________________
(૨૧) સર્વોત્કૃષ્ટ સિદ્ધિ
૨૬૧
તન્મય થાય છે. ૪૩ી.
કુશાગ્ર વિચારક રે કરે મતિ સ્થિર સદા,
એક શુદ્ધ સ્વરૂપે રે વરે સિદ્ધ-સ્ખ તદા. મન ૪૪ અર્થ - તેમાં કુશાગ્ર એટલે તીક્ષ્ણ બુદ્ધિવાળા વિચારક યોગીઓ પોતાની મતિને સદા સમ્યભાવમાં સ્થિર રાખે છે. વારંવાર એક શુદ્ધ સ્વરૂપમાં જ સ્થિરતા કરતાં કરતાં અંતે શ્રેણિ માંડીને કેવળજ્ઞાન પામી સિદ્ધના શાશ્વત સુખને સર્વકાળને માટે મેળવી લે છે. II૪૪.
કર્યો અન્ય વિચારો રે નહીં નિજ સુખ મળે,
ગંગાજળ મીઠું રે ઢળી જલધિમાં ભળે. મન ૪૫ અર્થ - જે જીવ શુદ્ધ સહજાત્મ સ્વરૂપનું ચિંતન મૂકી દઈ અન્ય વિચારો જ કર્યા કરશે તે નિજ આત્મસુખને મેળવી શકશે નહીં. જેમ ગંગાજળ મીઠું હોવા છતાં જલધિ એટલે સમુદ્રમાં ભળી જઈને ખારું થઈ જાય છે, તેમ આત્મવિચારો મૂકી દઈ અન્ય સાંસારિક વિચારો કરનાર મનુષ્યનું જીવન ત્રિવિધ તાપના દુઃખો ભોગવીને ખારું ઝેરમય બની જાય છે. ૪પા.
તેથી તીવ્ર મુમુક્ષુ રે મોહનો ઢાળ તજી,
શુદ્ધ પંથ ન છોડે રે ગુરું-ગમથી સમજી. મન ૪૬ અર્થ - તેથી જે તીવ્ર મુમુક્ષુ છે તે તો આ મોહના અનાદિના ઢાળને હવે તજી દઈ, ગુરુગમથી મોક્ષપ્રાપ્તિનો શુદ્ધ માર્ગ જાણી, તેને કદી છોડશે નહીં. “તીવ્ર મુમુક્ષતા એ છે કે અનન્ય પ્રેમે મોક્ષના માર્ગમાં ક્ષણે ક્ષણે પ્રવર્તવું.” (પૃ. ૨૮૮) II૪૬ાા
શેય હેય, ઉપાદેય રે યથાર્થ જો જીવ લહે,
હેયતત્ત્વ તજે તે રે સિદ્ધિનું બીજ ગ્રહે. મન ૪૭ અર્થ - ગુરુગમથી જો પદાર્થના સ્વરૂપને જોય એટલે જાણવા યોગ્ય, હેય એટલે ત્યાગવા યોગ્ય અને ઉપાદેય એટલે ગ્રહણ કરવા યોગ્ય જેમ છે તેમ જો જીવ યથાર્થ સમજી લે અને ત્યાગવા યોગ્ય વસ્તુને ત્યાગી દે, તો તે સર્વોત્કૃષ્ટ સિદ્ધિનું બીજ જે સમ્મદર્શન છે તેને તે જરૂર પામે. //૪મા
સુસંગ, સુશાસ્ત્રો રે ઉપાસવાં સિદ્ધિ ચહી,
મોક્ષમાર્ગ જ ચૂક્યા રે આશા જો બીજી રહી. મન૦ ૪૮ અર્થ – જો તમે સર્વોત્કૃષ્ટ આત્મસિદ્ધિના સુખને પામવા ઇચ્છતા હો તો સત્સંગ અને સલ્ફાસ્ત્રોની ઉપાસના કરો અર્થાત્ સત્સંગ કરીને કે સન્શાસ્ત્રો વાંચીને તે પ્રમાણે વર્તવા પુરુષાર્થ કરો. તે શાસ્ત્રો વાંચીને જો માનાદિની કે દેવલોકાદિની ઇચ્છા રહી તો તમે મોક્ષ યા એમ માનજો. I૪૮
પ્રિય ઘન સ્ત્રી આદિ રે જ્યાં સુથી ન સિદ્ધ મીઠા,
જ્ઞાન, ક્રિયા કહ્યા કરો રે, નથી હજી નાથ દીઠા. મન ૪૯ અર્થ - જ્યાં સુઘી ઘન, સ્ત્રી આદિ પ્રિય લાગે છે ત્યાં સુધી સિદ્ધિના સુખ મીઠા લાગ્યા નથી.
“જ્ઞાનીપુરુષને જોયા પછી સ્ત્રીને જોઈ જો રાગ ઉત્પન્ન થતો હોય તો જ્ઞાની પુરુષને જોયા નથી, એમ તમે જાણો.” (પૃ. ૩૭૬)