________________
પ્રજ્ઞાવબોધ-વિવેચન ભાગ-૧
અર્થ ઃ— જેમ સાપ મનોહર કાંચળીને ત્યાગે પણ દાઢમાં રહેલા વિષને ત્યાગતો નથી. તેથી તે મહા ભયંકર જ ભાસે છે પણ સંગ કરવા યોગ્ય લાગતો નથી. ।।૧૩।।
૨૮૦
તેમ નિરંકુશ વર્તન જેનું, વિષય-લાલસા પૂરીજી,
તેનું તપ નિજ, જગ ઠગવા વા, ખાવા શીરા-પૂરીજી. વીનવું॰ ૧૪
અર્થ :— તેમ જેનું વર્તન નિરંકુશ છે અર્થાત્ જે સ્વચ્છંદી છે, પોતાના મનની દુર્વાસનાને રોકી શકતો નથી અને પાંચ ઇન્દ્રિયોનો વિષયાભિલાષ પૂરેપૂરો છે, તેનું કરેલું તપ માત્ર પોતાને અને જગતને ઠગવા માટે છે અર્થાત્ કેવળ શીરાપૂરી ખાવા માટે છે તેવા જીવો આત્માના સુખને પામી શકે નહીં. “વિષયથી જેની ઇન્દ્રિયો આર્ત છે તેને શીતલ એવું આત્મસુખ, આત્મતત્ત્વ ક્યાંથી પ્રતીતિમાં આવે.’’ (વ.પૃ.૬૨૦) I॥૧૪॥
આકાંક્ષા ભવસુખની વિષ સમ, સમ્યગ્દષ્ટિ ભાળેજી;
નિષ્કાંક્ષિત ગુણ શિવ-સુખ-હેતુ, તે તો ઇચ્છા બાળેજી. વીનવું॰ ૧૫
અર્થ * સંસારસુખની કે દેવલોકની ઇચ્છાને સમ્યદૃષ્ટિ આત્માઓ ઝેર સમાન જાણે છે. સમ્યગ્દષ્ટિનો નિષ્કાંક્ષિત ગુણ એટલે જેને કોઈ પણ પ્રકારના ભૌતિક સુખની આકાંક્ષા નથી, તે ગુણ જ શિવસુખનું કારણ છે. સમ્યદૃષ્ટિને માત્ર મોક્ષ અભિલાષ હોવાથી બીજી સર્વ ઇચ્છાઓને તે બાળીને ભસ્મીભૂત કરે છે. ।।૧૫।।
ઇચ્છા-રોથન તપનું લક્ષણ, સમતાની એ માતાજી,
કર્મ કાપવાની ફરસી એ, મોક્ષ-માર્ગ-વિધાતાજી. વીનવું॰ ૧૬
અર્થ ઃ– ઇચ્છાઓનો રોધ કરવો એ તપનું લક્ષણ છે. એથી સમતાનો જન્મ થાય છે. બાર પ્રકારના તપ વડે ઇચ્છાઓને રોકવી તે કર્મ કાપવાની ફરસી સમાન છે. અને મોક્ષમાર્ગે જવાની યોગ્યતાને ઘડનાર છે. બાર પ્રકારના તપમાં ઉપવાસ, ઉણોદરી, વૃત્તિ સંક્ષેપ, ૨સ પરિત્યાગ, કાયક્લેશ અને સંલીનતા એ છ બાહ્ય તપ છે અને પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાઘ્યાય, ધ્યાન અને કાયોત્સર્ગ એ છ અત્યંતર તપ છે. ।।૧૬।।
શ્રદ્ધા, જ્ઞાન, ચરણરૂપ ઘનને કામ, ક્રોધ સૌ ચોરેજી,
તપરૂપ રક્ષક ભવ-અટવીમાં ચોર હણે નિજ જોરેજી. વીનવું॰ ૧૭
અર્થ : આત્માના મુખ્ય એવા દર્શન એટલે શ્રદ્ધા, જ્ઞાન અને ચરણ એટલે ચારિત્રરૂપ ઘનને આ ભવ-અટવીમાં કામ, ક્રોઘ, માન, માયા, લોભાદિ ચોરો સૌ ચોરી રહ્યા છે. ઇચ્છાઓને રોકવારૂપ તપ આ ભવા– ટવીમાં રક્ષક સમાન છે. તેને આદરી જીવ પોતાના આત્મબળે આ કામ ક્રોધાદિ ચોરોને હણી શકે છે. ।।૧૭ના પુદ્દગલસુખનો ભિખારી જે અનુપમ તપ ના સહશેજી,
સાતા-શીલિયું જીવન વિતાવી, પરભવમાં દુખ ખમશેજી. વીનવું॰ ૧૮
અર્થ :— જે આ પૌલિક ઇન્દ્રિયસુખનો ભિખારી હશે તે આ ઇચ્છાઓને રોકવારૂપ અનુપમ તપને સહન કરી શકશે નહીં. તે તો એશઆરામવાળું જીવન વિતાવીને, તેના ફળમાં પરભવમાં દુઃખરૂપ પીડાને જ પામશે.