________________
૨ ૬૦
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
નભ-કાળનો છેડો રે જણાય ન કોઈ થકી,
તેમ ગુણો સ્વાભાવિક રે અનંત પ્રભુના નકી. મન. ૩૭ અર્થ :- જેમ આકાશ કે કાળનો અંત કોઈથી જાણી શકાય એમ નથી. તેમ શુદ્ધ સ્વભાવથી પ્રગટેલ પ્રભુના અનંતગુણોને પણ કોઈ જાણી શકે એમ નથી. IT૩ળા
સર્વજ્ઞ જ જાણે રે માહાસ્ય એ સિદ્ધ તણું,
કહે સત્ય ઘણું તે રે તોય હજીય ઊણું. મન. ૩૮ અર્થ :- એ સિદ્ધ પરમાત્માનું સંપૂર્ણ માહાભ્ય તો સર્વજ્ઞ ભગવંત જ જાણી શકે છે. તે સર્વજ્ઞ ભગવાન સિદ્ધોના માહાભ્યનું ઘણું સત્ય વર્ણન કરે છે. છતાં પણ તેમાં હજી ઉણપ જ રહે છે. ||૩૮
વાણી અગોચર રે ઘણા ગુણ સિદ્ધ તણા,
સર્વ શક્તિની વ્યક્તિ રે રહી નહીં કાંઈ મણા. મન ૩૯ અર્થ - સિદ્ધ ભગવંતના ઘણા ગુણો તો વાણીથી અગોચર છે અર્થાત્ વાણી દ્વારા તે વર્ણવી શકાય એમ નથી. તે સિદ્ધ ભગવંતને સર્વ આત્મિક ગુણોની વ્યક્તિ એટલે પ્રગટતા થઈ ગઈ છે. તેમનામાં હવે કોઈ પણ પ્રકારની મણા એટલે ખામી રહી નથી. //૩લા.
ત્રિલોકના તિલક રે ધન્વાતીત વસે;
ત્રિલોકની ટોચે રે, નિરંતર નિજ રસે. મન ૪૦ અર્થ - તે સિદ્ધ ભગવંત ત્રણ લોકના તિલક સમાન છે, અર્થાત્ સર્વના ઉપરી છે. તથા ધંધાતીત એટલે રાગદ્વેષ, માન અપમાન, હર્ષશોક, જીવનમૃત્યુ વગેરે બઘા કંકથી જે રહિત છે. તેમજ ત્રણ લોકની ટોચ ઉપર અર્થાત લોકાન્ત મોક્ષસ્થાનમાં હમેશાં પોતાના આત્મ અનુભવ રસમાં નિમગ્ન બનીને ત્યાં જ નિવાસ કરે છે. ૪૦ના
સ્વાભાવિક, નિરુપમ રે જ્ઞાન-સુખામૃતનો
આસ્વાદ અનુત્તર રે માણવા સિદ્ધ બનો. મન૦ ૪૧ અર્થ - સ્વાભાવિક એટલે આત્મસ્વભાવથી પ્રગટેલો, નિરૂપમ એવો જ્ઞાનરૂપી સુખામૃત એટલે આત્માનંદનો આસ્વાદ માણવા હે ભવ્યો! તમે પણ સિદ્ધ અવસ્થાને પામો. કેમકે તે અવસ્થા અનુત્તર છે, અર્થાત જગતમાં તેનાથી ચઢિયાતી બીજી કોઈ અવસ્થા નથી. તે જ સર્વોપરી છે એમ માનો. ૪૧ાા
બર્નો દીવો ઉપાસી રે દવાઑપ આપ બને,
તેમ સિદ્ધની ભક્તિ રે કરે યોગી સ્થિર મને. મન ૪૨ અર્થ :- બત્તી એટલે દિવેટ, તે દિવાની ઉપાસના એટલે તેનો સ્પર્શ કરીને પોતે પણ દીવારૂપ છે. તેમ સિદ્ધ ભગવાનની ભક્તિ, યોગીપુરુષો સ્થિર મને કરી તે સિદ્ધદશાને પામે છે. II૪રા
સબુદ્ધિથી ટાળી રે વિકલ્પોની જાળ જૂની,
સ્થિરપદ-પરિચયથી રે તદ્રુપ થાય મુનિ. મન ૪૩ અર્થ :- પ્રથમ મહામુનિ પોતાની સબુદ્ધિવડે અનાદિની જુની વિકલ્પોની જાળને ટાળે છે. પછી સ્થિરપદ એવા શુદ્ધાત્માનો વારંવાર ધ્યાનમાં પરિચય કરીને તે સ્વરૂપમાં તદ્રુપ બને છે, અર્થાતુ તેમાં