________________
(૨૩) મન-ભ્રાંતિ
૨૭૩
અર્થ - મનની અનાદિની દોડ મટાડીને જે ભાવશુદ્ધિ પામશે તે ભવ્ય મુનિને પણ દુર્લભ એવા ઉત્તમ પદને પામશે. અનેક બાહ્ય તપ કરતાં જે પદની પ્રાપ્તિ મુનિને નહીં થઈ તે ભાવશુદ્ધિ વડે સહજે થાય છે અને અનંત ભવના કર્મો પણ તેથી ક્ષણમાં નાશ પામે છે. ૧૮
ભૂલી બઘા વિષય, શાંત અસંગ યોગી, અક્ષોભવૃત્તિથી થયા પરમાત્મભોગી; પાતાળ ને નભ વિષે ક્ષણમાં પહોંચે, તે ચિત્ત જીતી ન ચળે કદી ભોગ-લાંચે. ૧૯
જેની ભાવશુદ્ધિ થઈ છે તેવા મનોજયી મહાત્માઓ ભોગના નિમિત્તોમાં પણ ચલાયમાન થતા નથી તે જણાવે છે :
અર્થ - જે બઘા ઇન્દ્રિયોના વિષયોને ભૂલી જઈ શાંત અસંગ યોગી બની, મનની ક્ષોભકારી વૃત્તિઓને જીતીને પરમાત્મપદના ભોગી થયા છે તે મહાત્માઓ કદી ચલાયમાન થતા નથી.
ક્ષણમાં પાતાળ અને ક્ષણમાં નભ એટલે આકાશમાં પહોંચનાર એવા મનને પણ જેણે જીતી લીધું છે એવા મહાત્માઓ ભોગની લાલસાથી કદી ચલાયમાન થતા નથી. ૧૯
તે વિશ્વવંદ્ય ગુરુ છે ઉપકારી મારા, દુર્દશ્ય ચિત્ત જીંત બોઘથી તારનારા,
છે દેહઘારી અશરીરી દશા વઘારી, તે ભાગ્યશાળી નરરત્ન જ મુક્તિ-બારી. ૨૦ જેણે દુરારાધ્ય મનને વશ આપ્યું એવા પરમકૃપાળુ પરમાત્મા તે અમારા પરોપકારી ગુરુ છે. તે વાતને આ ગાળામાં સ્પષ્ટ કરે છે :
અર્થ - વિશ્વને વંદન કરવા લાયક એવા પરમકૃપાળુ ગુરુદેવ તે મારા પરમ ઉપકારી છે, કે જેણે દુર્દમ્ય એટલે દુઃખે કરીને દમી શકાય એવા મનને જીતી લઈ જગતના જીવોને તારવા માટે ઉપદેશ આપ્યો છે.
જે દેહઘારી હોવા છતાં પણ અશરીરીભાવે જીવનાર છે. જેની આત્મદશા સમયે સમયે વૃદ્ધિ પામે છે એવા ભાગ્યશાળી નરોમાં રત્ન સમાન સદગુરુ તે ભવ્યોને મોક્ષ મેળવવા માટે બારી સમાન છે.
“અમે દેહઘારી છીએ કે કેમ તે સંભારીએ ત્યારે માંડ જાણીએ છીએ.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૨૯૦)
“અશરીરીભાવપણે આત્મસ્થિતિ છે તો તે ભાવન ચરમશરીરીપણું નહીં, પણ સિદ્ધપણું છે; અને તે અશરીરીભાવ આ કાળને વિષે નથી એમ અત્રે કહીએ, તો આ કાળમાં અને પોતે નથી એમ કહેવા તુલ્ય છે.” (વ.પૃ.૩૫૪) //ર૦ાા
સત્સંગ, સપુરુષયોગ વિશેષ સાઘ, અજ્ઞાન તો જ ટળશે ક્રમથી અગાઘ.
અજ્ઞાન એ જ ભય, સાઘક સૌ ગણે છે; સંસાર સર્વ બળતો, પ્રભુ યે ભણે છે. ૨૧
મુમુક્ષને મન અજ્ઞાન એટલે આત્મભ્રાંતિ એ જ મોટો ભય છે. તેને નિવારવા સત્સંગ અને સપુરુષનો યોગ સાધવા હવે ભલામણ કરે છે :
અર્થ - સત્સંગ અને સત્પરુષનો યોગ મેળવી તેની વિશેષ આરાધના કરવી તો જ અનાદિકાળનું અગાઘ અજ્ઞાન ક્રમપૂર્વક ટળશે. સૌથી મોટામાં મોટું પાપ અજ્ઞાન એટલે મિથ્યાત્વ છે. તેથી સૌ સાધક પુરુષો અજ્ઞાનને જ મહા ભયકારી માને છે. એ અજ્ઞાનના કારણે જ જીવ સંસારમાં રાગદ્વેષ કરીને ત્રિવિઘતાપથી આકુલિત થયા કરે છે. એમ પરમકૃપાળુ પરમાત્મા ઉપદેશે છે :
મુમુક્ષુ જીવન એટલે વિચારવાન જીવને આ સંસારને વિષે અજ્ઞાન સિવાય બીજો કોઈ ભય હોય નહીં. એક અજ્ઞાનની નિવૃત્તિ ઇચ્છવી એ રૂપ જે ઇચ્છા તે સિવાય વિચારવાન જીવને બીજી ઇચ્છા હોય