________________
(૨૧) સર્વોત્કૃષ્ટ સિદ્ધિ
૨ ૫૭ કોટિ કર્મ ખપાવે રે મુનિ ક્ષીણમોહી બને,
શ્રત-એકત્વ ધ્યાને રે બઘાં ઘાતકર્મ હશે. મન. ૨૦ અર્થ :- ઉપર પ્રમાણે શ્રેણિમાં કરોડો કમને ખપાવી આઠમું, નવમું, દસમું ગુણસ્થાનક વટાવીને મુનિ બારમા ક્ષીણમોહ ગુણસ્થાનકને પામે છે.
ત્યાં શુક્લ ધ્યાનનો બીજો ભેદ એકત્વવિતર્કઅવીચાર નામનો હોય છે, તે ધ્યાન વડે શ્રત-એકત્વ એટલે ભાવકૃતના આઘારે એક શુદ્ધ આત્માનું જ ધ્યાન ધરીને ઘાતીયા કર્મ જે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય નામના શેષ રહેલ છે તેને પણ ત્યાં હણે છે. રા.
કેવળદર્શન-જ્ઞાને રે આત્યંતિક શુદ્ધિ વરે,
લોકાલોક નિહાળે રે પ્રભુ ભાવ-મુક્તિ ઘરે. મન૦ ૨૧ અર્થ - હવે ચારેય ઘાતીયાકર્મ નષ્ટ થવાથી તે મહાત્મા કેવળજ્ઞાન અને કેવળદર્શન પામી આત્માની આત્યંતિક એટલે સંપૂર્ણ શુદ્ધ દશાને પામે છે. તેથી લોકાલોક સર્વ તેના જ્ઞાનમાં સહજે દર્શિત થાય છે. તે સમયે સયોગીકેવળી ભગવાન આ દેહમાં બિરાજતાં છતાં પણ ભાવથી તો તે મોક્ષમાં જ બિરાજમાન છે. રિલા
થયા દેવ સર્વજ્ઞ રે સદાય અનંત સુખી,
શીલ-ઐશ્વર્ય-સ્વામી રે સર્વોપકારી-મુખી. મન. ૨૨ અર્થ - તે હવે સર્વજ્ઞદેવ થયા છે. માટે તે સદાય અનંતસુખના ભોક્તા છે. તથા શીલ એટલે આત્મસ્વભાવરૂપ ઐશ્વર્યના સ્વામી છે. તેમજ સર્વનો ઉપકાર કરવામાં મુખ્ય છે. રજા
જેનું નામ જ લેતાં રે જનમના રોગ ઘટે,
ભવભ્રાંતિ અનાદિ રે ભવ્ય જીવોની મટે. મન. ૨૩ અર્થ - જે સહજાત્મસ્વરૂપી છે એવા પ્રભુનું નામ લેતા પણ જન્મમરણના રોગ ઘટે છે તથા સંસારમાં સુખ છે એવી જે અનાદિની ભવ્ય જીવોની ભ્રાંતિ છે તે પણ મટે છે.
શ્રી વ્રજભાઈ ગંગાદાસ - પરમકૃપાળુદેવ એક મહિનો વસો રહી શ્રી ઉત્તરસંડાના સીમાડામાં એક બંગલો હતો ત્યાં બિરાજમાન હતા. ત્યારે હું દર્શન કરવા માટે ગયેલ. દર્શન કરતી વખતે ગળગળીને પ્રભુને મેં કહ્યું પ્રભુ મને કંઈ આવડતું નથી, ભણેલ નથી તો મારી શી વલે થશે? ત્યારે ભગવાને કહ્યું કે આ ભવમાં તમને વિશેષ સમજણ નથી તો તમો એક ભગવાનનું લક્ષ રાખજો, શ્રદ્ધા રાખજો એમ કહી “પરમગુરુ સર્વશદેવ” નો મંત્ર આપ્યો અને જણાવ્યું કે એ જ સ્મરણ રાખજો; ભણેલા કરતાં તમારું કલ્યાણ વહેલું થશે. આવતા ભવમાં જ્ઞાન થશે અને ત્રીજે ભવે મોક્ષ થશે એમ કહ્યું હતું. સારા
તેના જ્ઞાન-ચરણનું રે પરમ ઐશ્વર્ય, અહો!
યોગીઓને અગોચર રે કહી શકે કોણ, કહો. મન. ૨૪ અર્થ - પ્રભુના અનંતજ્ઞાન અને ક્ષાયિક ચારિત્રનું જે પરમ ઉત્કૃષ્ટ ઐશ્વર્ય છે તે અહો! યોગીઓને પણ અગોચર છે, અર્થાત્ અનંતજ્ઞાન વડે ભગવાન જે ભૂત, વર્તમાન અને ભવિષ્યમાં થતા પદાર્થના અનંત પર્યાયોને જાણે છે તે યોગીઓના જ્ઞાનથી પણ બહારની વાત છે. તો પછી તે ઐશ્વર્યનું વર્ણન બીજા તો કોણ કરી શકે. રજા