________________
૨૭ ૬
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
આત્મભ્રાંતિને ઊભી કરી મનમાં આલોક ભય, પરલોક ભય, અકસ્માત ભય, અગુતિ ભય, વેદના ભય વગેરે લાવીને સંસારમાં જ જીવને ભમાવે છે. રોગ વખતે પણ હું મરી જઈશ એવી શંકા મનમાં થાય છે અને મારા આ સગાં વ્હાલાનો સંયોગ છૂટી જશે આદિ ભાવો જીવને ક્લેશિત કરે છે; માટે મોક્ષનો અર્થી એવો મુમુક્ષુ જીવ તો આ રાગાદિ વિભાવ ભાવોને શત્રુ જાણીને ટાળવાનો જ પુરુષાર્થ કરે છે. ૨૮.
રાગાદિ-કાદવ મનોજળના ગયા જો, સર્વે જણાય, વિતરાગ સુખી થયા તો;
કમોંથી મુક્ત વિતરાગ થનાર, જો, તે રૈલોક્યનાથ ભગવાન મહાન પોતે. ૨૯ રાગાદિ ભાવો ગયે પોતે ત્રણ લોકનો નાથ થાય છે તે જણાવે છે –
અર્થ - મનરૂપી જળમાં રાગદ્વેષાદિ ભાવો કાદવ સમાન છે. તે જો દૂર થાય તો તેના નિર્મળ બનેલ આત્મામાં આખું વિશ્વ ઝળકે છે. તે વીતરાગ બનીને સુખી થઈ જાય છે. જીવ કર્મોથી મુક્ત થઈને વીતરાગ બને તો તે પોતે જ ત્રણલોકના નાથ એવા મહાન ભગવાનની કોટીમાં ગણાય છે. ગારા
ભ્રાંતિ વડે અશુચિ દેહ મનાય સારો, ને દેહ જે જડ, અનાત્મ મનાય મારો; તેથી સગાં, પરિજનો નિજ માની વર્તે, સંયોગને જ અવિનાશી ગણી પ્રવર્તે. ૩૦ મન ભ્રાંતિના કારણે બધું વિપરીત ભાસે છે તે હવે જણાવે છે :
અર્થ:- દેહમાં આત્માની ભ્રાંતિ થઈ જવાથી અશુચિ એટલે અપવિત્ર એવો દેહ પણ જીવને સારો લાગે છે. તથા જે દેહ જડ સ્વરૂપ છે, આત્મા નથી છતાં પોતાનો મનાય છે. દેહના સગા સંબંધીઓને પણ પોતાના માને છે. તેમજ કુટુંબીઓના સંયોગને અવિનાશી જાણી તેમાં જ રાગદ્વેષ કરીને પ્રવર્તે છે. ૩૦
વિયોગમાં ઝૂરી મરે, જગ દુઃખ દેખે, ગાળે ન તોય સુવિચારર્થી આયુ લેખે;
ભ્રાંતિ ટળી સ્વપર-ભેદ પડે શી રીતે? તે ચર્ચ, તે પૂંછ ગુરુજન પાસ નિત્યે; ૩૧ ભ્રાંતિ વડે વિયોગમાં થતા દુઃખને મટાડવા શ્રી સદ્ગુરુ ભગવંતને તેનો ઉપાય પૂછ એમ જણાવે છે :
અર્થ :- કુટુંબીઓના વિયોગમાં જીવો ઝૂરે છે અને અંતે આયુષ્ય પૂરું થયે પોતે પણ મરે છે તથા જગતવાસી જીવોને દુઃખી જુએ છે છતાં અજ્ઞાની એવો જીવ સુવિચાર વડે પોતાના આયુષ્યને ઘર્મકાર્યમાં ગાળી લેખે લગાડતો નથી. મનની ભ્રાંતિ ટળીને પોતાનો આત્મા પર એવા દેહાદિથી ભિન્ન છે એવો ભેદ કેવી રીતે પડે? તેનો ઉપાય શ્રી સદગુરુ ભગવંત પાસે હમેશાં પૂછ અને તેની ચર્ચા કરીને આ જગતના સર્વ દુઃખનો તે અંત આણ. /૩૧ના
તે ઇચ્છ, તન્મય બની ગણ ઇષ્ટ સૂત્ર, ઘેલો બની ઘનિક જેમ ચહે સુપુત્ર,
જે એક વૃદ્ધવયમાં નિજ જીવ જેવો, છાનો ગયો ઘર તજી પરદેશ તેવો. ૩૨
અર્થ - અનંત સુખરૂપ એવા આત્માની પ્રાપ્તિને જ તું ઇચ્છ. તેમાં જ તન્મય બની તેને જ ઇષ્ટ સૂત્ર એટલે ધ્યેયરૂપ વાક્ય માનીને હમેશાં તે સહજત્મસ્વરૂપના જ સ્મરણમાં રહે. જેમ ઘેલો બનીને ઘનવાન હમેશાં પુત્રની ઇચ્છા કર્યા કરે છે તેમ. એક શેઠને વૃદ્ધ ઉમરમાં પુત્ર થયેલો. તે પુત્ર પૂર્વનો સંસ્કારી હતો તેથી વૈરાગ્ય પામી ઘર છોડી ચાલ્યો ગયો. શેઠને તેના પ્રત્યે ઘણો જ રાગ હોવાથી હમેશાં તેનું જ ધ્યાન રહે છે. કોઈ મળવા આવે કે પરદેશી આવે ત્યારે પણ પુત્રની જ વાત કરે છે. એકલા બેઠા હોય ત્યારે પણ તેનું જ ચિંતન રહ્યા કરે છે. તેમ વિચારવાન જીવે બીજા બધા મનના વિકલ્પો મૂકી દઈને માત્ર એક આત્મવિચારમાં