________________
૨૯૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
પુરુષાર્થ કરી, સંસાર સમુદ્રને તરી જાય છે.
“લોકને વિષે રહેલા દ્રવ્યો, તેના સ્વરૂપ, તેના ગુણ, ઘર્મ, હેતુ, અહેતુ, પર્યાયાદિ અનંત અનંત પ્રકારે છે, તેનું જેમાં વર્ણન છે તે ‘દ્રવ્યાનુયોગ.” (વ.પૃ.૭૫૫)
પ્રત્યક્ષ સત્સમાગમમાં ભક્તિ વૈરાગ્યાદિ દ્રઢ સાઘનસહિત, મુમુક્ષુએ સગુરુ આજ્ઞાએ દ્રવ્યાનુયોગ વિચારવા યોગ્ય છે.” (વ.પૃ.૫૦૮) રપા.
સન્શાસ્ત્ર-અભ્યાસે સમજ નિજ આત્મહિતની આવશે, તે નવ નવીન સંવેગ સહ નિષ્કપ સંવર લાવશે; તપ આકરાં અઠ્ઠાઈ કરી અજ્ઞાની જે શુદ્ધિ ઘરે,
તેથી બહુગુણી શુદ્ધિ થરતા તપ વિના જ્ઞાની ખરે! ૨૬ અર્થ - સન્શાસ્ત્રનો અભ્યાસ કરવાથી પોતાના આત્માનું હિત શામાં છે તેની સાચી સમજ આવશે. તે સાચી સમજ નવા નવા સંવેગ ભાવો એટલે સંસારથી મુક્ત થવાના ભાવોને જન્મ આપી આત્મામાં નિષ્ક્રપ એટલે સ્થિરપણે સંવર કરાવશે અર્થાત આવતા કર્મોને દ્રઢપણે રોકી લેશો.
આકરાં તપ અઠ્ઠાઈ વગેરે કરીને અજ્ઞાની જે શુદ્ધિ કરે છે તેના કરતાં અનેકગણી શુદ્ધિ તપ વગર જ્ઞાનીઓ પોતાના અંતર્માત્મામાં પ્રગટેલ જ્ઞાન, વૈરાગ્ય વડે કરે છે. આત્મજ્ઞાનથી ઉદભવેલો પરપદાર્થ પ્રત્યેનો વિરક્તભાવ તેનું આ અદ્ભુત પરિણામ છે. /રકા
ઉન્મત્ત હાથી અંકુશે વશ થાય, મન પણ જ્ઞાનથી; જ્ઞાન-ઉપયોગ રહિત મન તે પજવતું તોફાનથી, જો નાગ કાળો મંત્ર-વિધિથી વાદ-કરમાં વશ થતો,
તેવી રીતે મન-દોષ પણ સુજ્ઞાન-યોગે ટળી જતો. ૨૭ અર્થ :- ઉત્તમ હાથી જેમ અંકુશથી વશ થાય છે તેમ મન પણ સમ્યજ્ઞાન વડે અર્થાત્ સાચી સમજણથી વશ કરી શકાય છે. “(ત્યમ) જ્ઞાને બાંગ્યુ મન રહે (સ) ગુરુ વિણ જ્ઞાન ન હોય” -નિત્યક્રમ
સમ્યક સમજણથી રહિત મન, તે અનેક પ્રકારે મોહના વિકલ્પો કરાવી જીવને પજવે છે. જેમ કાળો નાગ મંત્રની વિધિ વડે મંત્રવાદીના હાથમાં વશ થાય છે તેવી રીતે વિષયકષાયની વૃત્તિરૂપ મનના દોષ પણ સમ્યકજ્ઞાનના યોગે અર્થાત્ સબોઘે સાચી સમજણ આવવાથી ટળી જાય છે. રક્ષા
જે ચિત્ત-શુદ્ધિ સહ ઘરે છે જ્ઞાનદીપક લાગતો, તેને નથી ભય મોક્ષ-માર્ગે પતનનો, છે જાગતો; જો જ્ઞાનજ્યોતિ પ્રગટી ના તો અંધ અંધારે ભમે,
નહિ મોક્ષમાર્ગે તે ચઢે, સંસાર-દુખમાંહીં રમે. ૨૮ અર્થ - જે ચિત્તશુદ્ધિ એટલે મનની શુદ્ધિ સાથે સમ્યજ્ઞાનરૂપ પ્રકાશમાન દીપકને ઘારણ કરે છે, તેને મોક્ષમાર્ગમાં આગળ વઘતાં પતિત થવાનો ભય નથી, કેમકે તે પુરુષના બોઘ બળે સદા જાગૃત રહે છે. પણ જો સત્પરુષની કપાએ સાચી સમજણરૂપ જ્ઞાન-જ્યોતિ પ્રગટી નહીં તો તે અજ્ઞાનરૂપ અંઘકારમાં જ સદા ભટક્યા કરશે. તે મોક્ષમાર્ગને પામશે નહીં પણ ચારગતિરૂપ સંસારના દુઃખોમાં જ સંતાકુકડીરૂપે રમ્યા કરશે. ૨૮