામવશ તે જીવ નારીને આધીન બને છે. ૧૬ાા.
ઘરે ઉરે સંતોષ તો બને દેવ પણ દાસ,
કામઘેનુ પાછળ ફરે, નવે નિશાનો પાસ. ૧૭ અર્થ - જો હૃદયમાં સંતોષભાવને ઘારણ કરે તો દેવ પણ તેના દાસ થાય છે.
“ગોઘન, ગજઘન, રતનઘન, કંચનખાન સુખાન;
જબ આવે સંતોષઘન, સબ ઘન ઘુલ સમાન.” –આલોચનાદિ પદ સંગ્રહ ‘નિસ્પૃહસ્ય તૃણમ્ જગત્” “આખું જગત સાવ સોનાનું થાય તો પણ અમને તૃણવત્ છે.” (વ.પૃ.૨૭૦)