________________
(૨૫) જ્ઞાન
૨૮૭
અર્થ - સમ્યક્તપરૂપ ક્રિયા વિનાનું જ્ઞાન કે સમ્યકજ્ઞાન વિનાની તારૂપી ક્રિયા તે કામની નથી. તેથી સમ્યકતપ તે સમ્યકજ્ઞાન સાથે હોય તો જ મોક્ષરૂપી ઘામનું સાચું સુખ પામી શકાય છે.
“જ્ઞાન વિના કિરિયા કહી, કાશકુસુમ ઉપમાન;
લોકાલોક પ્રકાશ કર, જ્ઞાન એક પ્રઘાન.” -જ્ઞાનપંચમીના પદો જે ઘણા ભવોમાં ઉગ્ર તપ કરીને અજ્ઞાની જીવ કર્મનો નાશ કરે, તેટલા કર્મોને એક અંતમુહૂર્ત માત્રમાં જ્ઞાની પુરુષો સહજમાં ખંખેરી નાખે છે.
જ્ઞાની સાસોસાસમેં, કરે કર્મનો ખેહ;
પૂર્વ કોડી વરસાં લગે, અજ્ઞાની ન કરે તેહ.” -જ્ઞાનપંચમીના પદો “જ્ઞાની શ્વાસોશ્વાસમાં રે, કઠિન કરમ કરે નાશ,
વહ્નિ જેમ ઈઘણ દહે રે, ક્ષણમાં જ્યોતિ પ્રકાશ રે; ભવિયણ ચિત્ત ઘરો, મન, વચ, કાય, અમાય રે. જ્ઞાન ભગતિ કરો.” -જ્ઞાનપંચમીના પદો /૧૦ના
સુધ્યાનમાં મન રાખી ભવ ગાળે ગુઍચરણે પૅરો, મૃત શીખતો સમભાવ અર્થે તે જ ઘવાત્મા શ્રો; કર વચનશુદ્ધિ સત્યથી, મનશુદ્ધિ સમ્યક જ્ઞાનથી,
કર કાયશુદ્ધિ ગુરુ સેવી, આત્મશુદ્ધિ ધ્યાનથી. ૧૧ અર્થ – જે ભવ્યાત્મા શર્મધ્યાનમાં મન રાખી ગુરુચરણે આ ભવને પૂરો ગાળશે તથા સમભાવ કેળવવા માટે શ્રત એટલે જ્ઞાનીપુરુષના બોઘેલા વચનોને સમજવામાં જે સમય પસાર કરશે તે જ આત્મા ઘન્યવાદને પાત્ર છે, અને તે જ ખરેખરો શૂરવીર છે.
સત્ય બોલીને વચનની શુદ્ધિ કરો, સમ્યકજ્ઞાનના બળે મનશુદ્ધિ એટલે ભાવશુદ્ધિ કરો, તથા શ્રી ગુરુના ચરણ સેવીને અથવા કાયાને ઉત્તમ કાર્યોમાં વાપરવાની તેમની આજ્ઞા ઉપાસીને કાયશુદ્ધિ કરો, તેમજ જ્ઞાનપ્રાપ્તિ થયે આત્મધ્યાન વડે અથવા હાલમાં વિચારરૂપ ધ્યાનવડે આત્મશુદ્ધિ પ્રાપ્ત કરો; એ જ આત્મહિત કરવાનો સાચો ઉપાય છે. ૧૧
જે વિનયથારી, સુવિચારી, ત્યાગશે કુંવાસના, તે આત્મહિત નિજ સાથશે, કર જ્ઞાનની ઉપાસના; વિનય ઘરી સુજ્ઞાનથી જે નિત્ય આત્મા ભાળશે,
તેને મરણકાળે ન પશ્ચાત્તાપ-અગ્નિ બાળશે. ૧૨ અર્થ - જે વિનયગુણને ઘારણ કરી, સમ્યપણે વિચાર કરી, પાંચ ઇન્દ્રિયોની કુવાસનાને ત્યાગશે, તે જીવ સમ્યજ્ઞાનની ઉપાસના કરીને પોતાના આત્મહિતને સાવશે.
જે સમ્યજ્ઞાનના બળે વિનય ઘરી, નમ્ર બનીને હમેશાં સર્વમાં આત્મા ભાળશે અર્થાત સર્વ જીવોમાં પર્યાયદ્રષ્ટિ મૂકી દઈ આત્મા જોવાની દ્રષ્ટિ કેળવશે તે જીવને મરણકાળે પશ્ચાત્તાપરૂપ અગ્નિ બાળશે નહીં; પણ કરેલી આત્મભાવનાના બળે મરણકાળે તે ભવ્યાત્મા સમાધિમરણને પામશે../૧૨ના
ભવ માન માનવનો સફળ જો જ્ઞાનસેવનમાં ગયો, પ્રગટાવી વીર્ય સ-સંયમે વર્ચે અતિ ઉજ્વળ થયો;