________________
(૨૫) જ્ઞાન
૨૮ ૫
અર્થ - જ્ઞાની પુરુષો ખરા વીતરાગી છે તેથી સંસારની ઉપાધિરૂપ કર્મ-કાદવમાં વસતાં છતાં પણ તેઓ સદા નિર્લેપ રહે છે. જેમ અંક એટલે કીચડમાં રહેલ કનક એટલે સોનાને કાટ લાગતો નથી, તેમ જ્ઞાની પુરુષો પણ જ્ઞાન અને વૈરાગ્યશક્તિના પ્રભાવે સંસારમાં રહ્યા છતાં પણ અલિપ્ત રહે છે.
પણ અહો! આશ્ચર્ય છે કે લોઢા સમાન અજ્ઞાની જીવોને તો કર્મરૂપી કાટ ઘણો ચઢ્યા જ કરે છે. તેમનું પ્રત્યક્ષ વર્તન રાગદ્વેષવાળું હોવા છતાં પણ તેમને તેનું ભાન આવતું નથી. II૪
દવ ડુંગરે લાગે, ઝરે જળ ત્યાં ઘણાં ઝરણાં તણાં, ભારે શિલાના સમૂહ: એવાં દ્રશ્ય નેત્ર વિષે ઘણાં; પણ આંખ જરી ના દાઝતી, ના પલળતી, કચરાતી ના,
છે તેમ સમભાવો મઘુર, કટુ કર્મ-ફળમાં જ્ઞાનના. ૫ અર્થ - ડુંગર ઉપર દવ લાગે, ત્યાં જળનાં ઘણાં ઝરણાં ઝરે તથા ભારે પત્થરના સમૂહના દ્રશ્યો આંખ વડે દેખાય તો પણ આંખ જરી પણ દાઝતી નથી કે પલળતી નથી કે પત્થરના ભાર વડે કચરાતી નથી. તેમ મધુર એટલે શુભકર્મના ઉદયમાં જ્ઞાની રાજી થતા નથી તેમ કટુ એટલે અશુભ કર્મના ફળમાં જ્ઞાની દુઃખી થતા નથી. તે તો સદા સમભાવમાં રહીને આત્માને તટસ્થ રાખે છે.
“સુખ દુઃખ દોનું વસત હૈ, જ્ઞાની કે ઘટ માંહિ;
ગિરિ સર દીસે મુકરમેં, ભાર ભીંજવો નાંહિ.” -બૃહદ આલોચના અર્થ :- સુખ દુઃખ બેય જ્ઞાનીના હૃદયમાં વસે છે. પણ જેમ પહાડ, સર એટલે તળાવનું પ્રતિબિંબ અરીસામાં પડવા છતાં તે અરીસો ભારે થઈ જતો નથી કે ભીંજાતો પણ નથી. તેમ જ્ઞાની પણ સુખદુઃખના પ્રસંગમાં હર્ષિત કે શોકિત થતાં નથી. પા.
ભૂપતિ ભલે નિવેશ બદલી રંક વિનોદે બને; મા બાલ-સંગે તોતડું બોલે, ન નિજફૅપ તે ગણે; દાસી ઉછેરે રાજકુંવરો ભાવ બહુ દેખાડીને;
જ્ઞાની કરે તેવી ક્રિયા નિર્લેપ રૃપ સંતાડીને. ૬ અર્થ :- રાજા ભલે પોતાનો વેષ બદલી વિનોદમાં ગરીબનું રૂપ ઘારણ કરે, માતા પોતાના બાળક સાથે તોતડું બોલે છતાં તે રૂપે પોતે નથી એમ માને છે, દાસીઓ રાજકુંવરોને ઉપરથી ઘણો ભાવ દેખાડીને ઉછેરે છતાં તેના અંતરમાં મા જેવો પ્રેમ નથી, તેમ જ્ઞાની સંસારમાં રહ્યાં છતાં ઉદયાધીન આવી પડેલી ક્રિયાઓ કરે છે પણ અંતરથી તે નિર્લેપ છે. તેમનામાં જ્ઞાન ગુણ પ્રગટ હોવાથી અંતરમાં પરપદાર્થો પ્રત્યે સંતાયેલી જાદાઈ તે તો સદા વિદ્યમાન છે. કાા
અજ્ઞાનમય દેહાદિની ઉપાસના જગાઁવ કરે, અજ્ઞાનની દુકાનથી અજ્ઞાન લઈ લઈ સંઘરે. આવી અનાદિ કાળની ભૂંલ ભાગ્યશાળી ભાગશે,
અજ્ઞાન-દુઃખો ઓળખી, જ્ઞાની ઉપાસી જાગશે. ૭ અર્થ - જગતવાસી જીવો અજ્ઞાનમય સ્થિતિમાં છે. તેથી દેહ, ઘર, સ્ત્રી, પુત્રાદિને પોતાના માની