________________
(૨૬) ક્રિયા
૨૯૫
અર્થ - શાસ્ત્રોનું શ્રવણ પવનની લહેર સમાન છે. પવન જેમ આવ્યો અને ગયો તેમ તે જ્ઞાન વિશેષ ટકી શકે નહીં. પણ મન પર છાપ તો મનન કરવાથી પડે છે તથા નિદિધ્યાસન કરવાથી તે જ્ઞાન ભાવકૃતરૂપ બની અંતરમાં પરિણમે છે.
જો શ્રવણ જ બહુ કરે તો મનન કરવાની શક્તિ આળસી જાય છે. તેથી ભગવાનના બોઘને સારી રીતે શ્રવણ કરીને પછીનો જે મનન કે નિદિધ્યાસન કરવાનો ક્રમ છે તેને મુમુક્ષુ જીવ હશે તે જરૂર નિત્ય પાળવાનો પ્રયત્ન કરશે. કેમકે સમ્યજ્ઞાનને યથાર્થ રીતે હૃદયમાં પરિણમાવવાનો એ સાચો ઉપાય છે. સમ્યજ્ઞાન એ આત્માનું મૂળ ઘન છે અને એ જ ખરા સુખનું કારણ છે. “શ્રવણ એ પવનની લહેર માફક છે. તે આવે છે, અને ચાલ્યું જાય છે. મનન કરવાથી છાપ બેસે છે, અને નિદિધ્યાસન કરવાથી ગ્રહણ થાય છે. વઘારે શ્રવણ કરવાથી મનનશક્તિ મંદ થતી જોવામાં આવે છે.” (વ.પૃ.૭૮૪) //૩૬
જ્ઞાન વડે ઘણું જાણવા છતાં પણ તે પ્રમાણે ક્રિયા કરે નહીં તો જીવ મુક્તિ પામે નહીં. તેમ ક્રિયા ઘણી કરે પણ તે સંબંધી જ્ઞાન મેળવે નહીં તો પણ આત્મસાર્થક થાય નહીં.
જેમકે એક આંધળો અને એક પાંગળો માણસ જંગલમાં હતા. ત્યાં દવ લાગ્યો. હવે આંધળો દોડવારૂપ ક્રિયા કરી શકે પણ જ્ઞાનરૂપ નેત્ર નહીં હોવાથી તે દાવાનલમાં બળી મરે, અને પાંગળામાં જ્ઞાનરૂપ નેત્ર છે, પણ ચાલવારૂપ ક્રિયા કરવામાં તે અસમર્થ હોવાથી તે પણ બળી મરે. પણ બેયનો સમન્વય થઈ પાંગળો આંધળાની ખાંઘ ઉપર ચઢી જાય, અને પાંગળો જેમ દોરે તેમ આંધળો ચાલે તો બેય બચી જાય. તેમ જ્ઞાન સહિતની ક્રિયા કરે તો જીવનો અવશ્ય મોક્ષ થાય. જ્ઞાન અને ક્રિયા એ બન્ને રથના બે ચક્ર જેવા છે. “પઢમં નાણું તવો દયા’ ‘પ્રથમ જ્ઞાનને પછી અહિંસાની ક્રિયા કરવાનું મહાપુરુષો જણાવે છે. માટે જ્ઞાન સહિતની ક્રિયા કરવાનો આ પાઠમાં ઉપદેશ કરે છે.
(૨૬) ક્રિયા
(દુર્લભ ભવ લહી દોહિલો રે, કહો તરિકે કવણ ઉપાય રે પ્રભુજીંને વીનવું રે)
લાયનાયક સદગુરું રે ભજતાં સર્વ ભજાય રે-ગુરુજીને વંદીએ રે રાજચંદ્ર ગુવચનને રે અનુસરી મોક્ષ જવાય રે-ગુરુજીને વંદીએ રે.
૧૦ અર્થ - આત્મજ્ઞાન અને સમતાભાવથી યુક્ત એવા લાયક તથા મોક્ષમાર્ગ બતાવવામાં નાયક એટલે નેતા સમાન પરમકૃપાળુ સદ્ગુરુ ભગવંતને ભાવપૂર્વક ભજતાં પૂર્વે શુદ્ધ આત્મસ્વરૂપને પામેલા એવા અનંત પુરુષો પણ ભજાઈ જાય છે. કેમકે સર્વ સપુરુષોનું સહજાન્મસ્વરૂપ એક સરખું છે.
તેથી સદ્ગુરુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુના વચનાનુસાર વર્તન કરવાથી મોક્ષે જઈ શકાય છે. માટે એવા ગુરુદેવના ચરણકમળમાં સદા વંદન કરી પાવન થઈએ.
“મોક્ષમાર્ગમ્ય નેત્તાર, ભેસ્તારં કર્મ ભૂભુતામ; જ્ઞાતારું વિશ્વ તત્ત્વાનામ્ વન્દ તગુણ લબ્ધયે.” -શ્રીમદ્ રાજચંદ્ર (પૃ.૬૭૨)