________________
(૨૩) મન-ભ્રાંતિ
૨ ૬૯
આઘાર એક મનનો જગમાં જણાય, વિશ્વાસ, હિતકર વાત વિષે, ગણાય; સંબંઘ સર્વ પછીના વઘતા વિશેષ, અત્યંત ગાઢ મમતા વઘતી અશેષ. ૩
અર્થ - જગતના સર્વ કાર્ય કરવામાં આધારભૂત એક આ મન છે. ભાવમને આત્મા પોતે જ છે. આ મન વિભાવભાવમાં પ્રવૃત્તવાથી બઘો સંસાર ઊભો થયો છે. બંઘ અને મોક્ષનું કારણ પણ આ મન જ છે, જ્યાં મનને હિતરૂપ એટલે સુખરૂપ જણાય ત્યાં તે વિશ્વાસ કરીને શીધ્ર દોડી જાય છે.
“બુદ્ધિને હિત જ્યાં લાગે, શ્રદ્ધા તેમાં જ ચોટતી;
શ્રદ્ધા જ્યાં ચોટતી ત્યાં જ, ચિત્તની લીનતા થતી.”-સમાધિશતક જ્યાં મનને સુખરૂપ ભાસે ત્યાં પછીના સર્વ સંબંધો વિશેષ વધવા લાગે છે. અને ત્યાં અત્યંત ગાઢ મમત્વભાવને અશેષપણે એટલે સંપૂર્ણપણે વઘારી દે છે. [૩]
માતા પ્રતિ શિશુ તણું મન જાય શાથી? ‘એ હિતકાર જગમાં” મનમાં વસ્યાથી;
ઝાઝો પરિચય થયે મમતા ઘડે છે, તેનો વિયોગ જર વાર થતાં રડે છે. ૪ મનની ભ્રાંતિને લઈને જગતમાં જાદા જાદા પદાર્થોમાં જીવ સુખ બુદ્ધિ કરે છે. તે જણાવે છે :
અર્થ - માતા પ્રત્યે બાળકનું મન શાથી જાય છે ? તો કે એ મારું હિત કરનારી છે એવું તેના મનમાં પૂરેપુરું વસેલું છે તેથી જાય છે. પછી માતાનો ઝાઝો પરિચય થવાથી તેમાં મને મારાપણું સ્થાપે છે. અને તેનો થોડા સમયનો વિયોગ થતાં પણ તે બાળક રડવા બેસે છે. જો
તે રીતની જ ઘનમાં મનની રુચિ જો; લક્ષ્મી વડે બથ મળે હિતકારી ચીજો;
ઝંખે સદાય દિનરાત કમાણ કાજે, દુઃખો ખમે, નહિ ગણે વળી લોક-લાજે. ૫ અજ્ઞાનના કારણે ઘનમાં સુખબુદ્ધિની ભ્રાંતિ થઈ ગઈ છે તે હવે જણાવે છે –
અર્થ - બાળકની જેમ સંસારી જીવને ઘનમાં સુખબુદ્ધિ થઈ ગઈ છે. તેથી મનને ઘન પ્રાપ્ત કરવામાં જ રૂચિ રહે છે. તે એમ માને છે કે ઘન હોય તો બધી ભૌતિક સુખ સામગ્રી મેળવી શકાય. માટે રાતદિવસ તે ઘન કમાવા અર્થે સદાય ઝંખતો રહે છે. તે મેળવવા અનેક પ્રકારના દુઃખોને સહન કરે છે તથા તે ઘનની પ્રાપ્તિ અર્થે ગમે તેવાં કામ કરતાં લોકલાજને પણ ગણતો નથી. //પા
આસક્ત સૌ વ્યસનમાં ઑવ જે જણાય, તેમાંય માત્ર હિતબુદ્ધિ ગણી તણાય; મુખે કહે વ્યસન ના છૂટતું જરાય, તોયે અભાવ ન ખરા દિલથી કરાય. ૬ વ્યસનીને મન વ્યસન જ ભ્રાંતિથી સુખરૂપ જણાય છે. તે હવે કહે છે.
અર્થ:- વ્યસનમાં જે જીવો આસક્ત છે, તે પણ તેમાં માત્ર સુખબુદ્ધિ કરીને જ તણાય છે. મોઢેથી એમ બોલે કે શું કરીએ આ વ્યસન જરાય છૂટતું નથી. પણ ખરા દિલથી તે વ્યસન પ્રત્યે જીવને અભાવ થતો નથી. કેમકે તેણે મનની ભ્રાંતિથી તેમાં સુખબુદ્ધિ કરેલ છે. કા.
દેહાદિમાં મન રમે મમતા ઘરીને, સંસાર-કારણ વિષે પ્રિયતા કરીને;
સંસારનો ભય નથી મન-માંકડાને, માથે ભમે મરણ, ભાન ન રાંકડાને. ૭ સંસારી જીવોનું મન હમેશાં દેહાદિમાં જ રમ્યા કરે છે તે વિષે જણાવે છે :અર્થ - સંસારી જીવ ભ્રાંતિથી દેહ, સ્ત્રી, પુત્રાદિમાં જ સુખ માની તેમાં મમતા કરીને ત્યાં જ