________________
(૨૨) અનેકાંતની પ્રામાણિકતા
૨૬૭
અનંતમાં ભાગે જ્ઞાન હોય છે. વનસ્પતિકાયમાં તે જડ જેવો લાગે પણ તે જડરૂપ નથી. ત્યાં પણ એની સુંદરતા આત્માને લઈને છે. સર્વ જ્ઞાન દર્શનાદિ ગુણોનો સર્વદા એક માત્ર આધાર તે આત્મા જ છે. ।।૨૬।। સ્વદ્રવ્યે ‘એકો, નિત્ય’, પર્યાવે ‘બહુ’ રૂપ તે; અશુદ્ધ સ્થિતિમાં આત્મા ‘કર્મ-કર્તા’ ગણાય છે. ૨૭
અર્થ :– પોતાના સ્વઆત્મ દ્રવ્યમાં તે અસંખ્યાત્ પ્રદેશાત્મક આત્મા એકલો જ છે. તે સ્વભાવે નિત્ય છે. તેનો ત્રિકાળમાં નાશ નથી. પણ પર્યાયની અપેક્ષાથી જોતાં તે બહુરૂપ છે. પર્યાયની અપેક્ષાએ તે આત્માની અવસ્થા સમયે સમયે પલટાય છે. જ્યારે આત્મા કર્મયુક્ત અશુદ્ધ સ્થિતિમાં હોય છે ત્યારે તે આત્મા કર્મનો કર્તા ગણાય છે. ।।૨૭ાા
અવસ્થાઓ ‘વિનાશી’ સી, આત્માદિ દ્રવ્ય ‘નિત્ય’ છે; હોય તેનો નહીં નાશ, નથી તે નહિ ઊપજે. ૨૮
અર્થ :— સર્વ દ્રવ્યોની અવસ્થાઓ એટલે પર્યાયો વિનાશી છે. પણ આત્મા આદિ સર્વ મૂળ દ્રવ્યો નિત્ય છે. તેનો ત્રણે કાળમાં નાશ થતો નથી. કેમકે જે દ્રવ્ય વર્તમાનમાં છે તેનો કદી પણ નાશ થઈ શકે નહીં. અને જે દ્રવ્ય વર્તમાનમાં નથી તે કદી ઉત્પન્ન થઈ શકે નહીં.
“હોય તેનો નાશ નહીં, નહીં તેમ નહીં હોય;
એક સમય તે સૌ સમય, ભેદ અવસ્થા જોય.’’ શ્રીમદ્ રાજચંદ્ર।૨૮।। અનાદિ કર્મ-સંયોગો જીવ સાથે વિભાવથી,
સ્વભાવનું થતાં ભાન તૂટે કર્મની સંતતિ. ૨૯
અર્થ :– અનાદિકાળથી રાગદ્વેષ અજ્ઞાનરૂપ વિભાવના કારણે કર્મના સંયોગો જીવ સાથે વળગેલાં છે. પણ જીવને જ્ઞાન દર્શનાદિ પોતાના સ્વભાવનું ભાન થતાં કર્મની સંતતિ એટલે કર્મનો પ્રવાહ તૂટવા માંડે છે. રહ્યા
મુક્તભાવે વર્ગ મોક્ષ, ભવ્ય જીવો સુયોગથી;
મુક્તાત્મા પૂર્ણ સુખી છે, છૂટ્યા સંસાર-સંગથી. ૩૦
અર્થ :– ‘મુક્તભાવમાં મોક્ષ છે' પણ રાગદ્વેષ અજ્ઞાનનો સર્વથા નાશ થયે જીવ ભાવ મોક્ષને પામે
-
છે. તે રાગદ્વેષ અજ્ઞાનનો સર્વથા નાશ ભવ્ય જીવો સદ્ગુરુનો સમ્યગ્ યોગ પ્રાપ્ત થવાથી જ કરી શકે છે; બીજી રીતે સ્વચ્છંદે કે કુગુરુ આશ્રયે તે કરી શકતો નથી. સર્વકર્મથી મુકાયેલા મુક્તાત્માઓ સંપૂર્ણ સુખી છે, કેમકે રાગદ્વેષ અજ્ઞાનરૂપ સંસાર સંગથી જે સર્વથા છૂટયા છે માટે. ।।૩૦।
શુદ્ધ ઈશ્વર, સંપૂર્ણ, તેવા સર્વ બની શકે,
મોક્ષમાં સામ્ય સંપૂર્ણ કહ્યું સર્વજ્ઞ શાસકે. ૩૧
=
અર્થ :— ‘સર્વ જીવ છે સિદ્ધ સમ' તેથી સર્વ જીવો શુદ્ધ, ઈશ્વર અને સંપૂર્ણ બની શકે છે. પોતાની સંપૂર્ણ આત્મશુદ્ધતાને પ્રગટાવી ઈશ્વર બની શકે છે. મોક્ષમાં ગયેલ સર્વ જીવોનું સંપૂર્ણ સામ્યપણું અર્થાત્ સરખાપણું છે. ત્યાં કોઈ પ્રકારનું ન્યૂનાધિકપણું નથી. સર્વ પોતાના સ્વભાવમાં રહી સરખા સુખના ભોક્તા બને છે. એમ સર્વજ્ઞ એટલે સર્વને જાણનાર એવા શાસક તીર્થંકર ભગવંતે કહ્યું છે. ।।૩૧।