________________
૩૧ ૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
આ સઘળા સંસારની, રમણી નાયકરૂપ;
એ ત્યાગી ત્યાગું બઘું, કેવળ શોકસ્વરૂપ.” (વ.પૃ.૮૨) કળિયુગમાં અપાર કષ્ટ કરીને સપુરુષનું ઓળખાણ પડે છે. છતાં વળી કંચન અને કાંતાનો મોહ તેમાં પરમ પ્રેમ આવવા ન દે તેમ છે. ઓળખાણ પડ્યું અડગપણે ન રહી શકે એવી જીવની વૃત્તિ છે, અને આ કળિયુગ છે; તેમાં જે નથી મુઝાતા તેને નમસ્કાર.” (વ.પૃ.૨૯૯) //૩|
આરંભ, કષાય, પ્રમાદથી હિંસામય પરિણામ,
પરિગ્રહ ને પરસંઘરો, મમતામૅળ દુખધામ.૪ અર્થ :- આરંભ, કષાય અને પ્રમાદથી જીવના સદા હિંસામય પરિણામ રહે છે. કેમકે આરંભ છે ત્યાં કષાયભાવ છે, અને કષાય છે ત્યાં પ્રમાદ છે અને પ્રમાદ છે ત્યાં દ્રવ્ય હિંસા અને ભાવહિંસા બન્નેય છે.
આરંભ, વિષય કષાય વશ, ભમિયો કાળ અનંત;
લક્ષ ચોરાશી યોનીસે, અબ તારો ભગવંત.” -આલોચનાદિ પદ સંગ્રહ પરિગ્રહ એટલે પરપદાર્થ પ્રત્યેનો મૂચ્છભાવ. તે દસમો ગ્રહ છે, સૌથી ભારે છે. તે જીવને પરિ એટલે ચારે બાજુથી ગ્રહ એટલે પકડે છે. એવા પરિગ્રહભાવને લઈને જીવ પર વસ્તુઓનો સંગ્રહ કરે છે. એ જ મમતાનું મૂળ છે. તે મમતાભાવ જીવને દુ:ખના ઘરરૂપ થઈ પડે છે. ૪.
નરભવ ઉત્તમ નાવ સમ, ભવ તરવાનો દાવ;
પરિગ્રહ-મમતા ભારથી ડૂબતી નાવ બચાવ. ૫ અર્થ :- ઘણા ભવના પુણ્ય સંગ્રહ વડે મળેલ આ મનુષ્યભવ તે નાવ સમાન છે. સંસારરૂપ સમુદ્ર તરવાને માટે આ ઉત્તમ દાવ એટલે લાગ આવ્યો છે તેનો જરૂર લાભ લઈ લેવો. પરિગ્રહ પ્રત્યેની મમતા એટલે મૂચ્છના ભારથી તારી આ જીવનરૂપી નાવ સંસારસમુદ્રમાં ડૂબી જાય છે. માટે મૂર્છારહિતભાવ લાવીને તેનો બચાવ કર.
સુભૂમ ચક્રવર્તીનું દ્રષ્ટાંત - પરિગ્રહની મૂછથી સુભૂમે ઘાતકી ખંડના પણ છ ખંડ સાધવા માટે સમુદ્રમાં ચર્મરત્ન મૂક્યું. તેના ઉપર સર્વ સૈનિક વગેરે બધા આવી રહ્યા. તે ચર્મરત્નના એક હજાર દેવતા સેવક હોય છે. તેમાંથી એકે વિચાર કર્યો કે દેવાગંનાને તો મળી આવું. એમ એક પછી એક વિચાર કરીને બધાય ચાલ્યા ગયા; અને ચર્મરત્ન બડ્યું. પાપભાવનામાં મરીને સુભૂમ સાતમી નરકે ગયો. માટે પરમકૃપાળુદેવ જણાવે છે કે – “પરિગ્રહ એ પાપનું મૂળ છે; પાપનો પિતા છે; અન્ય એકાદશવ્રતને મહા દોષ દે એવો એનો સ્વભાવ છે. એ માટે થઈને આત્મહિતૈષીએ જેમ બને તેમ તેનો ત્યાગ કરી મર્યાદાપૂર્વક વર્તન કરવું.” (વ.પૃ.૭૬) //પા.
ભૂંડા આસક્તિ-ફળો ઃ આરંભ, અવિશ્વાસ,
અસંતોષ દુઃખબજ ગણી, તજો પરિગ્રહ ખાસ. ૬ અર્થ - પરિગ્રહ પ્રત્યે આસક્તિ કરવાના ફળો ઘણાં ભૂંડા આવે છે. મમ્મણ શેઠ જીવનના અંત સુઘી પરિગ્રહમાં રચ્યો પચ્યો રહી બધું મૂકીને અંતે મરી જઈ સાતમી નરકે ગયો. પરિગ્રહની મૂચ્છને કારણે જીવ ગમે તેવા આરંભ એટલે પાપના કાર્યો કરવા પણ તૈયાર થઈ જાય છે. પરિગ્રહરાગી પુરુષને બીજા પ્રત્યે અવિશ્વાસ ઉપજે છે. શંકરાચાર્યે મોહમુદુગરમાં કહ્યું છે કે :
' '
I