________________
૨૯ ૬
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
મોક્ષમાર્ગના નેતા, કર્મરૂપી પર્વતોના ભેદનાર, સમગ્ર તત્ત્વના જ્ઞાતા એવા પ્રભુને તે ગુણોની પ્રાતિ અર્થે વંદન કરું છું. લા.
“બોથ વડે બંધન તૂટે રે જો પુરુષાર્થ કરાય રે-ગુરુજીને વંદીએ રે.
બંઘન પરિગ્રહ ભાવ છે રે તે તોડ્યો ગુરુરાય રે-ગુરુજીને વંદીએ રે. ૨ અર્થ - જો જીવથી પુરુષાર્થ કરાય તો બોઘબળે કર્મબંઘનને તોડી શકાય છે. બાહ્ય તેમજ અત્યંતર પરિગ્રહ પ્રત્યેનો મૂચ્છભાવ એટલે મમત્વભાવ એ જ પરિગ્રહ છે. તે મૂચ્છભાવને શ્રી ગુરુરાજે તોડી નાખ્યો માટે એવા ગુરુજીને અમારા સદા વંદન હો. રા.
પુણ્ય-પાપ કિયા વિષે રે રાચ્યો જનસમુદાય રે-ગુરુજીને વંદીએ રે.
તત્ત્વચિ પ્રગટાવતા રે કળિકાળે ગુરુ રાય રે-ગુરુજીને વંદીએ રે. ૩ અર્થ - જગતમાં લોકોનો સમુદાય પુણ્ય પાપની ક્રિયામાં રાચી રહ્યો છે. ઘર્મ કરીને કાં તો પૂણ્યની ઇચ્છા રાખે છે કે પાપમય ક્રિયા કરી દુર્ગતિને સાથે છે. શ્રી દેવચંદજી સ્તવનમાં જણાવે છે :
“દ્રવ્ય ક્રિયા રુચિ જીવડા રે, ભાવ ઘર્મ રુચિ હીન;
ઉપદેશક પણ તેહવા રે, શું કરે જીવ નવીન રે. ચંદ્રાનન જિન ચંદ્રાનન જિન, સાંભળીએ અરદાસ રે; મુજ સેવક ભણી.” પણ આ કળિકાળમાં તત્ત્વરુચિ એટલે આત્મપ્રાપ્તિની રુચિ પ્રગટાવનાર શ્રી ગુરુરાજ છે, કે જેમણે કોઈ પણ ક્રિયા કરતાં લક્ષ એક આત્માર્થનો જ રાખવા ભલામણ કરી છે.
સર્વ પ્રકારની ક્રિયાનો, યોગનો, જપનો, તપનો અને તે સિવાયના પ્રકારનો લક્ષ એવો રાખજો કે આત્માને છોડવા માટે સર્વે છે; બંધનને માટે નથી. જેથી બંઘન થાય એ બઘાં (ક્રિયાથી કરીને સઘળાં યોગાદિક પર્યત) ત્યાગવા યોગ્ય છે.” (વ.પૃ.૨૫૬) Il૩ી.
દુર્લભ નરભવ પામિયો રે કર પુરુષાર્થ અપાર રે-ગુરુજીને વંદીએ રે.
સત્યરુષાર્થ હવે થશે રે કરતાં આત્મવિચાર રે-ગુરુજીને વંદીએ રે. ૪ અર્થ - પૂર્વભવે અપાર પુરુષાર્થ કરીને આ દશ દ્રષ્ટાંતે દુર્લભ એવા નરભવને તું પામ્યો છું પણ હવે ભેદજ્ઞાન માટે આત્મવિચાર કર્તવ્યરૂપ ઘર્મ ભજવો યોગ્ય છે. તેવી આત્મભાવના ભાવતાં સપુરુષાર્થ બનવા યોગ્ય છે. “હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્રાદિ કોઈ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય.” (વ.પૃ.૫૦૪) //૪
બંઘમાર્ગમાં બહ ભમ્યો રે મોક્ષમાર્ગ ઉર ઘાર રે-ગુરુજીને વંદીએ રે.
પ્રયોજન પૅરતાં થતાં રે પાપ અનેક વિચાર રે-ગુરુજીને વંદીએ રે. ૫ અર્થ :- હવે નીચેની ગાથાઓ પ્રમાણે જીવને બાર પ્રકારે પાપબંઘ થયા કરે છે તે જણાવે છે -
અનંતકાળથી જીવ રાગદ્વેષ અજ્ઞાનવડે કમ બાંધી બંઘમાર્ગમાં બહુ ભમ્યો છે. હવે તું તે પાપોથી છૂટવારૂપ મોક્ષમાર્ગને હૃદયમાં ઘારણ કર.
ગૃહસ્થ અવસ્થામાં શરીરાદિના નિર્વાહ અર્થે પ્રયોજન પૂરતા છ કાય જીવની વિરાઘના કરવારૂપ પાપો પણ થયા કરે છે. એ કર્મબંધનો પહેલો પ્રકાર છે. પા