________________
૨ ૫ ૬
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
ઘર્મધ્યાન પ્રયોગે રે અશુભ વિચારો ટળે,
વઘે આત્મ-વિચારો રે અતીન્દ્રિય સુખ મળે. મન. ૧૪ અર્થ - ભક્તિ, સ્વાધ્યાય, સ્મરણ આદિ ઘર્મધ્યાનનો પ્રયોગ કરવાથી આત્માના અશુભ વિચારો ટળે છે અને શુભ વિચારો આવે છે. વળી તે આત્મ વિચારો વઘતાં અંતરમાં દેહથી ભિન્ન એવો આત્મા છે તેનો ભેદ પડી જાય છે. અને તેના ફળસ્વરૂપે અતીન્દ્રિય એવું આત્માનું સુખ અનુભવમાં આવે છે.
“વસ્તુ વિચારત ધ્યાવતે, મન પામે વિશ્રામ; રસ સ્વાદત સુખ ઉપજે, અનુભવ યાકો નામ.” -સમયસાર નાટકી/૧૪ો ઘર્મધ્યાનમાં લેશ્યા રે સદાયે શુક્લ રહે;
આત્માર્થ જ સાથે રે કર્મ અનેક દહે. મન. ૧૫ અર્થ - જ્યારે સમ્મદ્રષ્ટિ મહાત્મા શર્મધ્યાનમાં લીન હોય છે ત્યારે તેમની સદાય શુક્લ વેશ્યા રહે છે. ત્યાં સમ્યગદ્રષ્ટિ જીવ આત્માર્થ જ સાથે છે અને અનેક પ્રકારના કર્મોને દહે છે અર્થાતુ કર્મોને બાળી નિર્જરા કરે છે. ૧૫ના
વૈરાગ્ય-વિવેકે રે દેહાદિથી ભિન્ન ગણી,
નીરખી નિજ શુદ્ધિ રે નિહાળે શિવ-રમણી. મન. ૧૬ અર્થ – તે સમ્યગ્દષ્ટિ જીવ વૈરાગ્ય અને વિવેક અર્થાત્ ભેદજ્ઞાનના બળે દેહાદિથી આત્માને ભિન્ન ભાવતાં ભાવતાં પોતાની વિશેષ વિશેષ આત્મશુદ્ધિને પામી મોક્ષરૂપી લક્ષ્મીને નિહાળે છે, અર્થાતુ મોક્ષના શાશ્વત સુખને પામે છે. I૧૬ાા.
ઉત્તમ ઘર્મધ્યાને રે રહે અપ્રમત્તદશા,
વઘતા પરિણામે રે ટકે બે ઘડી સહસા. મન. ૧૭ અર્થ :- ઉત્તમ ઘર્મધ્યાનમાં આવવાથી તે સમ્યદ્રષ્ટિ જીવ સાતમા ગુણસ્થાનકની અપ્રમત્તદશાને પામે છે. ત્યાં વઘતા પરિણામે જો સહસા એટલે ઓચિંતુ તે ઘર્મધ્યાનમાં બે ઘડી સુધી ટકી રહેવાયું તો ત્યાંથી આઠમા ગુણસ્થાનમાં જવાની શ્રેણિનો પ્રારંભ થાય છે. (૧૭થા
તો શ્રેણિ મનોહર રે જીવ આરંભ શકે,
શુક્લ ધ્યાનની શુદ્ધિ રે નિષ્ક્રિયતાથી ટકે. મન ૧૮ અર્થ - આત્મકલ્યાણને આપનારી તે શ્રેણિ હોવાથી મનોહર છે. એવી શ્રેષ્ઠ શ્રેણીને તેના દશાવાન પુરુષ આરંભી શકે છે, અર્થાત્ તેની શરૂઆત કરી શકે છે. ત્યાં શુક્લધ્યાનનો પ્રથમ ભેદ પૃથકત્વવિતર્કવીચાર નામનો હોય છે. તે શુક્લધ્યાનની વિશેષ શુદ્ધિ, ત્યાં નિષ્ક્રિયતા એટલે સ્થિરતા કરવાથી થાય છે. I/૧૮
ધ્યાન-ઘારણા છૂટે રે ઇંદ્રિયાતીત સ્થિતિ,
કેવળ અંતર્મુખ રે વિકલ્પરહિત મતિ. મન. ૧૯ અર્થ :- આ શુક્લધ્યાનના પ્રથમ ભેદમાં પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત ધ્યાનની અને ઘારણાઓ બઘી છૂટી જઈને ઇન્દ્રિયથી અતીત એટલે જાદી સ્થિતિ થાય છે. ત્યાં આત્માનો ઉપયોગ કેવળ અંતર્મુખ બને છે અને મતિ વિકલ્પરહિત હોય છે. તે વડે જીવ મોહનીય કર્મનો ક્ષય કરે છે. ૧૯ાા