________________
૩૦ ૬
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
છે તથા પરિગ્રહ પણ જરૂર પૂરતો અલ્પ જ રાખે છે. તેમજ વ્રતધારી એવા તે શ્રાવક ન્યાયનીતિપૂર્વક આજીવિકાને મેળવે છે. //૪૯ો.
સુશીલ શ્રમણ ઉપાસતાં રે સુણે સંત-ઉપદેશ રે-ગુરુજીને વંદીએ રે.
જીવ-અજીવને ઓળખે રે ઘરે ન શંકા લેશ રે-ગુરુજીને વંદીએ રે. ૫૦ અર્થ - સુશીલ એટલે સદાચારી શ્રાવક, આત્મજ્ઞાની એવા શ્રમણ એટલે સાધુ ભગવંતની ઉપાસના કરે છે તથા પુરુષોના ઉપદેશને સાંભળે છે. ઉપદેશ સાંભળીને જીવતત્ત્વ અને અજીવ તત્ત્વની ઓળખાણ કરે છે. તેની શ્રદ્ધા કરે છે, અર્થાત્ સાત તત્ત્વ, નવ પદાર્થ, છ દ્રવ્ય, કે છ પદની શ્રદ્ધા કરે છે. પણ તેમાં લેશ પણ શંકા કરતા નથી. પા
પુણ્ય-પાપ પિછાનતા રે વળી સુખદુઃખસ્વરૂપ રે-ગુરુજીને વંદીએ રે.
આસ્રવ, સંવર સમજતા રે કર્મબંઘના રૂપ રે-ગુરુજીને વંદીએ રે. ૫૧ અર્થ - જે પુણ્યપાપના ફળ સુખદુઃખ આવે છે તેને બરાબર સમજે છે. તેમજ આસ્રવ તત્ત્વ કર્મબંઘનું કારણ છે અને સંવર તત્ત્વ કર્મને આવતા રોકવાનું કારણ છે એમ જે જાણે છે. પલા
ખડ્ઝ, મુશળ, છરી આદિ જે રે ક્રિયા અધિકરણો ય રે-ગુરુજીને વંદીએ રે.
કર્મબંઘના સાઘનો રે જાણ કરે નિયમો ય રે-ગુરુજીને વંદીએ રે. પર અર્થ:- ખજ્ઞ એટલે તરવાર, મુશળ એટલે સાંબેલું, છરી એટલે ચપ્પ વગેરે બીજાને આપવાથી તેની અઘિકરણક્રિયા લાગે છે. માટે કર્મબંઘના સાધનો જાણી બીજાને ન આપવાનો નિયમ કરે છે. પરા
વળી નિર્જરા કારણે રે શુભક્રિયા સ્વાધ્યાય રે–ગુરુજીને વંદીએ રે.
સગુરુ-આજ્ઞાએ કરે રે ધ્યાનાદિક ઉપાય રે-ગુરુજીને વંદીએ રે. પ૩ અર્થ - વળી કમોંની નિર્જરા કરવા માટે જે સગુરુ આજ્ઞાએ ભક્તિ, પૂજા, જપ, તપ, સામાયિક, પ્રતિક્રમણ, આલોચનાદિ શુભક્રિયાઓ કરે છે, સ્વાધ્યાય કરે છે, જેથી અશુભ કર્મો આવતાં રોકાય છે. તથા સદ્ગુરુ આજ્ઞાથી આત્માર્થના લક્ષે ધ્યાન, કાયોત્સર્ગ આદિની ક્રિયાને પણ જે આચરે છે. પિતા
સ્વરૂપ સમજે મોક્ષનું રે નિઃસ્પૃહીં ને અસહાય રે-ગુરુજીને વંદીએ રે.
દેવાદિકથી નહિ ચળે રે સશ્રદ્ધાથી જરાય રે-ગુરુજીને વંદીએ રે. ૫૪ અર્થ - જે સર્વ કર્મનો નાશ કરી પોતાના આત્માની શુદ્ધિ કરવી તેનું નામ મોક્ષ છે એમ જાણી નિઃસ્પૃહી અને અસહાય એટલે સ્વાવલંબી બને છે. દેવ, મનુષ્ય કે તિર્યંચ આદિના ઉપસર્ગ થયે પણ જે સતુશ્રદ્ધાથી કિંચિત્ પણ ચલાયમાન થતા નથી.
કામદેવ શ્રાવકનું દ્રષ્ટાંત - કામદેવ શ્રાવક ભગવાન મહાવીરનો શિષ્ય હતો. એકવાર ઇન્દ્ર તેની ઘર્મ અચળતાની પ્રશંસા કરી. તેથી એક દેવ તેમની પરીક્ષા કરવા આવ્યો. અનેક પ્રકારના પરિષહ ઉપસર્ગ કર્યા. છતાં તે ચલાયમાન થયો નહીં. તેથી ક્ષમાવીને સ્વસ્થાનકે ગયો.
“કામદેવ શ્રાવકની ઘર્મદ્રઢતા આપણને શો બોઘ કરે છે તે કહ્યા વગર પણ સમજાયું હશે. એમાંથી તત્ત્વવિચાર એ લેવાનો છે કે, નિગ્રંથપ્રવચનમાં પ્રવેશ કરીને દ્રઢ રહેવું. કાયોત્સર્ગ ઇત્યાદિક જે ધ્યાન ઘરવાનાં છે તે જેમ બને તેમ એકાગ્ર ચિત્તથી અને દ્રઢતાથી નિર્દોષ કરવાં.' ચળવિચળ ભાવથી કાયોત્સર્ગ બહુ દોષયુક્ત થાય છે. “પાઈને માટે ઘર્મશાખ કાઢનારા ઘર્મમાં દ્રઢતા ક્યાંથી રાખે? અને રાખે તો કેવી