________________
૨૯૪
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
જો આત્માનું શુદ્ધ સ્વરૂપ અનુભવાય તો તે શ્રેષ્ઠ સમ્યજ્ઞાન છે. તેનાવડે સમયે સમયે જીવ કર્મરૂપી રજને જ્ઞાનવાયુવડે હરણ કરે છે, અર્થાત્ સમયે સમયે જીવ અનંતકર્મની નિર્જરાને સાથે છે અને તે જ સાચું ઘર્મધ્યાન અથવા આત્મધ્યાન ગણવા યોગ્ય છે. ૩રા
જ્ઞાની ગુરુંના બોઘરૂપી ડાંગ વાગી કેડમાં, સંસાર-બળ ભાગી ગયું, જાણે પુરાયો હેડમાં; તે નારીમુખ નિહાળવામાં અંઘ સમ વર્તન કરે,
મિથ્યાવચન-ઉચ્ચારમાં તે બોબડા સમ મતિ ઘરે. ૩૩ અર્થ :- જ્ઞાની એવા શ્રી ગુરુની બોઘરૂપી ડાંગ જેના કેડમાં વાગી ગઈ તેનું સંસારબળ બધું ભાંગી ગયું, અને જાણે પોતે લાકડાની હેડમાં પુરાઈ ગયો હોય એવું થઈ જાય છે અર્થાત્ હવે તેને સંસાર પ્રત્યેનો મોહ મટી જઈ ક્યાંય જવાની ઇચ્છા થતી નથી. તે સ્ત્રીનું મુખ રાગપૂર્વક જોવામાં અંઘ સમાન વર્તન કરે છે તથા તેની બુદ્ધિ જૂઠ બોલવામાં બોબડા જેવી બની જાય છે. ૩૩
કુતીર્થ-પંથે પાંગળો તે, શૂન્યમન વ્યવહારમાં, ને વિષયભોગે આળસું, નિર્બળ અહિત-પ્રચારમાં; શા કામનો ઑવ જગતમાં એવો અપંગ બની ગયો,
તેથી હવે નિજ ઘર વિષે નિશદિન રહેનારો થયો. ૩૪ અર્થ - સમ્યજ્ઞાનના બળે કુતીર્થમાં દેવ-દેવીઓના માર્ગને અનુસરવા માટે તે પાંગળો થઈ જાય છે તથા વ્યવહાર કાર્યો કરવામાં તેનું મન હવે શુન્યવત્ વર્તે છે અર્થાત્ તેમાં તેનું મન હવે ચોંટતું નથી. પાંચ ઇન્દ્રિયના વિષયભોગો ભોગવવામાં પણ તે આળસુ બને છે, અર્થાત્ તેમાં તેને રસ આવતો નથી. તેમજ આત્માને જેથી કર્મ બંઘાય એવાં કાંઈ પણ અહિતકાર્યના પ્રચારમાં તેનું બળ ચાલતું નથી. એવો અપંગ બનેલો જીવ આ સંસારમાં શા કામનો છે. તેથી હવે તે પોતાના આત્મસ્વરૂપરૂપ નિજ ઘરમાં જ હમેશાં રહેનારો થાય છે. [૩૪
સુજ્ઞાન શિવ-ઉપાય સમજો, રાગ બંઘ કરાવતો, તેથી તજી સો રાગ-અંશો જ્ઞાન શુદ્ધ જગાવજો. વાંચે, સુણે, સમજે ઘણા, પણ મનન કોઈક જ કરે;
શ્રવણ, મનન, નિદિધ્યાસનો ક્રમ સુવિચક્ષણ આદરે. ૩૫ અર્થ - સમ્યજ્ઞાનને મોક્ષપ્રાપ્તિનો ખરો ઉપાય સમજો તથા રાગભાવ સદા કર્મબંધ કરાવનાર છે એમ જાણી રાગના સર્વ અંશોને તજી દઈ શુદ્ધ આત્મા સંબંધીના જ્ઞાનને મેળવવાનો પ્રયાસ કરજો. ઘણા જીવો શાસ્ત્રો વાંચે, સાંભળે કે જાણે પણ તેના ઉપર મનન એટલે ચિંતન તો કોઈક જ કરે છે. પણ જે સુવિચક્ષણ છે અર્થાત્ હોશિયાર છે, તે તો શ્રવણ, મનન અને નિદિધ્યાસનના ક્રમને આદરે છે. રૂપા
સુશ્રવણ લહરી સમ ટકે નહિ, છાપ મન મનને ઘરે, પરિણામ જે નિદિધ્યાસના તે ભાવકૃત ફૂપ સંઘરે; જો શ્રવણ કર કર બહુ કરે તો મનનશક્તિ આળસે, સુશ્રવણ પછીનો ક્રમ મુમુક્ષુ તેથી નિત્યે પાળશે. ૩૬