________________
(૨૬) ક્રિયા
૩ ૦ ૭
રાખે!” એ વિચારતાં ખેદ થાય છે.” (વ.પૃ.૭૩) //પ૪ો
પ્રવચન સૌ વિતરાગનાં રે માને તે નિઃશંક રે-ગુરુજીને વંદીએ રે.
સમકિત-ઔષધિ-વાસના રે ઊતરી હાડ પર્યત રે-ગુરુજીને વંદીએ રે. ૧૬ અર્થ - જે વીતરાગના પ્રકૃષ્ટ વચનોને નિશંકપણે માને છે. મિથ્યાત્વરૂપ રોગનું ઔષઘ સમકિત છે, એવી વાસના જેને હાડોહાડ ઊતરી ગઈ છે. પપા.
આત્મઘર્મ વિણ અન્યને રે ઇચ્છે નહીં સુજાણ રે-ગુરુજીને વંદીએ રે.
ઘર્માત્મા કે થર્મફળ રે આત્મહિતની ખાણ રે-ગુરુજીને વંદીએ રે. પ૭ અર્થ - એવા સમ્યગ્દષ્ટિજીવ આત્મઘર્મ સિવાય જગતના કોઈપણ પદાર્થને ઇચ્છતા નથી, માત્ર ઘર્માત્માપુરુષના સંગને કે ઘર્મના ફળને જે આત્મહિતની ખાણ માને છે. //પકા
ગણી, ઘરે ના અણગમો રે પામ્યા છે પરમાર્થ રેગુરુજીને વંદીએ રે.
સંશય પૂછી સૂત્રના રે અવઘાર્યા છે અર્થ રે-ગુરુજીને વંદીએ રે. પ૭ અર્થ - જેને ઘર્મના સાઘન કરવામાં અણગમો આવતો નથી. જે આત્માને હિતરૂપ એવા વાસ્તવિક પરમાર્થને સમજ્યા છે. જેણે સૂત્રમાં થતી શંકાઓના અર્થ સારી રીતે પૂછીને અવઘાર્યા છે. //પલા
નિશ્ચિત અર્થ ન ભૂલતા રે કહે ઘર્મની વાત રે :- ગુરુજીને વંદીએ રે.
“અહો! ભાઈ, નિગ્રંથનાં રે પ્રવચન જે સિદ્ધાંત રે-ગુરુજીને વંદીએ રે. ૫૮ અર્થ - ભગવંતે નિશ્ચિત કરેલા અર્થને જે ભુલતા નથી અને બીજાને પણ ઘર્મની વાત કરે છે કે અહો ! ભાઈ નિગ્રંથ પુરુષોના પ્રવચન છે તે તો અનુભવથી સિદ્ધ થયેલા સિદ્ધાંતો છે. તેમાં કદી પૂર્વાપર વિરોઘ આવે નહીં. તે તો ભગવાનની અવિરોઘ વાણી છે. ૫૮
આત્મ-વિચાર ઉગાડતાં રે સરસ્વતી સાક્ષાત રે-ગુરુજીને વંદીએ રે..
અજ્ઞાનીની વાણી તો રે જડ વાણીની જાત રે-ગુરુજીને વંદીએ રે. ૧૯ અર્થ - ભગવાનની પૂર્વાપર અવિરોઘ વાણી આત્મવિચારને જન્મ આપવા સમર્થ છે. તે તો સાક્ષાત્ સરસ્વતી છે. જ્યારે અજ્ઞાનીની વાણી તો અનુભવ વગરની હોવાથી જડ જેવી છે. તે આત્મવિચાર ઉત્પન્ન કરવા સમર્થ નથી. એમ જે માને છે તે જ સાચા શ્રાવક છે. પલા
પુત્રાદિ ઘન ઘાવ સો રે અનર્થકારી જાણ રે-ગુરુજીને વંદીએ રે.
અસાર આ સંસારનું રે વઘવાપણું પ્રમાણ રે-ગુરુજીને વંદીએ રે. ૬૦ અર્થ - વળી શ્રાવક પોતાના મનમાં જ્ઞાની પુરુષનો બોઘ પરિણામ પામવાથી એમ વિચારે છે કે પુત્ર, સ્ત્રી, ઘન, ઘાન્યાદિ એ સૌ આત્માને અનર્થ કરનાર છે. આત્મગુણોની ઘાત કરનાર છે. જેથી માત્ર અસાર એવો આ સંસાર જ વધે છે.
“લક્ષ્મી અને અધિકાર વઘતાં, શું વધ્યું તે તો કહો? શું કુટુંબ કે પરિવારથી વઘવાપણું, એ નય ગ્રહો; વઘવાપણું સંસારનું નર દેહને હારી જવો, એનો વિચાર નહીં અહોહો! એક પળ તમને હવો!!!” (વ.પૃ.૧૦૭) //૬૦ના