________________
૩ ૦૮
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
એવી વાત કરે સદા રે નિગ્રંથો પર રાગ રે-ગુરુઓંને વંદીએ રે
નિર્મળ, હૃદય સ્ફટિક સમ રે દાનવીર શો ત્યાગ રે-ગુરુજીને વંદીએ રે. ૬૧ અર્થ :- જે ઉપરોક્ત વૈરાગ્યની વાત સદા કરે છે. જેને નિગ્રંથ એવા જ્ઞાની પુરુષો ઉપર રાગ છેપ્રેમ છે-ભક્તિ છે, જેનું હૃદય સ્ફટિક સમાન નિર્મળ છે.
“નિર્મળ અંતઃકરણ વિના મારા વચનને કોણ દાદ આપશે.” -શ્રીમદ્ રાજચંદ્ર જેના હૃદયમાં સ્ફટિક જેવી નિર્મળતા હોવાથી અલ્પ પણ દોષ પુણિયા શ્રાવકની જેમ જણાઈ આવે છે. તથા જેમાં દાનવીર જેવો સાચો ત્યાગ છે. ભોજરાજા દાન આપવામાં અતિ ઉદાર હતા. તેમ જેને પરપદાર્થ પ્રત્યે મમતાભાવ નથી તેને તે તે વસ્તુઓને ત્યાગતા દુઃખ લાગતું નથી. ૬૧ના
મુનીન્દ્ર-દર્શન-લાભથી રે નિર્ભયતા ય અપાર રે-ગુરુજીને વંદીએ રે.
ઉઘાડે છોગે ફરે રે, નિરર્ગલ ગૃહ-ધાર રે-ગુરુજીને વંદીએ રે. ૬૨ અર્થ - જેને મુનિઓમાં ઇન્દ્ર જેવા જ્ઞાનીપુરુષોના દર્શન સમાગમ વડે બોઘનો લાભ મળતા અપાર નિર્ભયતા આવી ગઈ છે. જે લોકનો ભય મૂકી દઈ ઉઘાડે છોગે ભક્ત બની ફર્યા કરે છે. તેમજ પરિગ્રહ પણ અલ્પમાત્ર નજીવો રાખવાથી જે નિશ્ચિતપણે ઘરના દ્વારને પણ નિરર્ગલ એટલે આગલો બંદ કર્યા વગર જ રાખે છે. કરા.
રાણીવાસ સમ પર ઘરે રે પ્રવેશ-ભાવ ન હોય રે-ગુરુજીને વંદીએ રે.
પર્વ-દિનોમાં મુનિ સમી રે ચર્યા શીખતો સોય રે-ગુરુજીને વંદીએ રે. ૬૩ અર્થ - રાણીવાસના મહેલ સમાન પરઘરને જાણી જેના અંતરમાં કોઈના ઘરે પ્રવેશ કરવાનો ભાવ નથી. તેમજ આઠમ ચૌદસ કે પર્યુષણાદિ પર્વ દિવસોમાં જે પ્રોષથોપવાસ કરીને મુનિચર્યાનો અભ્યાસ કરે છે. ૬૩ાા.
ઔષથ, ઉપકરણો તથા રે આહાર-પાણી દેય રે-ગુરુજીને વંદીએ રે.
વિહાર-ઉદ્યમી સાથુને રે સેવી લ્હાવો લેય રે-ગુરુજીને વંદીએ રે. ૬૪ અર્થ :- જે આત્મજ્ઞાની મુનિ મહાત્માઓને નિર્દોષ ઔષઘ જીવાનન્દ વૈદ્યની સમાન આપે છે. તથા ઉપકરણો અને આહાર-પાણી પણ ભાવથી આપે છે. તેમજ વિહાર કરવામાં ઉદ્યમી એવા સાધુપુરુષોની સેવા કરીને જે જીવનનો લ્હાવો લે છે. ૬૪
શ્રમણ-ઉપાસક ભાવથી રે પાળી વ્રત, તપ, શીલ રે-ગુરુજીને વંદીએ રે.
જિંદગીભર સત્ સાઘતાં રે સમાધિમરણે દિલ રે-ગુરુજીને વંદીએ રે. ૬૫ અર્થ :- શ્રમણ એટલે આત્મજ્ઞાની મુનિ મહાત્માના ઉપાસક એવા શ્રાવક, ભાવથી વ્રત, તપ, શીલને પાળે છે. તથા જીવનભર સતુ એટલે આત્માની આરાધના કરતાં હૃદયમાં સમાધિમરણ કરવાની ભાવના રાખે છે. II૬પાા
આફત, અસાધ્ય રોગમાં રે વસરે નહિ આત્માર્થ રે-ગુરુજીને વંદીએ રે.
કાયા, કષાય સૂકવે રે ત્યાગ-નિયમથી યથાર્થ રે-ગુરુજીને વંદીએ રે. ૬૬ અર્થ - જે કોઈપણ પ્રકારની મુશ્કેલી આવી પડ્યું કે અસાધ્ય એવા રોગમાં પણ આત્માર્થને