________________
(૨૧) સર્વોત્કૃષ્ટ સિદ્ધિ
૨ ૫ ૫
ચક્રવર્તી-પદે પણ રે નહીં સુખ તે ગણતા,
વળી સિદ્ધદશાના રે અપૂર્વ ગુણો સુણતા. મન, ૧૦ અર્થ:- સમ્યવૃષ્ટિ ભરત ચક્રવર્તી જેવા ચક્રવર્તી પદ પર સ્થિત હોવા છતાં પણ તેમાં સુખ ગણતા નથી. સુખ તો આત્મ અનુભવમાં ગણે છે. તેથી દિવિજય માટે જતાં વચ્ચે સુંદર ગુફા જોઈ ત્યાં જ પંદર દિવસ આત્મધ્યાનમાં લીન રહી ગયા. વળી સિદ્ધદશાના અનંત જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય આદિ અપૂર્વ ગુણોને સાંભળી ચક્રવર્તીપદને પણ તેઓ તુચ્છ ગણે છે. [૧]
એમ મોક્ષના પંથે રે ભાવ-ક્રિયાથી વહે,
વ્રતશક્તિ ન દેખે રે તે સત્રદ્ધા લહે. મન૦ ૧૧ અર્થ :- એમ મોક્ષના માર્ગમાં પ્રવર્તવા અર્થે ભાવ મોક્ષના રાખી ઉદયાથીન ક્રિયા કરીને આગળ વધે છે. જે સમ્યવ્રુષ્ટિ આત્માઓ પોતામાં દ્રવ્ય વ્રત પાળવાની શક્તિ જોતાં નથી એવા શ્રેણિક મહારાજા જેવા ભગવાનના વચનો પ્રત્યે અંતરથી દ્રઢ શ્રદ્ધા રાખે છે કે ભગવાને જેમ પદાર્થનું સ્વરૂપ કહ્યું છે તેમ જ છે, તેમ જ હોય, બીજી રીતે હોઈ શકે જ નહીં. ૧૧ાા
વ્રત-વીર્ય વધે કે રે અણુ-મહાવ્રતો ઘરે,
ગણી ઘોર ભવાટવી રે વટાવે પ્રભુ-આશરે. મન. ૧૨ અર્થ :- જે સમ્યદ્રષ્ટિના અપ્રત્યાખ્યાનાવરણીય કષાય મટી જઈ વ્રત પાળવાનું વીર્ય વધે તો તે શ્રાવકના અણુવ્રતોને ગ્રહણ કરે છે. તથા જેના પ્રત્યાખ્યાનાવરણીય કષાય ચાલ્યા જાય તે શ્રાવક મુનિના પંચ મહાવ્રતોને ઘારણ કરે છે. તે આ સંસારને ઘોર ભયંકર જંગલ જાણી પ્રભુના બોઘના આધારે બળ મેળવીને તેને વટાવી પાર કરે છે. “ગીચ ઝાડીમાં ભૂલા પડેલા માણસને વનોપકંઠે જવાનો માર્ગ કોઈ દેખાડે કે “જા, નીચે નીચે ચાલ્યો જા. રસ્તો સુલભ છે, આ રસ્તો સુલભ છે.” પણ એ ભૂલા પડેલા માણસને જવું વિકટ છે; એ માર્ગે જતાં પહોંચશું કે નહીં એ શંકા નડે છે. શંકા કર્યા વિના જ્ઞાનીઓનો માર્ગ આરાધે તો તે પામવો સુલભ છે.” (વ.પૃ.૬૬૮)
સર્વોત્કૃષ્ટ શુદ્ધિ રે થતી યોગ-કર્મ ગયે,
સર્વોત્કૃષ્ટ સિદ્ધિ રે સદા સહજાત્મ રહે. મન૦ ૧૩ અર્થ – આત્માની સર્વોત્કૃષ્ટ શુદ્ધિ તો ક્રમાનુસાર પુરુષાર્થ કરતાં જ્યારે મન, વચન, કાયાના યોગથી રહિત થયે તથા નામ, ગોત્ર, આયુષ્ય અને વેદનીય એ ચાર અઘાતીયા કર્મનો પણ નાશ થયે પ્રગટ છે. એ જ ભાવ પરમકૃપાળુદેવે “અપૂર્વ અવસર'માં વણ્યો છે તે નીચે પ્રમાણે :
“મન વચન કાયા ને કર્મની વર્ગણા, છૂટે જ હં સકળ પુદગલ સંબંઘ જો;
એવું અયોગી ગુણસ્થાનક ત્યાં વર્તતું, મહાભાગ્ય સુખદાયક પૂર્ણ અબંઘ જો. અપૂર્વ સર્વોત્કૃષ્ટ શુદ્ધિ પ્રાપ્ત થવાથી તે આત્મા સદા સહજાત્મસ્વરૂપમાં જ રમણતા કરે છે અને તે જ સર્વોત્કૃષ્ટ સિદ્ધિ છે. ત્યાં શુદ્ધાત્માને, પર એવા એક પુદ્ગલ પરમાણુનો પણ સંગ નથી. તે તો હવે સર્વ કર્મ કલંકથી રહિત શુદ્ધ નિરંજન પરમાત્મા છે. ll૧૩
“એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા, પૂર્ણ કલંક રહિત અડોલ સ્વરૂપ જો; શુદ્ધ નિરંજન ચૈતન્યમૂર્તિ અનન્યમય, અગુરુલઘુ અમૂર્ત સહજપદરૂપ જો.” અપૂર્વ