________________
૩૦૪
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
મેરું સમ નિષ્કપ તે રે નિર્મળ શારદ નીર રે-ગુરુઓંને વંદીએ રે.
જાગ્રત જો ભાખંડ સમા રે સાગર સમ ગંભીર રે-ગુરુજીને વંદીએ રે. ૩૬ અર્થ :- જે મેરુ સમાન નિષ્ક્રપ એટલે સ્થિર છે, શરદઋતુના જળ જેવા નિર્મળ છે, ભારંડ પક્ષી સમા જે સદા જાગૃત છે તથા સાગર સમાન જે ગંભીર છે. ૩૬ાા
સંયમ-તપ-વાસિત ઉરે રે વિચરે ઉદય-પ્રયોગ રે ગુરુજીને વંદીએ રે.
અંતરાય નહિ કોઈની રે દશે દિશાય અરોક રે-ગુરુજીને વંદીએ રે. ૩૭ અર્થ :- જેનું હૃદય સંયમ એટલે ચારિત્ર અને તપ આદરવાની ઇચ્છાથી વાસિત થયેલું છે. જે પોતાના કર્મોદયના આઘારે વિચરે છે. જેને માટે દશેય દિશામાં કોઈ રુકાવટ નથી અર્થાત્ તે દિશાઓમાં વિચરતાં જેને કોઈ અંતરાય કરનાર નથી. [૩શા
શરીર કસે ઉપવાસથી રે લે ભિક્ષા નિર્દોષ રે-ગુરુજીને વંદીએ રે.
શરીર પર મમતા નહીં રે ઘરે સદા સંતોષ રે-ગુરુજીને વંદીએ રે. ૩૮ અર્થ - જે પોતાના શરીરને ઉપવાસ કરીને કસે છે. જરૂર પડ્યે નિર્દોષ ભિક્ષા લે છે. શરીર ઉપર પણ જેને મમતાભાવ નથી. જે સદા સંતોષભાવ ઘારણ કરીને જીવે છે. [૩૮
ધ્યાન ઘરે સ્થિર આસને રે નિયમિત વર્તન સર્વ રે-ગુરુજીને વંદીએ રે.
વસ્ત્રરહિત પરવા નહીં રે નહિ લબ્ધિનો ગર્વ રે-ગુરુજીને વંદીએ રે. ૩૯ અર્થ - સ્થિર આસન લગાવી જે ધ્યાન ઘરે છે. જેનું સર્વ વર્તન નિયમિત છે. વસ્ત્રરહિત હોવા છતાં જેને કોઈ પરવસ્તની પરવા નથી. લબ્ધિઓ પણ જેને પ્રાપ્ત છે છતાં વિષ્ણકુમારની જેમ કિંચિત ગર્વ નથી. ૩૯ો.
સપુરુષાર્થે મુનિપણું રે જીવનભર પાબંત રે-ગુરુજીને વંદીએ રે.
પરિષહ સંકટ-કાળમાં રે સહુ આહાર તર્જત રે-ગુરુજીને વંદીએ રે. ૪૦ અર્થ - સપુરુષાર્થ કરીને જીવનપર્યત મુનિપણાને પાળે છે. દેવ, મનુષ્ય કે તિર્યંચ કૃત પરિષહમાં કે ઘોર જંગલમાં વાઘ સિંહાદિના સંકટ સમયે જે ચારે પ્રકારના આહારને ત્યાગે છે અથવા સાગાર પચ્ચખાણ લે છે. ૪૦ના
જે માટે ઘર નગ્નતા રે કેશ ઉપાડે આપ રે-ગુરુજીને વંદીએ રે.
દાતણ, જોડા, સ્નાન તજી રે છત્રી તર્જી સહે તાપ રે-ગુરુજીને વંદીએ રે. ૪૧ અર્થ - આત્મસમાધિ અર્થે જેણે નગ્નતાને ઘારણ કરી છે કેશલોચ કરે છે. દાતણ કરવું, જોડા પહેરવા કે સ્નાન કરવું જેણે તજી દીધું છે, તથા છત્રીને તજી દઈ ગમે તેવા તાપને પણ જે સહન કરે છે.
“નગ્નભાવ, મુંડભાવ સહ અજ્ઞાનતા, અદંતથોવન આદિ પરમ પ્રસિદ્ધ જો; કેશ રોમ નખ કે અંગે શૃંગાર નહીં, દ્રવ્યભાવ સંયમમય નિગ્રંથ સિદ્ધ જો. અપૂર્વ” ||૪૧ બ્રહ્મચર્ય ઍવતાં લગી રે પર-ઘર ભિક્ષાહાર રે-ગુરુજીને વંદીએ રે.
ભેમિ શય્યા કે પાટ પર રે સૂતાંય આત્મવિચાર રે-ગુરુજીને વંદીએ રે. ૪૨ અર્થ :- જે જીવતા સુથી બ્રહ્મચર્યવ્રતને પાળે છે. પરઘરથી ભિક્ષા લઈને આહાર કરે છે. જે ભૂમિ