________________
૩ ૦ ૦
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
આપવા યોગ્ય છે. પણ તે સર્વ પ્રકારના પરિગ્રહના ત્યાગી હોવાથી બિલકુલ લેવા ઇચ્છતા નથી. માટે હવેથી કદી પણ કોઈએ તેમને કઠિયારા મુનિ કહીને બોલાવવા નહીં. એમ શિક્ષા આપી. ૧૪
બાવા બાવન લાખ જો રે કરે ભિખારી દેશ રે ગુરુજીને વંદીએ રે.
હાડ નમે નહિ કામમાં રે ઘરે સંતનો વેશ રે-ગુરુજીને વંદીએ રે. ૧૫ અર્થ - વળી અઘર્મીઓ કહે કે આવા બાવાઓ બાવન લાખ થઈને આખા દેશને ભિખારી બનાવી દીધો છે. કામ કરવામાં હાડકા નમતા નથી અને માત્ર સંતનો વેષ લઈ ફર્યા કરે છે.
શ્રી આનંદઘનજીનું દ્રષ્ટાંત - એકવાર શ્રી આનંદઘનજી મહારાજ જંગલમાં ફરતા હતા. તે સમયે મુસલમાનનું રાજ્ય હતું. શાહજાદાનો પુત્ર એકવાર તેમની પાસે આવી ચઢ્યો, અને કહ્યું કે ક્યું બાવા! મફતકી રોટી પચાને કો જંગલમેં ધૂમ રહે હો. શ્રી આનંદઘનજીએ જવાબમાં કહ્યું - નહીં ભાઈ, મેં તો ખુદાકો ટૂંઢનેવાલા ઉનકા સેવક છું. તો પણ ખૂબ મશ્કરી કરતા ના પાડી છતાં તેમજ કરવાથી શ્રી આનંદઘનજીએ તેને કહ્યું કે શાહજાદાના બેટા ખડા રહે, કે તેનો ઘોડો ત્યાં જ ઊભો રહી ગયો અને પોતે ઘોડા ઉપર ચોટી ગયો. પછી પાછળ એના સેવકોએ આવી આજીજી કરતાં, શ્રી આનંદઘનજીએ તેને ફરી કોઈ સંતની આવી મશ્કરી કરે નહીં એમ શિખામણ આપી છૂટો કર્યો. ૧૫ા
એવા નાસ્તિક લોક જે રે કરે અથર્મ-વખાણ રે-ગુરુજીને વંદીએ રે.
ચિંતા નહિ પરલોકની રે ભવસુખમાં ગુલતાન રે-ગુરુજીને વંદીએ રે. ૧૬ અર્થ :- આવા નાસ્તિક લોકો અધર્મીના વખાણ કરે અને ઘર્મીની નિંદા કરે છે. પણ તેમને પરલોકની ચિંતા નથી કે આવા કૃત્યોના ફળમાં કઈ ગતિમાં જઈને પડીશું. માત્ર સંસારસુખમાં જ ગુલતાન રહીને દુર્ગતિને પામે છે. - શ્રીપાળ રાજાનું દૃષ્ટાંત – શ્રીપાળ રાજાના જીવે પૂર્વભવમાં મુનિને કહ્યું હતું કે આ તો કોઢીઆ જેવો છે, ડુંબ જેવો છે, તથા એકવાર મુનિને પકડી પાણીમાં ઝબોળ્યા હતા. તેના પરિણામે આ ભવમાં તેમને કોઢ રોગ ઉત્પન્ન થયો, ડુંબનું કલંક આવ્યું તથા સમુદ્રમાં પણ પડવું પડ્યું હતું. II૧૬ાા.
પરનાં દુઃખ ન લેખવે રે હીન ક્રિયામાં લીન રે-ગુરુજીને વંદીએ રે.
શરીર દ્રઢ કરવા દવા રે ખાય નિષિદ્ધ મલિન રે-ગુરુજીને વંદીએ રે. ૧૭ અર્થ - પર જીવોના દુઃખને જે ગણતા નથી અને તેમને મારવા જેવી હીન ક્રિયા કરવામાં પણ પોતે પ્રવૃત્ત થઈ જાય છે. તથા શરીરને મજબૂત કરવા માટે મલિન તેમજ ભગવાને નિષેઘ કરેલ એવી દવાને પણ ખાય છે.
ચંદ્રસિંહ રાજાનું દ્રષ્ટાંત - શિકારીની જેમ એકવાર ચંદ્રસિંહ નામના રાજાએ હરણની પાછળ તેને મારવા ઘોડો દોડાવ્યો. ભયંકર અટવીમાં આવતાં તે ઠોકર ખાઈ ભડકીને ઊભો રહી ગયો. તે વખતે રાજા જાએ છે તો એક બાજુ સિંહ ઊભો છે. બીજી બાજુ કાળો નાગ પડ્યો છે. પોતે નીચે ઊતરે ત્યાં તો પોતાની જ તલવાર મ્યાનમાંથી બહાર નીકળેલ વાગી જવાનો ભય જણાય છે. તે વખતે પોતાના મરણનો ભય લાગવાથી રાજા વિચારે છે કે મને આ વખતે કોઈ બચાવે તો મારું સઘળું રાજ્ય, રાણીઓ વગેરે બધું આપી દઈ તેનો સેવક થઈને રહું. પણ ત્યાં કોણ બચાવે પણ એકવાર સંત સમાગમે નવકાર મંત્ર સાંભળેલ તે યાદ આવતાં બોલવાથી સિંહ, સાપ વગેરે જતાં રહે છે પછી મુનિનો સમાગમ કરે છે. તેથી તે પણ