________________
૨૮૪
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
સંસારરૂપી સમુદ્રમાં વસતા મુમુક્ષુ જીવો છીપ સમાન મુખ ખોલીને મંત્રરૂપી જલબિંદુના બોઘને ગ્રહણ કરી પોતાના જીવનમાં આત્મકલ્યાણરૂપ મોતીની શ્રેણીઓને રચવા લાગ્યા. તેના
પુનિત એ ગુરુવર્યના પદપંકજે મુજ શિર નમે, દુર્લભ, મનોહર સંત-સેવા-વિરહથી નહિ કંઈ ગમે;
એ જ્ઞાનમૂર્તિ હૃદય સ્કુરતી આંખ પૅરતી આંસુથી,
નિર્મળ, નિરંજન સ્વરૃપ-પ્રેરક વચન-વિશ્વાસે સુખી. ૨ અર્થ - પુનિત એટલે પવિત્ર ગુરુઓમાં વર્થ અર્થાત્ શ્રેષ્ઠ એવા પરમકૃપાળુદેવના ચરણકમળમાં મારું શિર નમી પડે છે. તથા પ.પૂ.પ્રભુશ્રીજી જેવા મનને હરણ કરનાર સંતપુરુષની સેવા પ્રાપ્ત થઈને હવે તેનો વિયોગ થઈ ગયો; તેના વિરહથી હવે કંઈ ગમતું નથી. એ જ્ઞાનની મૂર્તિ સમા પ.પૂ.પ્રભુશ્રીજીની યાદી હૃદયમાં સ્કુરાયમાન થયા કરે છે અને આંખો આંસુથી ભરાઈ જાય છે. જે નિર્મળ અને નવીન કર્મરૂપી કાલિમાના બંધનથી રહિત એવા નિરંજન હતા. જે સ્વસ્વરૂપ પ્રાપ્તિ કરવામાં પ્રેરક હતા, તેમજ તેમના વચનના વિશ્વાસે આજે પણ સુખ અનુભવીએ છીએ. રાા
સુજ્ઞાન સુખ, સુજ્ઞાન આત્મા, જ્ઞાન સૌમાં મુખ્ય છે, સુજ્ઞાન ગુરુ કે દિવ્ય દૃષ્ટિ, જ્ઞાન શિવ-સન્મુખ છે; સુજ્ઞાન ધ્યાન સમાન, કાપે જ્ઞાન-ફરશી કર્મને,
સુજ્ઞાન-દાન મહાન, સ્થાપે પરબડ઼ેપ પ્રભુ ઘર્મને. ૩ અર્થ – સુજ્ઞાન એટલે સમ્યજ્ઞાન અર્થાત્ સાચી સમજણ એ જ ખરું સુખ છે. પ.પૂ.પ્રભુશ્રીજી કહે છે :- “સમજણ એ જ સુખ છે અને અણસમજણ એ જ દુઃખ છે.” સુજ્ઞાન આત્મા એટલે સમ્યજ્ઞાન એ જ આત્મા છે. આત્માના અનંતગુણોમાં જ્ઞાનગુણ એ મુખ્ય છે. જ્ઞાન વગર જીવી શ્રદ્ધા શાની કરે ? જ્ઞાન એટલે સમજણ વડે જ આત્માની ઓળખાણ થાય છે. સમ્યજ્ઞાન જ ગુરુ એટલે મહાન છે અને એ જ દિવ્ય આત્મદ્રષ્ટિને આપનાર છે. તથા જ્ઞાન વડે જ જીવશિવ-સન્મુખ એટલે મોક્ષ મેળવવાનો ઇચ્છુક થાય છે.
જ્ઞાન વિના પશુ સારિખા, જાણો ઇણ સંસાર;
જ્ઞાન આરાઘનથી લહ્યું, શિવપદ સુખકાર.” -જ્ઞાનપંચમીના પદો સમ્યજ્ઞાન એ ધ્યાન સમાન મહાન છે. આત્મધ્યાન જેમ કર્મને કાપે છે તેમ જ્ઞાનરૂપી ફરશી પણ કર્મને કાપનાર છે. સમ્યજ્ઞાનનું દાન એ જ મહાન દાન છે. જેમ પાણીની પરબ ઘણા તૃષા પીડિત જીવોને શાંતિ આપે તેમ પ્રભુ, ઘર્મને પરબરૂપે સ્થાપી ઘણા જીવોને જ્ઞાનરૂપી જળ પીવડાવીને આત્મશાંતિ આપે છે. પરમકૃપાળુદેવે કે ૫.પૂ.પ્રભુશ્રીજીએ ચરોતર વગેરે સ્થળોમાં વિચરી સઘર્મરૂપી પરબ સ્થાપી છે. તેથી અનેક ભવ્ય જીવો જ્ઞાનરૂપી અમૃતજળનું પાન કરીને પરમશાંતિ અનુભવે છે. હા
જ્ઞાની ખરા વિતરાગ વસતા કર્મ-કાદવમાં છતાં, પંકે કનક પર કાટ નહિ, તેવા રહે નિર્લેપ ત્યાં; લોઢા સમા અજ્ઞાની જન બહુ કર્મ-કાટ ચઢે અહો! પ્રત્યક્ષ વર્તન તેમનું રાગી અને તેષી લહો. ૪