________________
(૧૯) પાર્શ્વનાથ પરમાત્મા ભાગ-૩
૨૩૩
મુખ્ય એવા સ્વયંભૂ નામના મહાગુણી ગન્નઘર, ભવ્યોના કલ્યાણ અર્થે સુખદાયક એવા પ્રશ્નો પ્રભુને પૂછવા
લાગ્યા. ॥૪॥
“શું પ્રભુ જગમાં જાણવું? ભજવું, તજવું શું ય?
ચાર ગતિ શાથી થતી? ઇચ્છું સુણવા હું ય.” ૭૫
અર્થ :– હે પ્રભુ ! આ જગતમાં જાણવા યોગ્ય શું છે ? તથા ભજવા યોગ્ય અને તજવા યોગ્ય શું છે ? તેમજ ચારગતિમાં જીવને શા કારણથી જવું પડે છે? એ વિષે હું પણ આપના મુખેથી સાંભળવા ઇચ્છું છું, તે કૃપા કરી કહો. ।।૭૫)
*
‘“સુણ સ્વયંભૂ,” પ્રભુ કહે,‘સસ તત્ત્વસમુદાય,
મુખ્ય જાણવા યોગ્ય છે; તેથી શ્રદ્ધા થાય.' ૭૬
અર્થ :– ત્યારે હવે પ્રથમ શું જાણવા યોગ્ય છે તે પ્રભુ કહે છે –
પ્રભુ કહે, હે સ્વયંભૂ! તે સાંભળ. સાત તત્ત્વોનો સમુદાય એ જ મુખ્ય જાણવા યોગ્ય છે. જીવ, અજીવ, આસ્રવ, સંવર, બંધ, મોક્ષ અને નિર્જરા આ સાત તત્ત્વો છે. તે જાણવાથી જ જીવને પોતાના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન થાય છે અને તેની શ્રદ્ધા થાય છે. ।।૭૬।।
જન્મ-મરણ જેથી ટળે, મોક્ષ-માર્ગ સમજાય,
શિવકારણ જે ભાવ તે ગ્રહવા યોગ્ય ગણાય. ૭૭
અર્થ – તથા તે શ્રદ્ધા સહિત સંયમધર્મ પાળવાથી જીવના સર્વકાળના જન્મમરણ ટળે છે. આ મુખ્ય સાત તત્ત્વો જાણવાથી મોક્ષનો માર્ગ જીવને સમજાય છે. તથા મોક્ષના કારણરૂપ જે શુદ્ધભાવ છે તે ગ્રહણ કરવા યોગ્ય છે એમ જીવને લાગે છે. [૭૭]ા
પ્રગટ-આત્મસ્વરૂપ નર ભજવા યોગ્ય મહાન, જેના વચનબળેવો પામે પદ્મ નિર્વાણ. ૭૮
અર્થ :– હવે શું ભજવા યોગ્ય છે તે જણાવે છે કે :
મોક્ષની પ્રાપ્તિ અર્થે જેને આત્મસ્વરૂપ પ્રગટ છે તે જ મહાન પુરુષ સદૈવ ભજવા યોગ્ય છે. તે મહાપુરુષના વચનબળ જીવો મોક્ષમાર્ગ પામી નિર્વાણ એટલે મોક્ષપદને પામે છે. ।।૮।।
દુઃખરૂપ જગવાસ આ, વિષયસુખો દુખમૂળ; વિષમ ભયંકર ભવ ગણી, તજ ભવભાવની શૂળ. ૭૯
અર્થ :— હવે શું તજવા યોગ્ય છે તે પ્રભુ જણાવે છે ઃ–
આ જગતમાં વાસ કરવો એ જ દુઃખરૂપ છે. પાંચ ઇન્દ્રિયના વિષયમાં સુખની કલ્પના એ જ દુઃખનું મૂળ છે. આ સંસારને વિષમ અને ભયંકર જાણી, તે ભવભાવ એટલે સંસારભાવનાના મૂળ કારણ એવા રાગદ્વેષને શૂળરૂપ જાણી તેનો સર્વથા ત્યાગ કર. ૫૭૯૫
નકાદિક જગદુઃખનું પાપકર્મ છે મૂળ; સ્વર્ગાદિક સુખસંપદા પુણ્ય થકી અનુકૂળ. ૮૦