________________
(૨૪) તપ
૨૭૭
જ રહેવું યોગ્ય છે કે જેથી આ મળેલો માનવદેહ સાર્થક થાય. ૩રા
જેની મનભ્રાંતિ એટલે આત્મભ્રાંતિનો નાશ થયો તે જ ખરા તપસ્વી છે. કારણ કે આત્મજ્ઞાન વગરનું તપ મોક્ષનું કારણ થતું નથી. અને ઇચ્છાનો નિરોઘ કરવો એ જ ખરું તપ છે. તેને વિસ્તારથી આ ‘તપ' નામના પાઠમાં સમજાવવામાં આવે છે.
(૨૪)
તપ
(સેવો ભવિયાં વિમલ જિનેશ્વર દુલહા સજ્જન સંગાજી - એ રાગ)
વનવું સગુરુ રાજચંદ્ર પ્રભુ, સત્ય તપસ્વી-સ્વામીજી.
નર્મી નર્મી પ્રભુને પાયે લાગું, આપ અતિ નિષ્કામીજી. વનવું- અર્થ - શ્રીમદ્ સદ્ગુરુ રાજચંદ્ર પ્રભુને વિનયપૂર્વક મારા સંસારીભાવોને હણી નાખવા માટે વિનંતી કરું છું. કેમકે પરમકૃપાળુદેવ તે સાચા તપસ્વી છે. તેમને આખું જગત સોનાનું થાય તો પણ તૃણવત્ છે. અંતરંગ સ્પૃહા નથી એવી જેની ગુપ્ત આચરણા છે એવા પરમગુરુ તે મારા સ્વામી છે. તેમના ચરણકમળમાં વારંવાર પડીને હું નમસ્કાર કરું છું. આપ સદ્ગુરુ ભગવંત તો અતિ નિષ્કામી છો. જેને આ જગતમાંથી કાંઈ જોઈતું નથી એવા નિસ્પૃહી મહાત્માઓને અમારા સદા નમસ્કાર હો. (૧૫)
“યથાયોગ્ય નિગ્રંથ દશા વણ, ક્ષણ છૅવવું ના ગોઠેજી,
એ આધ્યાત્મિક વીર-ભાવના, હૈયે જે તે હોઠેજી. વીનવું ૨ અર્થ :- યથાયોગ્ય બાહ્ય અને અંતરંગ નિગ્રંથદશા વિના જેને એક ક્ષણ માત્ર જીવવું ગમતું નથી. જેને સદા આત્મસ્વરૂપમાં જ રમણતા કરવાની આધ્યાત્મિક એટલે આત્મા સંબંધીની શુરવીર ભાવના છે. જેના હૈયામાં એ જ ભાવનો વાસ છે તેથી હોઠે આવે છે. કુવામાં હોય તે જ હવાડામાં આવે છે. વૈશ્ય વેષે અને નિગ્રંથભાવે વસતા કોટી કોટી વિચાર થયા કરે છે.” (વ.પૃ.૮૦૩) //રા
મનન માત્ર પરમાર્થ વિષયનું, નિશદિન જેને રહે છેજી,
શયન, સ્વપ્ર, ભય, ભોગ એ જ છે, આહાર એ જ જે લે છેજી. વનવું. ૩ અર્થ - પરમકૃપાળુદેવની અંતર્દશાનું વર્ણન પત્રાંક ૧૩૩માં જોવા મળે છે. તે આ પ્રમાણે :
જેને નિશદિન માત્ર એક પરમાર્થ એટલે આત્મા સંબંધીના વિષયનું મનન રહ્યા કરે છે, જે આત્માનું સુખ ત્યાગીને બીજાં કંઈ લેવા ઇચ્છતા નથી, જેને શયન, સ્વપ્ન, ભય, ભોગ કે આહાર સર્વ સમયે આત્મભાવનાની જ જાગૃતિ છે. આવા
પરિગ્રહ પણ છે એ જ જેહને, રોમે રોમ વિચારેજી,
હાડ, માંસ, મજ્જા સર્વાગી એ જ ધૂન (ધ્વનિ) ઉચ્ચારેજી. સ્વૈનવું જ અર્થ :- જેને આત્માના ગુણો એ જ પરિગ્રહ છે. રોમે રોમે જેને આત્મભાવનાનો જ વિચાર છે.