________________
(૨૬) ક્રિયા
૩૦ ૩
અર્થ - તે મહાત્માઓ પોતાની સર્વ શક્તિએ અઢાર પા૫ સ્થાનકને તજી સઘર્મને આચરે છે. એમ સર્વ આત્મસાધનથી સંપન્ન થઈ પંચ મહાવ્રત પાળી, શ્રેણિ માંડી, અંતે સિદ્ધ ભગવાન બને છે. ૩૦ના
વિચરે છે એ માર્ગમાં રે મહાપુરુષ બળવંત રે-ગુરુજીને વંદીએ રે.
મોહરહિત, નિગ્રંથ તે રે અમલ કમલ સમ સંત રે-ગુરુજીને વંદીએ રે. ૩૧ અર્થ - એ બળવાન મહાપુરુષો સદા મોક્ષમાર્ગમાં વિચરે છે. તે મોહરહિત નિગ્રંથ પુરુષો છે. જળમાં રહેલા કમળ સમાન ગમે તેવી સ્થિતિમાં રહેવા છતાં પણ અલિત એવા તે સંત પુરુષો છે |૩૧ાા
ઇચ્છા-મમતાને તજી રે આજ્ઞાએ ઑવનાર રે-ગુરુજીને વંદીએ રે. - હિંસા સર્વ પ્રકારની રે જ્ઞાન-ઘાત કરનાર રે-ગુરુજીને વંદીએ રે. ૩૨
અર્થ :- સર્વ પ્રકારની ઇચ્છાઓ કે મમતાભાવને તજી દઈ જે ભગવંતની આજ્ઞાનુસાર જીવન જીવનાર છે. તથા જે છ કાયરૂપ દ્રવ્યહિંસા અને આત્માના પરિણામોમાં રાગદ્વેષ વડે થતી ભાવ હિંસાને, આત્માના મુખ્ય જ્ઞાનગુણને ઘાતનાર જાણી તેને સર્વ પ્રકારે તજી દે છે.
“દ્રવ્યથકી છ કાયને, ન હણે જેહ લગાર; પ્રભુજી ભાવદયા પરિણામનો, એહી જ છે વ્યવહાર. પ્રભુજી બાહુ નિણંદ દયામયી.” ||૩૨ાા “તઓં પાપો ઍવતાં લગી રે સાવઘાન નિશદિન રે-ગુરુજીને વંદીએ રે.
ક્લેશકારી નહિ કોઈને રે વા સમ બંઘનહીન રે-ગુરુજીને વંદીએ રે. ૩૩ અર્થ :- એ મહાત્માઓ જીવનભર આવા સર્વ પાપોને તજી દઈ પાંચ સમિતિ અને ત્રણ ગુતિને પાળી નિશદિન સાવઘાન ઉપયોગે રહે છે. એવા મહાત્મા પુરુષોનું વર્તન કોઈને પણ ક્લેશકારી હોતું નથી. વા એટલે વાયુને કોઈ બાંધી શકે નહીં તેમ એ મહાત્માઓને પણ નવીન કમોં બાંધી શકવા સમર્થ નથી, તેથી બંઘનહીન થઈ તે સદા ઉદયાથીન વિહાર કરે છે. ૩૩
પૃથ્વી સમ સઘળું ખમે રે તપ-તેજે દીપંત રે-ગુરુજીને વંદીએ રે.
શશી સમ શાંતિ વર્ષતા રે નભ સમ નિરાલંબ રે-ગુરુજીને વંદીએ રે. ૩૪ અર્થ - તે મહાત્માઓ પૃથ્વીની જેમ આવેલ સર્વ દુઃખોને સમભાવે સહન કરે છે તથા તરૂપી તેજથી સદા દેદીપ્યમાન રહે છે. ચંદ્રમા સમાન શીતળ શાંતિના જે વર્ષાવનાર છે. તેમજ નભ એટલે આકાશ સમાન સદા નિરાલંબ છે અર્થાતુ સ્વાવલંબી છે. ૩૪
અપીટ્ય સિંહ સમા સદા રે અબદ્ધ પંપ્ન સમાન રે-ગુરુજીને વંદીએ રે.
કુર્મ-અંગ સમ ઇંદ્રિયો રે વશ રાખે, તડેં માન રે-ગુરુજીને વંદીએ રે. ૩૫ અર્થ :- જે સદા અપીડ્ય સિંહ જેવા છે. અપીડ્ય એટલે સિંહને દેખતાં જ શિયાળ ખાઘેલા માંસને તત્કાળ બહાર ઓકી કાઢે છે, તેમ શિષ્ય પણ પોતાના દોષને આવા આચાર્ય પાસે તત્કાળ ઓકી કાઢે છે તથા પક્ષી સમાન સદા અબદ્ધ છે અર્થાત પક્ષીને કોઈ પણ દિશા કે ઝાડનો પ્રતિબંધ નથી તેમ આ મહાત્માઓને કોઈ દિશા કે નિવાસ સ્થાનનો પ્રતિબંધ નથી.
કર્મ એટલે કાચબો પોતાના અંગોને ઢાલમાં સંકોચી રાખે છે તેમ જે પોતાની ઇન્દ્રિયોને પોતામાં જ સંકોચી વશ રાખે છે છતાં તેનું કંઈ અભિમાન કરતા નથી. રૂપા