________________
(૨૦) મહાત્માઓની અસંગતા
૨૪૭
મસ્યવેદ એટલે માછલીને વીંઘનાર વ્યક્તિને જોઈ લોકોને એમ જણાય કે આ તો નીચે જલમાં જોઈ રહ્યો છે પણ તે તો શર એટલે બાણને ખેંચી નભ એટલે આકાશમાં રહેલા મત્સ્ય કહેતા માછલાની પુતલીને વીંઘવા માટે તાકી રહ્યો છે. તેમ સમ્યવ્રુષ્ટિ મહાત્માઓ દેખાવે સામાન્ય માણસ જેવા જણાય, ક્રિયા પણ અનેક કરતા હોય છતાં તેમના હૃદયમાં રહેલ આત્માનું માહાત્મ તેને કદી ચૂકતા નથી. અર્થાત્ ભૂલતા નથી. તેમના મનમાં બીજા કોઈ જગતના પદાર્થની તમા એટલે ઇચ્છા નથી. તે તો હૃદયથી સાવ નિર્લેપ છે. પુરા
ચક્રવર્તી યુદ્ધોથી પાપી પરિગ્રહી છે ય ખંડ તણો, કયી ગતિમાં જાશે એવો વણિક કરે વિચાર ઘણો; ભરત ચક્રવર્તી ત્યાં થઈને જાય જનો સન્માન કરે,
વણિક વિમુખ વિચારે ડૂળ્યો બેસી રહે નિજ હાટ પરે. અર્થ :- ચક્રવર્તી અનેક યુદ્ધો કરવાથી પાપી છે, છ ખંડનો અધિપતિ હોવાથી મહા પરિગ્રહી છે. માટે તે કઈ ગતિમાં જશે, એ સંબંધી ઘણા વિચાર એક વણિક પોતાની દુકાન ઉપર બેઠો બેઠો કરતો હતો. તે સમયે ભરત ચક્રવર્તીની સવારી તે તરફ થઈને જવા લાગી. ત્યારે સર્વ નગરજનો તેમનું સન્માન કરવા લાગ્યા. પણ તે વણિક તો આવા વિમુખ એટલે વિપરીત વિચારમાં ડૂબેલો હોવાથી પોતાની દુકાન ઉપર જ બેસી રહ્યો અને ભરત મહારાજાનું સન્માન કર્યું નહીં. ૨૩.
ભરતભૂપ-નજરે ચઢતાં તે અવધિજ્ઞાને કળી ગયા, સૈનિક પાસે પકડાવીને વણિક પર અતિ શુદ્ધ થયા; ફરમાવી ફાંસીની શિક્ષા, મહાજનો ત્યાં વીનવી રહ્યા,
“અલ્પ અપરાથી-શિર ભારે દંડ ઘટે નહિ, કરો દયા.” અર્થ - ભરત મહારાજાની નજરે તે વણિક આવી ગયો. મહારાજાએ અવધિજ્ઞાનથી બચી પરિસ્થિતિને યથાયોગ્ય જાણી લીધી. પછી સૈનિકને મોકલી તે વણિકને પકડાવી, મહારાજા તેના ઉપર અતિ ક્રોધાયમાન થયા અને ફાંસીની શિક્ષા ફરમાવી દીધી. તેથી નગરના મહાજનો ચક્રવર્તીને વિનંતિ કરવા લાગ્યા કે મહારાજ! આટલા અલ્પ અપરાધીને શિરે આટલો ભારે ફાંસીનો દંડ કરવો ઘટતો નથી માટે તેના ઉપર દયા કરો. રજા
“એક જ શરતે રહે જીવતો; ”કહે ભૂપ,“જો આમ કરે, ટોકે તેલ વડે ભર થાળ લઈ શિર પર સહુ નગર ફરે; ટીપું તેલ ઢળે તે સાથે શિર કપાશે અસિ-ઘારે,
ચોકી વણિક તણી કરશે આ રક્ષક ખુલ્લી તરવારે.” અર્થ :- તેના જવાબમાં મહારાજા ભરતચક્રી કહેવા લાગ્યા કે આ એક જ શરતે જીવતો રહી શકે; જો હું કહું છું તેમ કરે તો. તે આ કે ટોકે એટલે ટોચ સુઘી તેલનો ભરેલો થાળ શિર પર લઈને આખા નગરમાં ફરે. તેલનું ટીપું એક પણ ઢોળાવું જોઈએ નહીં. નહીં તો તલવારની ઘારે શિર કાપી નાખવામાં આવશે. તેના માટે ખુલ્લી તરવારે આ રક્ષકો આ વણિકની ચોકી કરશે. રપા
ભયભરી શરતે પણ બચવાની બારી સુણી તૈયાર થયો, થાળ ભરી ચૌટાં ચોરાશી ફરી નગર નૃપ પાસે ગયો.